ટોપ 10 પોલીસ સ્ટેશન (2020)

ભારતના ટોચના 10 પોલીસ સ્ટેશન જાહેર (વર્ષ 2020)


ચર્ચામાં શા માટે?

ભારત સરકાર દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાંથી સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ સ્ટેશન પસંદ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનો વધુ અસરકારક રીતે કામ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં એક મજબૂત પારસ્પરિક સ્પર્ધાનો માહોલ બનાવવા માટે પસંદગી કરવામાં આવે છે.

વર્ષ 2020 માટે સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલા ટોચના 10 પોલીસ સ્ટેશન :

ક્રમ

રાજ્ય

જિલ્લો

પોલીસ સ્ટેશન

1

મણીપુર

થૌબલ

નોંગપોસેક્માઇ

2

તમિલનાડુ

સાલેમ સિટી

AWPS - સુરમંગલમ

3

અરુણાચલ પ્રદેશ

ચાંગલાંગ

ખારસંગ

4

છત્તીસગઢ

સુરજપુર

જ્હીલમિલી (ભૈયા થાના)

5

ગોવા

દક્ષિણ ગોવા

સંગેમ

6

આંદામાન અને નિકોબાર ટાપુ

ઉત્તર અને મધ્ય આંદામાન

કાલીગઢ

7

સિક્કીમ

પૂર્વ જિલ્લો

પાક્યોંગ

8

ઉત્તર પ્રદેશ

મોરાદાબાદ

કાંથ

9

દાદરા અને નગર હવેલી

દાદરા અને નગર હવેલી

ખાનવેલ

10

તેલંગાણા

કરીમનગર

જમ્મીકુંતા ટાઉન PS

ગુજરાતના કચ્છમાં 2015માં યોજાયેલી પોલીસ મહા નિદેશકોની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ આપેલા સૂચનોના અનુપાલનમાં પસંદગી કરવામાં આવે છે.

દેશમાં આવેલા 16,671 પોલીસ સ્ટેશનોના ડેટાનું વિશ્લેષણ, પ્રત્યક્ષ દેખરેખ અને જાહેર જનતા તરફથી મળેલા પ્રતિભાવોના આધારે ટોચના 10 પોલીસ સ્ટેશનો પસંદ કરવાનો મૂળ ઉદ્દેશ હતો.

ક્રમ આપવાની પ્રક્રિયા ચોક્કસ માપદંડોને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યમાંથી સૌથી શ્રેષ્ઠ કામગીરી કરતા પોલીસ સ્ટેશનો પસંદ કરવા સાથે શરૂ કરવામાં આવી હતી. માપદંડો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

- મિલકતના ગુનાઓ

- મહિલાઓ સામેના ગુનાઓ

- નબળા વર્ગ સામેના ગુનાઓ

- લાપતા લોકો, અજ્ઞાત વ્યક્તિઓ મળી આવવી અને લાવારીસ મૃતદેહો મળી આવવા (છેલ્લા માપદંડને વર્ષથી સામેલ કરવામાં આવ્યો છે.)

દરેક રાજ્યમાંથી પ્રારંભિક તબક્કે પસંદ કરવામાં આવેલા પોલીસ સ્ટેશનની સંખ્યા નીચે પ્રમાણે છે:

- 750કરતાં વધુ પોલીસ સ્ટેશન ધરાવતા દરેક રાજ્યમાંથી ત્રણ

- અન્ય રાજ્યો અને દિલ્હીમાંથી બે

- દરેક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક ક્રમ આપવાની પ્રક્રિયાના આગલા તબક્કા માટે 75 પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી હતી.

અંતિમ તબક્કામાં, જનતાને સેવા પૂરી પાડવાના ધોરણો અને પોલીસ કામગીરીમાં સુધારો લાવવા માટે ટેકનિકો ઓળખવાના સંદર્ભમાં 19 માપદંડો ઓળખી કાઢવામાં આવ્યા હતા. એકંદરે ગુણાંકમાં ભાગ 80 ટકા હિસ્સો ધરાવતો હતો. બાકીના 20 ટકા ગુણ પોલીસ સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકોની ત્યાં સુધીની પહોંચ તેમજ સામાન્ય જનતા પાસેથી મળેલા પ્રતિભાવો આધારિત હતા.

સામેલ કરવામાં આવેલી નાગરિકોની શ્રેણીમાં રહેણાંક વિસ્તારથી નજીક, બજારથી નજીક અને પોલીસ સ્ટેશન છોડતા નાગરિકો વગેરે હતી.

પ્રતિભાવ માટે સંપર્ક કરવામાં આવેલા લોકોમાં 4,056 પ્રતિભાવકોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં પસંદ કરેલા પ્રત્યેક સ્થળની આસપાસમાંથી અંદાજે 60 વ્યક્તિ પાસેથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.

સમાપન:

પોલીસ સ્ટેશનોના વાર્ષિક રેન્કિંગમાં પોલીસ કર્મચારીઓએ કરેલા સખત પરિશ્રમને ધ્યાનમાં લેવામાં આવે છે જે આપણા પોલીસ દળોને પ્રોત્સાહન આપે છે અને દેશમાં ભવિષ્યના માર્ગદર્શન માટે પોલીસની કામગીરીના સંખ્યાબંધ પરિબળો માટે પ્રતિભાવ પણ આપે છે. આનાથી પોલીસ સ્ટેશનોના સ્તરે ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંસાધનો અને ખામીઓનું વાસ્તવિક ચિત્ર સામે આવે છે. પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવાની વાર્ષિક કવાયત સુધારા માટે એક અવિરત માર્ગદર્શક તરીકે કામ કરે છે.

 

સંદર્ભ: 03 DEC 2020, PIB Ahmedabad


-----------------------------------------

DOWNLOAD PDF

-----------------------------------------

અન્ય મટીરીયલ માટે : CLICK HERE