EVM એટલે શું? તે ભારતમાં કેવી રીતે કાર્ય કરે છે?

 


> ભારતમાં મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા અને કાગળના બેલેટથી દૂર કરવા માટે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોનો ઉપયોગ 1999 થી કરવામાં આવે છે.

EVM એટલે શું?

> EVMનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે, મતદાન કરવા માટે વપરાતું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે.

> EVMનો હેતુ ચૂંટણી પ્રક્રિયાને સુરક્ષિત, ન્યાયી અને પારદર્શક બનાવવાનો છે.

શું EVM સાથે ચેડા કરી શકાય છે?

> EVM ટેમ્પર-પ્રૂફ મશીન છે. તે ઇન્ટરનેટ, વાઇફાઇ, યુએસબી અથવા બ્લૂટૂથ જેવા કોઈ બાહ્ય ઉપકરણ અથવા નેટવર્કથી કનેક્ટ થઈ શકતું નથી. તેથી, તેમાં કોઈ ચેડા થઇ શકતા નથી.

મતદાન મથકોને EVM ફાળવવાની પ્રક્રિયા શું છે?

> EVM મતદાન મથકોને વિસ્તૃત રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવવામાં આવે છે. મતદાનની તારીખ સુધી કયા મતદાન મથકમાં કયા એકમ પર જશે તે અંગે કોઈ પૂર્વ જાણકારી જાહેર થતી નથી.

> EVMની ખાતરી કરવા માટે મશીનોમાં વોટીંગ પહેલા મોક પોલ પણ કરવામાં આવે છે. (ડમી વોટીંગ) જેનાથી EVM યોગ્ય કાર્યરત સ્થિતિમાં તેની જાણકારી મળે છે.

EVM કેવી રીતે કાર્ય કરે છે?

> EVM બે એકમો સાથે બનાવવામાં આવ્યું છે: કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ. એકમો એક કેબલ દ્વારા જોડાયેલા હોય છે. EVMનું કંટ્રોલ યુનિટ પ્રિસાઇડિંગ અધિકારી અથવા મતદાન અધિકારી પાસે હોય છે, જ્યારે બેલેટિંગ યુનિટ મતદારોને મતદાન કરવા માટે મતદાન ખંડમાં રાખેલ હોય છે. મતદાન અધિકારી ઓળખની ચકાસણી કરીને મતદાન માટે પરવાનગી આપતા હોય છે.

ભારતમાં EVM વિશે મહત્વના તથ્યો :

> ઇલેક્ટ્રોનિક મતદાન મશીન ભારતમાં બેલેટ પેપર્સના સ્થાને આવ્યા હતા અને પ્રથમ વખત કેરળના નંબર 70 પરવર વિધાનસભા મત વિસ્તારમાં 1982 માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

> 1999 થી મોટા પાયે EVMનો ભારતમાં ઉપયોગ કરવામાં આવ્યો. EVMથી મતદાન પ્રક્રિયા સરળ બની છે, માત્ર એક ક્લિક વડે મત આપી શકાય છે.

> મશીનો લાંબા ગાળે ખર્ચ-અસરકારક હોય છે. EVMની પ્રારંભિક કિંમત રૂ. 5૦૦૦ થી 6000 ની વચ્ચે હોય છે, મશીન સરેરાશ આશરે 15 વર્ષ સુધી ચાલે છે.

> EVM બેટરી પર ચાલે છે અને તેથી વીજળીની જરૂર નથી. વિશાળ બેલેટ બોક્સની તુલનામાં EVM હળવા અને સરળતાથી પોર્ટેબલ છે.

> EVM મત ગણતરીની પ્રક્રિયા પણ ઝડપી બનાવે છે, જૂની પ્રથામાં મેન્યુઅલ ગણતરી માટે લાંબો સમય થતો તેમજ ભૂલો પણ થતી, સમસ્યા EVMને લીધે થતી નથી.

 

સંદર્ભ : https://www.jagranjosh.com/

*  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *

DOWNLOAD PDF