> પૂર્વભૂમિકા
:
- આ અહેવાલ 10 રાજ્યોમાં કરાયેલા પ્રાથમિક સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
- ઘરો,
વ્યાપારી ઉદ્યોગો અને સંસ્થાઓના 25,000 થી વધુ નમૂનાના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે ભારતની કુલ ગ્રામીણ વસ્તીના 65% જેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
- આ રીપોર્ટમાં, 25 વિતરણ ઉપયોગિતાઓનું માપન કરવામાં આવ્યું છે.
> ઉદેશ્ય :
- માંગ
(વીજળી ગ્રાહકો)
અને સપ્લાય સાઇડ (વીજળી વિતરણ ઉપયોગિતાઓ)
થી સમજ મેળવવી.
- દેશભરમાં વીજળી વપરાશની સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને અર્થપૂર્ણ પહોંચ બનાવવા માટેના તમામ પરિમાણો સાથે ઉપયોગિતાઓનું વિતરણ કરવું.
- વીજળીની પહોંચ પૂરી પાડવા માટે 'બેંચમાર્ક ઉપયોગિતાઓ' ક્ષમતા અને સતત પ્રાપ્યતા માટે ઓપરેટર્સની ઓળખ કરવી.
- ટકાઉ વીજ વપરાશ વધારવા માટેની ભલામણો તૈયાર કરવી.
> મુખ્ય તારણો
:
- 92% થી વધુ ગ્રાહકોએ તેમના પરિસરની
50 મીટરની રેન્જમાં વીજળીના માળખાઓની સંપૂર્ણ ઉપલબ્ધતાની જાણ કરી છે. જો કે, તે બધામાં જોડાણ નથી. આનું મુખ્ય કારણ મકાનોની નજીકના ઇલેક્ટ્રિક પોલ્સથી અંતર છે.
- સર્વેમાં સામેલ 87% ગ્રાહકો પાસે ગ્રીડ આધારિત વીજળીનો વપરાશ છે. આ સિવાય, બાકીના
13% કાં તો - બિન-ગ્રીડ સ્રોતનો ઉપયોગ કરી રહ્યાં છે અથવા તો વીજળીનો ઉપયોગ નથી કરી રહ્યા.
- ગ્રાહકોની તમામ કેટેગરીમાં પ્રતિ દિવસના લગભગ 17 કલાક વીજ પુરવઠામાં મોટો સુધારો થયો છે.
- લગભગ
85% ગ્રાહકોએ જાણ કરી કે તેમની પાસે મીટર આધારિત વીજળી કનેક્શન છે.
- 83% ઘરેલું ગ્રાહકો વીજળીનો વપરાશ ધરાવે છે.
- યુટિલિટી સેવાઓ સંદર્ભે ગ્રાહકોના એકંદરે સંતોષનું મૂલ્યાંકન કરવા માટે સંતોષ ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો હતો. તેના અધ્યયનમાં બહાર આવ્યું છે કે સર્વેક્ષણ કરાયેલા 66%
ગ્રાહકો સંતુષ્ટ છે. તેમાંથી
74% શહેરી અને 60% ગ્રામીણ ગ્રાહકો છે.
આ અહેવાલની રજૂઆત દરમિયાન, NITI આયોગના ઉપાધ્યક્ષ, રાજીવ કુમારે કહ્યું, 'આ અહેવાલમાં સરકારની યોજનાઓ જેવી કે; પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના અને દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાએ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં મળેલા ફાયદા દર્શાવ્યા છે.
તેમણે રોકફેલર ફાઉન્ડેશનને સૂચન કર્યું છે કે તેઓ આ અહેવાલમાં રેખાંકિત થયેલ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પાવર મંત્રાલય સાથે ભાગીદારી કરે.
આ સિવાય, ત્રણ મુખ્ય વિસ્તારો પંજાબમાં ડીબીટી યોજનાઓમાંથી બોધપાઠ, ટેરિફ સરળ અને તર્કસંગત બનાવવું અને ઉચ્ચ પ્રદર્શન કરનારી ભારતીય ડિસ્કોમની શ્રેષ્ઠ પ્રથાને અનુસરવાનું સૂચન કર્યું.
સંદર્ભ : PIB Delhi (28/10/2020)