ગુજરાતની ખેતી : કિસાન સર્વોદય યોજના

 


મુખ્ય બાબતો :

> કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે (સવારે -૦૦ વાગ્યાથી રાત્રિના ૦૯-૦૦) વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

> યોજના હેઠળ રાજ્યના ૧૭.૨૫ લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે.

> પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૧૦૫૫ ગામડાઓને આવરી લેવાયા છે અને ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને યોજના હેઠળ આવરી લેવાનું આયોજન છે.

> રાજ્યમાં હાલ ૧૫૩ ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે.

> કિસાન સૂર્યોદય યોજના હેઠળ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ના અંતમાં ૧૭૫ ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે જેમાં ૧૦૦ ગીગાવોટ ( લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા ૭૫ ગીગાવોટ પવન ઊર્જાનો સમાવેશ છે.

> રાજય સરકાર દ્વારા બિન-પરંપરાગત ઊર્જા ઉત્પાદનને (પવન અને સૌર ઊર્જા) પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ જાહેર કરવામાં આવી છે.

> રાજ્યની હાલની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૩૧૨૮ મેગાવોટ છે જે આગામી વર્ષોમાં ૧૦૭૫૦ મેગાવોટ કરવાનું આયોજન છે.

> રાજયમાં હાલ ૧૭.૨૫ લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને ૧૫૩ જૂથોમાં વહેંચીને ૮૪૦૦ થી વધુ ૧૧ કેવી ના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

> જૂથોને ૨૪ કલાકમાં મહત્તમ કલાક થી ફેઝ વીજ પુરવઠો અને ૨૪ કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.

> જૂથોની એવી રીતે ફેરવણી કરવામાં આવે છે કે દરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રીના કલાકો દરમ્યાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમ્યાન વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે.

> માટે  જરુરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂા.૩૫૦૦ કરોડની જોગવાઇની કરાઈ છે.

> આગામી સમયમાં રુપિયા ૫૨૦  કરોડના ખર્ચે ૧૧ નવા ૨૨૦ કે. વી. સબસ્ટેશન, રુપિયા ૨૪૪૪.૯૪ કરોડના ખર્ચે ૨૫૪  નવી ૨૨૦ / ૧૩૨/ ૬૬  કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે.

સંભવિત અસરો :

> ખેડૂતોને લાભ

> દિવસે વીજળી મળતા ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે

> વીજળીની બચત થશે

> સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધશે

> દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે

 

સંદર્ભ : ગુજરાત માહિતી બ્યુરો (૨૦ ઓકટોબર-૨૦૨૦)

 *   *   *   *   *   *   *   *   *   *

DOWNLOAD PDF