ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (નિવારણ) બિલ–2020 : પરિચય

 


ચર્ચામાં શ માટે ?

Sept-2020માં ગુજરાત વિધાનસભાએ ચોમાસુ સત્ર દરમિયાન બહુમતીના આધારે ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (નિવારણ) બિલ, 2020 પસાર કર્યું.


મુખ્ય હેતુઓ :

> ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ પરિસ્થિતિ જળવાઇ રહે

> ગુંડાનાં કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડે

> અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે વૈધાનિક જોગવાઈ કરવી


કઈ કઈ બાબતો સામેલ ?

> કાયદાની જોગવાઇથી વિપરીત રીતે સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી

> માલિકી હક્કના ખોટા દાવા ઊભા કરવા કે તે સંદર્ભમાં બનાવટી દસ્તાવેજો ઊભા કરવા

> મહિલાઓના અનૈતિક વ્યાપાર સંદર્ભના ગુનાઓ

> બાળ રક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓ

> જુગાર પ્રતિબંધ હેઠળના ગુનાઓ

> સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવી તે માટે હિંસાનો આશ્રય લેવો,

> પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આતંક ફેલાવવો

> ખંડણીના ઇરાદાથી વ્યક્તિનું અપહરણ કરવું

> નાણાં ધીરનાર અધિનિયમ હેઠળ મુદ્દલ/વ્યાજની વસુલાત માટે શારીરિક હિંસા/ધમકી આપવી

> ગેરકાયદેસર રીતે પશુધનની હેરફેર કરવી

> શસ્ત્ર અધિનિયમનો ભંગ કરી શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન વેચાણ અને હેરફેરમાં સંડોવણી


સજા અને દંડની જોગવાઇ :

> કોઇ ગુંડો અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય અથવા તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતો હોય અથવા જાહેર વ્યવસ્થા જાળવવામાં કોઇપણ રીતે બાધક બને તેવી પ્રવૃત્તિઓ કરતો હોવાનું જણાય, ત્યારે તેને 7 વર્ષથી ઓછી નહિ અને 10 વર્ષ સુધીની કેદની અને 50 હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ.

> રાજ્યસેવક હોય તેવી કોઇ વ્યક્તિ ગુંડાને ગુનો કરવા પ્રેરિત કરે કે મદદ કરે અથવા ત્યારબાદ ગેરકાયદેસર રીતે કોઇ મદદ કરે કે સાથ આપે, કાયદાકીય પગલાં ન લે અથવા આ સંબંધમાં કોઇ કોર્ટ અથવા તેના ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવાનું ઇરાદાપૂર્વક ટાળે, તેને 3 વર્ષથી ઓછી નહિ પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ.

> આ સૂચિત કાયદા હેઠળ નોંધાયેલ ગુનામાં પોલીસ અધિકારીને મદદરૂપ થવા માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

> તપાસ દરમ્યાન યોગ્ય પુરાવા સંબંધે પણ જોગવાઇ.

> પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂકની જોગવાઈ.

> ગુંડા ધારા હેઠળ ગુનામાં જે સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પૂરેપૂરું રક્ષણ આપશે. સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે.

> મિલકતની જપ્તી અને મુક્તિના કેસોમાં ગુંડા દ્વારા મેળવવામાં આવેલી મિલકત કાર્યવાહીને પાત્ર હોય તેવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ટાંચમાં લઇ શકાશે અને જરૂર જણાયે આવી મિલકતના વહીવટકર્તાની પણ તેઓ નિમણૂક કરી શકશે.

> ગુનો કર્યા વિશેની માહિતી રેકર્ડ કરવા અંગે ગુનાઓની કોઇપણ માહિતી સંબંધિત રેન્જનો હવાલો ધરાવતા અથવા તો પોલીસ કમિશનરથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીની પૂર્વ મંજૂરી વગર રેકર્ડ થઇ શકશે નહીં. તેમજ સરકારની મંજૂરી વગર પ્રોસિક્યુશન પણ થઇ શકશે નહીં તેવી જોગવાઇ.

 

સ્ત્રોત : ગુજરાત માહિતી બ્યુરો, ગાંધીનગર


------------------------------------------------------ 

PDF VIEW/DOWNLOAD