Oct.-2020
પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલ આર્થિક બાબતો પરની કેન્દ્રીય
મંત્રી મંડળની બેઠકે ગેસ આધારિત અર્થતંત્ર તરફ એક મહત્વના પગલા તરીકે ‘કુદરતી ગેસ માર્કેટિંગ સુધારાઓ’ને મંજૂરી આપી.
ઉદ્દેશ્ય
:
-
પારદર્શક અને સ્પર્ધાત્મક પ્રક્રિયાના માધ્યમથી ગેસ ઉત્પાદકો દ્વારા
બજારમાં વેચવા માટેની બજાર કિંમત નક્કી કરવા માટે એક સ્ટેન્ડર્ડ પ્રક્રિયા નક્કી કરવી.
-
ગેસના વેચાણ માટે સંલગ્નોને બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવાની પરવાનગી
આપવી.
-
અમુક ચોક્કસ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન્સ (FDPs)માં
બજાર સ્વતંત્રતાને પરવાનગી આપવી (જ્યાં પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રેક્ટસ પહેલેથી જ
કિંમતની સ્વતંત્રતા પૂરી પાડતા હોય.)
મુખ્ય
બાબતો :
-
આ નીતી મુક્ત, પારદર્શક અને ઇલેક્ટ્રોનિક બિડિંગના
સંદર્ભમાં બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સંલગ્ન કંપનીઓને પણ પરવાનગી આપે છે.
-
જો સંલગ્ન વ્યક્તિ ભાગ લે છે અને ત્યાં બીજું કોઈ બિડિંગ કરનાર નથી
તો માત્ર તેવા કેસમાં જ પુનઃ બિડિંગ કરવાની જરૂર પડશે.
-
ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન્સ (FDPs)ના એવા
બ્લોક્સમાં માર્કેટિંગ સ્વતંત્રતાની પરવાનગી પણ આપશે કે જ્યાં પ્રોડક્શન શેરિંગ
કોન્ટ્રેક્ટસ પહેલેથી જ કિંમત સ્વાયત્ત છે.
સંભવિત અસરો :
-
નેચરલ ગેસનું ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રકચર અને
માર્કેટિંગ વધુ પારદર્શક બનશે.
-
આયાત ઉપરની નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ
રહેશે.
-
ગેસ આધારિત અર્થતંત્રને વેગ મળશે.
-
વધેલો ગેસ ઉત્પાદનનો વપરાશ પર્યાવરણને સુધારવામાં સહાયક બનશે.
-
MSME સહિત ગેસ વાપરતા ક્ષેત્રોમાં રોજગારની તકો
-
સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને સંલગ્ન ઉદ્યોગોમાં મૂડીરોકાણને વેગ
ગેસ
માર્કેટિંગ સંબધિત તાજેતરના પ્રવાહો :
-
ઓપન એકર લાયસન્સિંગ પોલિસી (OALP) કે જે
રોકાણકારને આકર્ષિત કરનાર એકર હરાજી પ્રક્રિયા છે, તેણે
દેશમાં નોંધપાત્ર એકરમાં વધારો કર્યો છે.
-
2010 થી લઈને 2017 સુધીમાં એવા કોઈપણ
બ્લોક્સની ફાળવણી કરવામાં નહોતી આવી કે જે સ્થાનિક ઉત્પાદનની લાંબા ગાળાની
સધ્ધરતાને અસર પહોંચાડી હોય.
-
2017 થી લઈને 105 એક્સપ્લોરેશન બ્લોક્સ હેઠળના
1.6 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારની ફાળવણી કરવામાં આવી
છે. તેનાથી લાંબા ગાળે સ્થાનિક ઉત્પાદનની સંતુલિતતાની ખાતરી થશે.
-
સરકાર ગેસ ક્ષેત્રમાં સુધારાઓની એક લાંબી શૃંખલા લઈને આવી છે અને
તેના પરિણામ સ્વરૂપે ઈસ્ટ કોસ્ટમાં 70,000 કરોડ રૂપિયાથી
વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.
-
સ્થાનિક ગેસ ઉત્પાદન પાસે સંપૂર્ણ માર્કેટિંગ અને પ્રાઈસિંગની
સ્વતંત્રતા ઉપલબ્ધ છે.
-
28 ફેબ્રુઆરી 2019 પછી શોધવામાં આવેલ અને તમામ
ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન પાસે સંપૂર્ણ માર્કેટ અને પ્રાઈસિંગ સ્વતંત્રતા ઉપલબ્ધ છે.
સ્ત્રોત : PIB, GoI (07 Oct.-2020)