સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કીંગ-2019

> પૂર્વભૂમિકા :

- ઔદ્યોગિક અને આંતરિક વેપારના સંવર્ધન માટેના વિભાગ (DPIIT)એ સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ એક્સરસાઇઝની બીજી આવૃત્તિ જાહેર કરી.

- આમાં કુલ 22 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ થયા.

- મૂલ્યાંકન સમિતિઓમાં સ્વતંત્ર નિષ્ણાતો સામેલ હતા, જેમણે વિવિધ માપદંડો પર પ્રતિભાવોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું.

> ઉદ્દેશ :

- રાજ્યો અને કેન્દ્રશાસિતો પ્રદેશો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેઓ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સુધારવા સક્રિયપણે કામ કરે.

> સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક 2019 શું છે ? :

- તે રાજ્યોને સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ ક્રમ આપવાનું માળખાગત કાર્ય છે.

- તેમાં 7 વિસ્તૃત ક્ષેત્રો અને 30 માપદંડો (પેરામીટર્સ) સામેલ છે, જેમાં સંસ્થાગત મદદ, નીતિનિયમોની સરળતા, વેન્ચર ફંડિંગ સપોર્ટ, જાગૃતિ અને પહોંચ વગેરે સામેલ છે.

-  તેમાં 65000થી વધુ કોલ્સ દ્વારા 11થી વધુ ભાષાઓમાં લાભાર્થીઓના ફીડબેક મેળવવામાં આવ્યા.

> રેન્કિંગ આપવાની પ્રક્રિયા :

- રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે જૂથોમાં વહેંચવામાં આવ્યાં છે.

- દિલ્હી સિવાયના કેન્દ્રશાસિત પ્રદેશો અને આસામ સિવાયના તમામ પૂર્વોત્તર રાજ્યોને કેટેગરી ‘Y’માં સામેલ કરવામાં આવ્યાં. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને કેટેગરી ‘X’માં સામેલ કરવામાં આવ્યાં.

- રાજ્યોને 5 કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં : (1) શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો, (2) સારી કામગીરી કરનાર રાજ્યો, (3) ટોચના રાજ્યો, (4) આકાંક્ષી રાજ્યો અને (5) સ્ટાર્ટઅપ માટે ઇકોસિસ્ટમ વિકસાવતાં રાજ્યો.

- દરેક કેટેગરીમાં રાજ્યોને આલ્ફાબેટ પ્રમાણે સ્થાન આપવામાં આવ્યું છે.

- સ્ટાર્ટઅપને ટેકો આપવામાં વિવિધ રાજ્યોએ અપનાવેલ કોમ્પેન્ડિયમ ઓફ ગૂડ પ્રેક્ટિસએટલે કે સારી પદ્ધતિઓનું સંકલનજાહેર થયું હતું. એમાં 166 સારી પદ્ધતિઓની ઓળખ કરવામાં આવી.

> સ્ટાર્ટઅપ રેન્કિંગમાં રાજ્યોના ક્રમના પરિણામો (વર્ષ-2019ના આધારે)

કેટેગરી ‘X’

(1) શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય : ગુજરાત

(2) સારી કામગીરી કરનાર રાજ્યો : કર્ણાટક, કેરળ

(3) ટોચના રાજ્યો : બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન

(4) આકાંક્ષી રાજ્યો : હરિયાણા, ઝારખંડ, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ

(5) સ્ટાર્ટઅપની વિકસતી ઇકોસિસ્ટમ ધરાવતા રાજ્યો : આંધ્રપ્રદેશ, અસમ, છત્તિસગઢ, દિલ્હી, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ

 કેટેગરી ‘Y’  [ 7 સુધારાના ક્ષેત્રોમાં ટોચના (લીડર)રાજ્યો ]

- સંસ્થાગત અગ્રેસર રાજ્યો : કર્ણાટક, કેરળ, ઓડિશા

- નિયમનકારી પરિવર્તન કરવામાં ટોચના રાજ્યો : કર્ણાટક, કેરળ, ઓડિશા, ઉત્તરાખંડ

- ખરીદીમાં ટોચના રાજ્યો : કર્ણાટક, કેરળ, તેલંગાણા

- ઇન્ક્યુબેશન કેન્દ્રોમાં ટોચના રાજ્યો : ગુજરાત, કર્ણાટક, કેરળ

- સીડિંગ ઇનોવેશન લીડર (ઇનોવેશનનાં વિચારોમાં ટોચના રાજ્યો) : બિહાર, કેરળ, મહારાષ્ટ્ર

- ઇનોવેશનને વેગ આપનાર ટોચના રાજ્યો : ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન

- જાગૃતિ અને પહોંચમાં ટોચના રાજ્યો : ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન

> ગુજરાતનું પ્રદર્શન :

- રાજયોના સ્ટાર્ટઅપ રેન્કીંગ-2019માં ગુજરાતે સતત બીજા વર્ષે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.

- ગુજરાત ઊદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પસંદગીનું રાજ્ય બન્યું છે.

- ગુજરાતે યુવા વિદ્યાર્થીઓના નવા સંશોધનોને વેગ આપવા ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી’ (SSIP) પણ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે.

- ગુજરાને 2017માં ‘‘પ્રાઇમીનીસ્ટર્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન પબ્લીક એડમીનીસ્ટ્રેશન’’ મળેલ છે.

- સ્ટાર્ટઅપ ઇન્ડીયા પ્રોગ્રામના સફળ અમલીકરણ માટે 2018નો બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકેનો એવોર્ડ પણ ગુજરાતે હાંસલ કર્યો હતો.

- ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્કીમ ફોર આસીસ્ટન્સ ફોર સ્ટાર્ટઅપ-ઇનોવેશન અન્વયે 1500 કરતા વધુ સ્ટાર્ટઅપ નોંધાયેલા છે અને રૂ. 30 કરોડ કરતા વધુ રકમની નાણાં સહાય 260 થી વધુ સ્ટાર્ટઅપને આપવામાં આવેલી છે.

- રાજ્યમાં આઇ.ટી અને આઇ.ટી.ઇ.એસ સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ 25 થી વધુ સ્ટાર્ટઅપ અને 6 ઇન્કયુબેટર્સને રૂ. 2 કરોડ જેટલી નાણાં સહાય અપાઇ છે.

- સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) માં 130 થી વધુ યુનિવર્સિટી, કોલેજો અને 800 સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને સરકારે મદદ કરી છે.

Source:   (1) PIB Delhi (Sept.-2020), GoI  (2) The Department of Information, GoG


View/Download PDF