વિશ્વની આર્થિક સ્વતંત્રતાનો રીપોર્ટ-2020

> ચર્ચામાં શા માટે ?

- કેનેડાની ફ્રેઝર ઇન્સ્ટિટ્યુટ દ્વારા તાજેતરમાં, વિશ્વની આર્થિક સ્વતંત્રતા (ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ) પરનો વાર્ષિક અહેવાલ-2020 બહાર પાડવામાં આવ્યો.

- આ રીપોર્ટ દેશોની નીતિઓ અને સંસ્થાઓની આર્થિક સ્વતંત્રતાની કક્ષાને માપે છે.

 - ભારતનો રીપોર્ટ ફ્રેઝર ઇન્સ્ટિટ્યુટ અને નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર સિવિલ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો.

> મુખ્ય હાઈલાઈટ્સ :

- 2020નું રેન્કિંગ્સ 2018ના ડેટા અને આંતરરાષ્ટ્રીય વેપાર પરના ઘણા નવા પ્રતિબંધો પર આધારિત છે.

- કુલ 162 દેશોને આવરી લેવામાં આવ્યા.

- તેમાં વ્યક્તિગત પસંદગી, સ્વૈચ્છિક વિનિમય, બજારોમાં પ્રવેશ કરવાની અને સ્પર્ધા કરવાની સ્વતંત્રતા અને વ્યક્તિ અને ખાનગી માલિકીની સંપત્તિની સુરક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

- સૂચકાંકો માટે બાવીસ ડેટા પોઇન્ટ્સનો ઉપયોગ થાય છે.

- પુરૂષો જેટલી આર્થિક સ્વતંત્રતા મહિલાઓને છે કે કેમ તેની કક્ષા માપવા માટે, લિંગ કાયદાકીય અધિકાર (Gender Legal Rights Adjustment)નો ઉપયોગ.

- આ ઇન્ડેક્સમાં પાછલા વર્ષ જેવું જ માળખું છે, જો કે, નવ ઘટકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

> ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020 રેન્કિંગ :

ક્રમ

દેશ

1

હોંગકોંગ

2

સિંગાપુર

3

ન્યૂઝીલેન્ડ

4

સ્વિટ્ઝર્લૅન્ડ

5

યુનાઈટેડ સ્ટેટ્સ

105

ભારત

124

ચીન

> ભારતનું પ્રદર્શન :

- વર્ષ 2019ના રિપોર્ટમાં ભારતનું સ્થાન 79માં ક્રમે હતું, જે હવે 105માં સ્થાને આવી ગયુ.

- ભારતમાં આર્થિક અને ઔદ્યોગિક સ્થિતિ પહેલાની સરખામણીએ નબળી બની છે, એટલે કે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સ્વતંત્રતા ઓછી થઇ છે.

- ભારતમાં વૈશ્વિક સ્તરે વેપારની સ્વતંત્રતા, ફાયનાન્સ, મજૂરી અને વ્યવસ્યાય રેગ્યુલેશન જેવા પરીક્ષણોમાં ભારતની સ્થિતિ ખરાબ છે. જેની સીધી અસર ઇન્ડેક્સમાં જોવા મળી રહી.

- ગત વર્ષે સરકારના આકાર, ન્યાયિક પ્રણાલી અને સંપત્તિના અધિકાર, વૈશ્વિક સ્તરે વેપારની સ્વતંત્રતા, નાણાંકીય સ્થિતિ, મજૂરી અને વ્યવસાયના રેગ્યુલેશન જેવી કસોટીઓમાં ભારતનું પ્રદર્શન નબળું રહ્યું.

> સૌથી નીચા આંક ધરાવતા દેશો :

- આફ્રિકન રિપબ્લિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઝિમ્બાબ્વે, અલ્જેરિયા, ઈરાન, એન્ગોલા, લિબિયા, સુદાન અને વેનેઝુએલા

> આર્થિક સ્વતંત્રતાની કક્ષા માપવાના માપદંડો :

(1) સરકારનું કદ

(2) કાનૂની સિસ્ટમ અને સંપત્તિ હકો

(૩) સાઉન્ડ મની

(4) આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરવાની સ્વતંત્રતા

(5) નિયમન

> અન્ય  :

- ફ્રેઝર સંસ્થાના અધ્યક્ષ: પીટર બ્રાઉન

- ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક: Vancouver, Canada

- સેન્ટર ફોર સિવિલ સોસાયટીના પ્રમુખ: પાર્થા જે. શાહ

- સિવિલ સોસાયટીના મુખ્ય મથક માટેનું કેન્દ્ર: નવી દિલ્હી


ભારતના રેન્કિંગની વધુ વિગત (English) 


Source: Economic Freedom of the World Report-2020


View/Download PDF