આત્મનિર્ભર- 3.0

 ચર્ચામાં શા માટે?

- કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર 3.0 અંતર્ગત અર્થતંત્રને વેગ આપવા ભારત સરકારના પ્રોત્સાહન પેકેજના ભાગરૂપે 12 મુખ્ય પગલાંની જાહેરાત કરી (12 NOV 2020).

- પેકેજનું ચોખ્ખું મૂલ્ય રૂ. 2.65 લાખ કરોડ

- સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અત્યાર સુધી જાહેર કરેલું કુલ પ્રોત્સાહન પેકેજ રૂ. 29.87 લાખ કરોડનું થાય છેજે દેશની GDPના આશરે 15 ટકા છે. 

12 મુખ્ય જાહેરાતો

(1) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના

- કોવિડ-19 સુધારા દરમિયાન રોજગારીના સર્જનને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે.

- જો ઇપીએફઓમાં રજિસ્ટર્ડ કંપનીઓ ઇપીએફઓમાં નોંધાયેલા હોય એવા નવા કર્મચારીઓને રોજગારી આપશે અથવા અગાઉ રોજગારી ગુમાવી દીધેલા લોકોને રોજગારી આપશે, તો યોજના પ્રકારના કર્મચારીઓ માટે લાભદાયક બની રહેશે.

- યોજના અંતર્ગત લાભાર્થીઓ/નવી કર્મચારીઓ નીચે મુજબ રહેશે:

- ઇપીએફઓમાં નોંધાયેલી કંપનીઓમાં રૂ. 15,000થી ઓછા માસિક વેતન પર સામેલ થયેલા નવા કર્મચારીઓ

- રૂ. 15,000થી ઓછું માસિક વેતન ધરાવતા અને કોવિડ રોગચાળા દરમિયાન 01.03.2020થી 30.09.2020 દરમિયાન બેરોજગાર થયેલા અને 01.10.2020ના રોજ કે પછી રોજગારી મેળવનાર ઇપીએફ સભ્યો

- કેન્દ્ર સરકાર 01.10.2020ના રોજ કે પછી નીચે મુજબની કંપનીઓમાં નવા જોડાયેલા કર્મચારીઓના સંબંધમાં બે વર્ષ માટે સબસિડી પ્રદાન કરશેઃ

- મહત્તમ 1000 કર્મચારીઓ ધરાવતી કંપનીઓ માટેઃ કર્મચારીઓનું પ્રદાન (વેતનનો 12 ટકા હિસ્સો) અને કંપનીનું પ્રદાન (વેતનનો 12 ટકા હિસ્સો) કુલ વેતનનો 24 ટકા હિસ્સો 1000થી વધારે કર્મચારીઓ ધરાવતી કંપનીઓઃ ફક્ત કંપનીનું ઇપીએફ પ્રદાન (ઇપીએફ વેતનનો 12 ટકા હિસ્સો)

- યોજનાનો અમલ 1 ઓક્ટોબર, 2020થી શરૂ થશે અને 30 જૂન, 2021 સુધી કાર્યરત રહેશે. અન્ય ચોકક્સ લાયકાતના ધારાધોરણોને પૂર્ણ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર તાજેતરના લાયક કર્મચારીઓના સંબંધમાં બે વર્ષ માટે સબસિડી પ્રદાન કરશે.

(2) ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ

- ‘MSME’, વ્યવસાયો, મુદ્રાઋણધારકો અને વ્યક્તિઓ (વ્યવસાયિક ઉદ્દેશ માટે લોન) ને 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી છે.

- ક્રેડિટ ગેરન્ટી સપોર્ટ સ્કીમ ઇસીએલજીએસ 2.0 હેલ્થકેર ક્ષેત્ર માટે શરૂ કરવામાં આવી છે અને યોજના કોવિડ-19ના કારણે 29.2.2020ના રોજ રૂ. 50 કરોડથી વધારે અને રૂ. 500 કરોડ સુધી લોનની ચુકવણી બાકી હોય એવા નાણાકીય ખેંચ અનુભવતા 26 ક્ષેત્રોને માટે ઉપયોગી છે.

- પ્રકારની કંપનીઓને પાંચ વર્ષની મુદ્દત સાથે બાકી નીકળતી લોનના 20 ટકા સુધી વધારાનું ધિરાણ મળશે, જેમાં મુદ્લની પુનઃચુકવણી પર 1 વર્ષનું મોરેટોરિયમ સામેલ છે.

- યોજના 31.3.2021 સુધી ઉપલબ્ધ થશે.

(3) 10 મુખ્ય ક્ષેત્રોને રૂ. 1.46 લાખ કરોડના મૂલ્યનું ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન

- વધુ 10 મુખ્ય ક્ષેત્રોને સ્થાનિક ઉત્પાદનની સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ કરવા ઉત્પાદન સાથે સંબંધિત પ્રોતત્સાહનો હેઠળ આવરી લેવામાં આવશે.

- આગામી પાંચ વર્ષ માટે તમામ ક્ષેત્રો માટે આશરે રૂ. 1.5 લાખ કરોડની કુલ રકમ

- 10 ક્ષેત્રો છે એડવાન્સ સેલ કેમિસ્ટ્રી બેટરી, ઇલેક્ટ્રોનિક/ટેકનોલોજી ઉત્પાદનો, ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ દવાઓ, ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો, ટેક્સટાઇલ ઉત્પાદનો, ખાદ્ય ઉત્પાદનો, ઉચ્ચ કાર્યક્ષમ સોલર પીવી મોડ્યુલ્સ, વ્હાઇટ ગૂડ્સ (એસી અને એલઇડી) અને સ્પેશ્યલ સ્ટીલ.

(4) પીએમ આવાસ યોજના શહેરી વિસ્તાર માટે વધુ રૂ. 18,000 કરોડની ફાળવણી

- પીએમએવાય શહેર માટે કુલ રૂ. 18,000 કરોડ પ્રદાન કરવામાં આવ્યાં છે, જે ચાલુ વર્ષે ફાળવવામાં આવેલા રૂ. 8,000 કરોડ ઉપરાંતના છે.

- આનાથી 12 લાખ મકાનોને જમીનદોસ્ત કરવામાં અને 18 લાખ મકાનોનું નિર્માણ કરવામાં મદદ મળશે, જેનાથી 78 લાખ રોજગારીનું સર્જન થશે તથા સ્ટીલ અને સિમેન્ટનું ઉત્પાદન અને વેચાણ વધશે.

(5) નિર્માણ અને માળખાગત ક્ષેત્ર માટે ટેકો

- સરકારી ટેન્ડર્સ પર બાનાની રકમ (EMD) અને પર્ફોર્મન્સ સીક્યોરિટીમાં છૂટછાટ

- વેપારવાણિજ્યને સરળ બનાવવા અને કોન્ટ્રાક્ટર્સનાં નાણાં લોક થાય માટે રાહત આપવા કોન્ટ્રાક્ટ્સ પર પર્ફોર્મન્સ સીક્યોરિટી 5થી 10 ટકાથી ઘટાડીને 3 ટકા કરવામાં આવી છે.

- આનો લાભ હાલના કોન્ટ્રાક્ટ અને સરકારી સાહસોને પણ મળશે.

- ટેન્ડર્સ માટે બાનાની રકમનું સ્થાન બિડ સીક્યોરિટી ડેક્લેરેશન લેશે.

- સાધારણ નાણાકીય નિયમોમાં છૂટછાટો 31 ડિસેમ્બર, 2021 સુધી અમલમાં રહેશે.

(6) ડેવલપર્સ અને ઘરના ગ્રાહકો માટે આવકવેરામાં રાહત

- આવકવેરા ધારાની કલમ 43 સીએ અંતર્ગત રિયલ એસ્ટેટ આવકવેરામાં સર્કલ રેટ અને સમજૂતીના મૂલ્ય વચ્ચેનો ફરક 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે.

- આની પાછળનો મુખ્ય ઉદ્દેશ રૂ. 2 કરોડ સુધીના રહેણાક યુનિટના વેચાણને વધારવાનો છે

- યોજનાની જાહેરાતની તારીખથી 30 જૂન, 2021 સુધી.

- પરિણામે સૂચિત ગાળા માટે આવકવેરા ધારાની કલમ 56(2)(x) હેઠળ એકમોના ગ્રાહકોને 20 ટકા સુધીની રાહત મળશે.

- આવકવેરાની રાહત મધ્યમ વર્ગના ગ્રાહકોને પ્રોત્સાહન પ્રદાન કરશે.

(7) માળખાગત ક્ષેત્ર માટે ડેટ ફાઇનાન્સિંગ માટે પ્લેટફોર્મ

- સરકાર નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF)ના ડેબ્ટ પ્લેટફોર્મમાં રૂ. 6,000 કરોડની ઇક્વિટી રોકાણ કરશે, જેનાથી NIIFને વર્ષ 2025 સુધી માળખાગત પ્રોજેક્ટ્સ માટે રૂ. 1.1 લાખ કરોડનું ઋણ પ્રદાન કરવામાં મદદ મળશે.

(8) કૃષિ ક્ષેત્રને ટેકો : સબસિડાઇઝ ખાતરો માટે રૂ. 65,000 કરોડ

- ખાતરના વપરાશમાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ થવાથી ખેડૂતોને પાકની આગામી સિઝનમાં ખાતર સમયસર મળે માટે ખાતરના પુરવઠામાં વધારો સુનિશ્ચિત કરવા રૂ. 65,000 કરોડ પ્રદાન કરવામાં આવ્યાં છે.

(9) ગ્રામીણ રોજગારી માટે પ્રોત્સાહન:

- ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના માટે વધુ રૂ. 10,000 કરોડની જોગવાઈ.

(10) પ્રોજેક્ટ એક્ષ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન

- ઇન્ડિયન ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક આસિસ્ટન્સ સ્કીમ (IDEAS સ્કીમ) હેઠળ પ્રોજેક્ટ નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક્ઝિમ બેંકને રૂ. 3,000 કરોડ પ્રદાન કરવામાં આવ્યાં છે.

- આનાથી એક્ઝિમ બેંકને લાઇન ઓફ ક્રેડિટ વિકાસ સહાયક પ્રવૃત્તિઓની સુવિધા ઊભી કરવામાં અને ભારતમાંથી નિકાસને વેગ આપવામાં મદદ મળશે.

(11) મૂડી અને ઔદ્યોગિક પ્રોત્સાહન

- સ્થાનિક ક્ષેત્ર સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે, ઔદ્યોગિક માળખાગત સુવિધાનું સર્જન કરવા અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાનું ઉત્પાદન કરવા મૂડીગત અને ઔદ્યોગિક ખર્ચ માટે રૂ. 10,200 કરોડના વધારાનું અંદાજપત્રીય પ્રોત્સાહન પ્રદાન કરવામાં આવ્યું છે.

(12) કોવિડ રસી માટે સંશોધન અને વિકાસ માટે સહાય

- ભારતમાં કોવિડ રસી પર સંશોધન કરવા અને એને વિકસાવવા બાયોટેકનોલોજી વિભાગને રૂ. 900 કરોડ પ્રદાન કરવામાં આવ્યાં છે.


સારાંશ :

- નવી યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના

- MSME, વ્યવસાયો, મુદ્રા ઋણધારકો અને વ્યક્તિઓ માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમને 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી અને વધારાનું ધિરાણ 20% સુધી મળશે

- 10 મુખ્ય ક્ષેત્રોને રૂ. 1.46 લાખ કરોડના મૂલ્યની ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન

- પીએમ આવાસ યોજના અર્બન માટે રૂ. 18,000 કરોડનો વધારાનો ખર્ચ

- સરકારી ટેન્ડર્સ પર બાનાની રકમ અને પર્ફોર્મન્સ સીક્યોરિટીની છૂટછાટ

- સર્કલ રેટ અને સમજૂતીના મૂલ્ય વચ્ચે ફર્ક વધીને 2%, જેથી ડેવલપર્સ અને ઘરના ગ્રાહકોને આવકવેરામાં 20%રાહત

- નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના ઋણ પ્લેટફોર્મમાં રૂ. 6,000 કરોડનું ઇક્વિટી રોકાણ

- કૃષિ ક્ષેત્રને ટેકો આપવા સબસિડાઇઝ ખાતરો માટે રૂ. 65,000 કરોડ

- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના માટે રૂ. 10,000 કરોડનો વધારાનો ખર્ચ

- વિકાસશીલ દેશોને ભારત દ્વારા સહાય મારફતે પ્રોજેક્ટ એક્ષ્પોર્ટ્સ માટે રૂ. 3,000 કરોડનું પ્રોત્સાહન

- મૂડી અને ઔદ્યોગિક ખર્ચ માટે રૂ. 10,200 કરોડ

કોવિડ રસી માટે સંશોધન અને વિકાસ માટે રૂ900 કરોડ



સંદર્ભ : નાણાં મંત્રાલય, ભારત સરકાર  (12 NOV 2020)


-----------------------------------------------------------------