અટલ ટનલ

 

> ચર્ચામાં શા માટે ?

- પ્રધાનમંત્રીશ્રીએ 03 OCT 2020ના રોજ વિશ્વની સૌથી લાંબી ધોરીમાર્ગ પરની ટનલ અટલ ટનલનું મનાલીમાં આવેલા તેના દક્ષિણ હિસ્સાથી ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરી.

- સરકારે જણાવ્યું કે અટલ ટનલ એ આત્મનિર્ભર બનવા માટે દેશના દૃઢ નિર્ધારનું ઉદાહરણ છે.

- પ્રધાનમંત્રીએ હિમાચલની ગિરીમાળાઓમાં સૌથી દુર્ગમ એવા પીર પાંજલ પ્રદેશમાં આ ટનલના નિર્માણ કાર્ય બદલ સીમા માર્ગ સંગઠન અને ભારતીય એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા.

> મુખ્ય બાબતો :

- આ ટનલ અગાઉ રોહતાંગ ટનલ તરીકે જાણીતી હતી, 25 ડિસેમ્બર 2019 (શ્રી વાજપેયીજીના જન્મદિવસ) થી  સરકાર દ્વારા સત્તાવાર નામ અટલ ટનલરાખવામાં આવ્યું.

- સમુદ્રની સપાટીના સ્તર (MSL)થી 3000 મીટર (10,000 ફુટ)ની ઊંચાઇએ વિશ્વની સૌથી લાંબી ટનલ છે.

- ટનલની લંબાઈ : 9.02 કિલોમીટર લાંબી

- ટનલનો આકાર : ક્રોસ-સેક્શન

- આ ટનલ મનાલી અને લાહૌલ-સ્પિતિ ખીણપ્રદેશને આખુ વર્ષ જોડશે.

- અગાઉ દર વર્ષે ભારે હિમવર્ષાના સમય દરમિયાન અંદાજે 6 મહિના માટે આ ખીણ પ્રદેશ વિખુટો રહેતો હતો.

- હિમાલયની ગિરીમાળાઓમાં પીર પાંજલ રેન્જમાં અતિ અદ્યતન વિશિષ્ટતાઓની મદદથી આ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

- આ ટનલના કારણે મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે અને અંદાજે 4થી 5 કલાકની મુસાફરીનો સમય બચશે.

- સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન, SCADA દ્વારા નિયંત્રિત ફાયર ફાઇટિંગ, ઇલ્યુમિનેશન અને મોનિટરિંગ સિસ્ટમ્સ સહિત શ્રેષ્ઠ ઇલેક્ટ્રો-મિકેનિકલ સિસ્ટમ્સનો ઉપયોગ.

- પ્રોજેક્ટની જાહેરાત તત્કાલિન વડા પ્રધાનશ્રી વાજપેયીજીએ 3 જૂન, 2000ના રોજ કરી હતી.

- 6 મે, 2002ના રોજ આ કામ BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન)ને સોંપવામાં આવ્યું હતું.

- 2005માં આ ટનલનું નિર્માણ કરવા માટે રૂપિયા 900 કરોડ ખર્ચનો અંદાજ હતો. પરંતુ વિલંબના કારણે  ખર્ચ ત્રણ ગણો રૂ. 3200 કરોડનો થયો.

> સંભવિત ફાયદા/લાભ :

- લેહ- લદાખના ખૂબ જ મોટા હિસ્સા માટે જીવાદોરી બનશે

- મનાલીથી કિલોંગ વચ્ચે 3-4 કલાકની મુસાફરીનું અંતર ઘટશે.

- ખેડૂતોને દિલ્હી તેમજ અન્ય બજારો સુધી સામગ્રી હેર-ફેરમાં સરળતા

- લાહૌલ ખીણ અને લદ્દાખના રહેવાસીઓના પર્યટન ક્ષેત્રે આજીવિકાને વેગ.

- સુરક્ષાદળોને નિયમિત પૂરવઠો પહોંચાડવામાં અને પેટ્રોલિંગમાં મદદ

 

સ્ત્રોત : 03 OCT 2020, PIB Delhi, GoI