ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત (ઇ-ગુજકોપ એપ્લીકેશન)

> દેશના તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાં સંચાલિત સી.સી.ટી.એન.એસ એપ્લીકેશન અંતર્ગત ગુજરાતના ગૃહ વિભાગની -ગુજકોપ એપ્લીકેશને પ્રથમ ક્રમે હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.

> તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ ઓનલાઇન સમારોહમાં ગુજરાતને એવોર્ડ કેન્દ્રીય ગુહ રાજ્યમંત્રી શ્રી જી.કિશનરેડ્ડીના હસ્તે એનાયત થયો છે.

> -ગુજકોપના માધ્યમથી સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ દ્વારા પોલીસની અનેક સેવાઓ- નાગરીકોને Online પુરી પાડી છે.

> -ગુજકોપમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઇ.આર.ની કોપી, ગુમ થયેલ વ્યક્તિની માહિતી, બિન વારસી લાશની માહિતી, ભાડુઆત, ઘરઘાટી, સિનીયર સીટીઝનની નોંધણી, નાગરિકોના વાંધા પ્રમાણપત્ર, પોલીસ વેરીફિકેશનની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

> -ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ 725 પોલીસ સ્ટેશન અને અન્ય 1348 પોલીસ કચેરીઓ ખાતે હાલ કાર્યરત છે.

> -ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત તમામ પોલીસ સ્ટેશન ખાતે કોમ્યુટર, પ્રિન્ટર અને કનેક્ટીવીટી ફાળવવામાં આવી છે.

> -ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજયમાં નોંધાતી તમામ FIR 24 કલાકમાં ઓનલાઇન અપલોડ થાય છે. તા. 31 મે, 2018થી પ્રગતિ ડેશબોર્ડમાં ગુજરાત સતત પ્રથમ સ્થાને રહ્યું છે.

> ગુજરાત રાજય પ્રથમ રાજ્ય છે જ્યા એપ્લીકેશન પોલીસ ચોકી અને આઉટ પોસ્ટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.

> -ગુજકોપના ICJs ( Interoperable Criminal Justice System (ICIS) સાથે સંકલન કરવામાં આવેલ છે.

> ઇગુજકોપથી FIR અને ચાર્જશીટ US ના માધ્યમથી ઓનલાઇન કોર્ટોને મોકલવામાં આવી રહી છે.

-ગુજકોપના પોકેટકોપ પ્રોજેક્ટ અંતર્ગત તમામ તપાસ અધિકારીઓ માટે મોબાઇલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. જે ગુન્હા શોધવા અને અટકાવવા ખૂબ મદદરૂપ નિવડી રહી છે.

 સંદર્ભ : ગુજરાત માહિતી બ્યુરો, 16-12-2020

-----------------------------------------------

DOWNLOAD/VIEW PDF

અન્ય મટીરીયલ માટે : CLICK HERE