ગ્લોબલ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2020 (By IMD)

મુખ્ય હાઇલાઇટ્સ

> તાજેતરમાં  સિંગાપુર યુનિવર્સિટી ફોર ટેકનોલોજી એન્ડ ડિઝાઇન (SUTD)ની સાથે મળીને ઇન્સ્ટીટયુટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સ્માર્ટ સિટી ઇન્ડેક્સ (SCI) 2020 પ્રકાશિત કરવામાં આવ્યો.

> એપ્રિલ અને મે 2020 માં 109 શહેરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 15 ઈન્ડીકેટર્સ સામેલ હતા.

> આરોગ્ય & સલામતી, ગતિશીલતા, પ્રવૃત્તિઓ, તકો અને શાસન - આ પાંચ મુખ્ય ક્ષેત્રોમાં તેમના શહેરની ટેકનોલોજીકલ જોગવાઈઓ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

> આ ઇન્ડેક્સ આર્થિક અને ટેકનનોલોજીકલ ડેટા તેમજ નાગરિકોના દ્રષ્ટિકોણ સંદર્ભે શહેરો કેટલા સ્માર્ટ છે તે દર્શાવે છે.

> આ વખતના રેન્કિંગમાં યુરોપના ઘણા દેશોના રેન્કિંગમાં ઘટાડો નોધાયો.

> IMD સ્માર્ટ સિટી ઓબ્ઝર્વેટરીના પ્રમુખ બ્રુનો લેન્વીને જણાવ્યું કે, "આ વર્ષનો સ્માર્ટ સિટી ઈન્ડેક્સ સૂચવે છે કે જે શહેરો ટેકનોલોજી, નેતૃત્વ અને 'રહેવાની અને સાથે કામ કરવાની મજબૂત સંસ્કૃતિ' ને જોડવામાં સક્ષમ થયા છે, તે આ કટોકટી (COVID-19)ના સૌથી નુકસાનકર્તા પ્રભાવો સામે સારી રીતે ટકી શકશે."

ટોચના ત્રણ દેશો :

(1) સિંગાપોર     (2) હેલસિન્કી     (૩) ઝ્યુરીચ

ભારતના 4 સામેલ શહેરોનો ક્રમ :

> હૈદરાબાદ: 85 (2019 માં 67 મો)

> નવી દિલ્હી: 86 (2019 માં 68 મો)

> મુંબઇ: 93 (2019 માં 78 મો)

> બેંગલુરુ: 95 (2019 માં 79 મો)

> ભારતનાં શહેરો (નવી દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગાલુરુ) માં આ વર્ષે ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

> ચારેય શહેરોમાં હવામાં પ્રદૂષણ નિયંત્રણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત જણાઈ છે.

> બેંગ્લોર અને મુંબઇમાં ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળી.


મહત્વના વન લાઈનર Q & A :

> ગ્લોબલ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ-2020 કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો? : ઇન્સ્ટીટયુટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD)

> ગ્લોબલ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમ મેળવનાર? : સિંગાપોર

> ગ્લોબલ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2020માં ભારતનું પ્રથમ ક્રમનું શહેર? : હૈદરાબાદ

> ગ્લોબલ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2020માં ભારતના કેટલા શહેરો સામેલ? : 4

> ગ્લોબલ સ્માર્ટ સિટી ઇન્ડેક્સમાં નવી દિલ્હીનો ક્રમ : 86

> IMD સ્માર્ટ સિટી ઓબ્ઝર્વેટરીના પ્રમુખ (2020) : બ્રુનો લેન્વીન

 

સંદર્ભ : https://www.imd.org/smart-city-observatory/smart-city-index/