ગ્રાહક ભાવ સૂચકાંક-ઔદ્યોગિક કામદાર (CPI-IW)


પૂર્વભૂમિકા :

> Oct.-2020માં, શ્રમ અને રોજગાર મંત્રાલયે પાયાના વર્ષ 2016 સાથે ઔદ્યોગિક કામદારનો ગ્રાહક ભાવસૂચકાંક (CPI-IW) માટે નવી શ્રેણી બહાર પાડી. જેમાં હાલનું પાયાનું વર્ષ 2001 છે, તેને બદલે હવેથી પાયાનું વર્ષ 2016 નક્કી કરવામાં આવ્યું.

> અગાઉ પણ પાયાનું વર્ષ (બેઝ યર) સુધારવામાં આવ્યું હતું : 1944 થી 1949, 1949 થી 1960; 1960 થી 1982 અને 1982 થી 2001.

> નવી શ્રેણી અત્યાર સુધીની સૌથી ઓછા (4 વર્ષથી ઓછા) સમયના ટૂંકા ગાળામાં પ્રકાશિત થઇ છે.

ઔદ્યોગિક કામદારનો ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW) શું છે?

> ઔદ્યોગિક કામદાર દ્વારા ચીજ-વસ્તુઓની થતી છુટક ખરીદીની કિંમતોનો પાયાના વર્ષની તુલનામાં ટકાવારી ફેરફાર દર્શાવતો સૂચક આંક (ઇન્ડેક્સ) એટલે ઔદ્યોગિક કામદારનો ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)

> ઔદ્યોગિક ક્ષેત્રોમાં કેન્દ્ર / રાજ્ય સરકારના કર્મચારીઓ અને કામદારોને ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે સૂચકાંક (પ્રાઈઝ ઇન્ડેક્સ) તૈયાર કરવામાં આવે છે.

> શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના લેબર બ્યુરો દ્વારા આંક તૈયાર કરવામાં આવે છે.

નવી શ્રેણી (પાયાનું વર્ષ 2016)ની મુખ્ય બાબતો :

> પાયાનું વર્ષ 2016 છે એટલે કે 2016 = 100

> નવીનતમ વપરાશ પેટર્નને આવરી લેવામાં આવી છે.

> નવી શ્રેણીમાં આરોગ્ય, શિક્ષણ, મનોરંજન અને અન્ય પરચુરણ ખર્ચને વધુ ભાર (વેઇટ/મહત્વ) આપવામાં આવ્યું છે , ખોરાક અને પીણાંનું ભાર ઘટાડવામાં આવ્યું છે.

> મકાન અને કપડા પાછળના ખર્ચનો ભાર 15.2% થી વધીને 17%

> શિક્ષણ અને આરોગ્ય જેવી પરચુરણ વસ્તુઓનો ભાર 23.26% થી વધીને 30.31%

> ખોરાક અને પીણાંનો ભાર 46.2% થી ઘટાડીને 39% કરવામાં આવ્યો છે.

> બજારોની સંખ્યા અને નમૂનાના કદ (સેમ્પલ સાઈઝ)માં વધારો કરવામાં આવ્યો : નમૂનાનું કદ (સેમ્પલ સાઈઝ)41040 પરિવારોથી વધારીને 48384. છૂટક ભાવ ડેટા એકત્રિત કરવા માટે પસંદ કરેલા બજારોની સંખ્યા 289 થી વધારીને 317.

> ઇન્ડેક્સ બાસ્કેટ વસ્તુઓ (સૂચકાંક વસ્તુ સમૂહ) ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો, 2001 શ્રેણીમાં 392 વસ્તુઓમાંથી 463 વસ્તુઓ

> 2001 શ્રેણીમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો 25 હતા, જયારે નવી શ્રેણીમાં 28 છે.

> 2001માં ગાણિતિક મધ્યકનો ઉપયોગ થતો હતો, જયારે નવી શ્રેણીમાં ભૌમિતિક સરેરાશ આધારિત પદ્ધતિ (GM of Price Relatives)નો ઉપયોગ

> લેબર બ્યુરો દર પાંચ વર્ષે ઇન્ડેક્સમાં સુધારો કરવા તરફ પણ કામ કરી રહ્યું છે.

સંભવિત અસર:

> નવી શ્રેણીની મોંઘવારી ભથ્થું (D.A.) પર તાત્કાલિક અસર નહીં પડે, કારણ કે સરકારે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન નાણાકીય પ્રભાવોને સરભર કરવા માટે જાન્યુઆરી 2020થી મોંઘવારી ભથ્થામાં દ્વિવાર્ષિક વધારાને સ્થિર કરી દીધો છે.

> જો કે, જૂન 2021માં D.A.ની ગણતરી પર બાબતની અસર થશે. (ફુગાવાના દર સાથે ગતિ રાખવા માટે દર મહિને D.A. સુધારવામાં આવે છે.)

> ભારતીય અર્થતંત્રના સમગ્રલક્ષી નિર્દેશકોને પ્રોત્સાહન મળશે.

> CPIની વૈશ્વિક તુલનામાં વધુ વાસ્તવિકતા આવશે.

> CPI વધુ વાસ્તવિક બનશે કારણ કે, નવી શ્રેણીનો વ્યાપ વધુ છે. વધુ ચીજ-વસ્તુઓ આવરી લેવામાં આવી છે, તેમજ પહેલા કરતા વધુ રાજ્યોને આવરી લેવાયા છે.

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) શું છે? ક્યા ક્યા પ્રકારો છે?

> ગ્રાહક દ્વારા ચીજ-વસ્તુઓની થતી છુટક ખરીદીની કિંમતોનો પાયાના વર્ષની તુલનામાં ટકાવારી ફેરફાર દર્શાવતો સૂચક આંક (ઇન્ડેક્સ) એટલે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)

> નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફીસ (NSO) ગ્રાહક ભાવ સૂચકાંક જાહેર કરે છે.

> તેમાં ચીજવસ્તુઓ અને સેવાઓ જેવી કે ખોરાક, તબીબી સંભાળ, શિક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેના ભાવના તફાવત ધ્યાને લેવામાં આવે છે.

> CPIના ઘણા પેટાજૂથો છે જેમાં ખોરાક અને પીણાં, બળતણ અને વીજળી, મકાન અને કપડાં, પથારી અને પગરખાં શામેલ છે.

> હાલમાં, ભારતમાં મુખ્યત્વે 5 ગ્રાહક ભાવ સૂચકાંકો છે, જેમાંથી ત્રણ વર્કિંગ ક્લાસ વિશિષ્ટ છે.

(1) ઔદ્યોગિક કામદારો (IW) માટેનો ભાવસૂચકઆંક

(2) કૃષિ શ્રમિકો માટેનો ભાવસૂચકઆંક (CPI- AL)

() ગ્રામીણ શ્રમિકો માટેનો ભાવસૂચકઆંક  (CPI- RL)

> ત્રણ સૂચકાંક શ્રમ અને રોજગાર મંત્રાલય અન્વયેના લેબર બ્યુરો દ્વારા સંકલિત કરવામાં આવે છે.

> કૃષિ શ્રમિકો (AL) ભાવસૂચકઆંક અને ગ્રામીણ (RL) ભાવસૂચકઆંકનો ઉપયોગ કૃષિ મજૂરો અને ગ્રામીણ અકુશળ કર્મચારીઓના લઘુતમ વેતનને નક્કી કરવા માટે થાય છે.

> CPI-AL / CPI- RLમાં પાયાનું વર્ષ 1986-87 છે. આમાં પણ લેબર બ્યુરો ઓગસ્ટ 2021 સુધીમાં સુધારણા કરે તેવી ધારણા છે.

અન્ય બે ગ્રાહક ભાવસૂચકઆંક : (1) ગ્રાહક ભાવસૂચકઆંક- શહેર (CPI-Urban) અને (2) ગ્રાહક ભાવસૂચકઆંક-ગ્રામીણ (CPI-Urban) છે બંને ભાવસૂચકઆંક આંકડા અને કાર્યક્રમના અમલીકરણ મંત્રાલય (MOSPI) અન્વયે રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO) દ્વારા સંકલિત કરવામાં આવે છે.

સમાપન :

> નવી શ્રેણીમાં થયેલા સુધારાઓ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તુલનાત્મક બનાવશે. તે ભારતીય અર્થવ્યવસ્થાના મેક્રો ઇકોનોમિક સૂચકાંકોના માપનમાં મદદ કરશે.

> આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ની ભલામણો મુજબ, સૂચકઆંક સમીક્ષા સમિતિ (IRC) અને રાષ્ટ્રીય આંકડાકીય કમિશન (NSC) ની કિંમત સૂચકાંક નંબરોનું પાયાનું વર્ષ સામાન્ય રીતે 10 વર્ષથી વધુ સમયે બદલવું જોઈએ.

મહત્વના વનલાઈનર Q&A :

> CPI-IWનું પૂરું નામ : ઔદ્યોગિક કામદારનો ગ્રાહક ભાવસૂચકાંક

> CPI-IW માટે નવી શ્રેણી આવી તેમાં પાયાનું વર્ષ : 2016

> CPI-IW ક્યાં વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે? : શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના લેબર બ્યુરો દ્વારા

> નવી શ્રેણીમાં ઇન્ડેક્સ બાસ્કેટ વસ્તુઓ (સૂચકાંક વસ્તુ સમૂહ) ની સંખ્યામાં શું ફેરફાર છે? : વસ્તુઓમાં વધારો કરવામાં આવ્યો, 392 માંથી 463 વસ્તુઓ

> નવી શ્રેણીમાં કેટલા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો આવરી લેવાયા?  : 28

> નવી શ્રેણીમાં ગણતરી માટે કઈ પદ્ધત્તિનો ઉપયોગ થાય છે? : ભૌમિતિક સરેરાશ આધારિત પદ્ધતિ (GM of Price Relatives)નો ઉપયોગ

> દેશમાં કઈ ઓફીસ ગ્રાહક ભાવ સૂચકાંક જાહેર કરે છે? : નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફીસ (NSO)

> CPI- AL શું છે? : કૃષિ શ્રમિકો માટેનો ભાવસૂચકઆંક

> CPI- RL શું છે? :  ગ્રામીણ શ્રમિકો માટેનો ભાવસૂચકઆંક

> આંકડા અને કાર્યક્રમના અમલીકરણ મંત્રાલય સાથે જોડાયેલ ભાવસૂચકઆંક? (1) ગ્રાહક ભાવસૂચકઆંક- શહેર (CPI-Urban) અને (2) ગ્રાહક ભાવસૂચકઆંક-ગ્રામીણ (CPI-Urban)

 

સંદર્ભ : PIB Delhi (22/10/2020) 

                -------------------------------------------------------------------------------------------------

                             DOWNLOAD PDF

                -------------------------------------------------------------------------------------------------