NITI આયોગ અને 'બહુપરીમાણીય ગરીબી સૂચકાંક'

> ચર્ચામાં કેમ?

- વૈશ્વિક બહુપરીમાણીય ગરીબી સૂચકાંક (MPI)ની દેખરેખ રાખવા નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય માળખું નક્કી કરવામાં આવી રહ્યું છે.

- નીતી આયોગ એ ભારતમાં MPI પર નજર રાખવા માટેની નોડલ એજન્સી છે.

> મુખ્ય મુદ્દાઓ :

- વૈશ્વિક ગરીબી સૂચકાંક, એ ભારત સરકાર દ્વારા પસંદ કરેલા 29 વૈશ્વિક સૂચકાંકોમાંથી એક છે જેને ‘સુધારણા અને વિકાસ માટે વૈશ્વિક સૂચકાંક’ (GIRG) તરીકે ઓળખાય છે.

- GIRGમાં સમાવિષ્ટ સૂચકાંકો મહત્વપૂર્ણ સામાજિક અને આર્થિક સૂચકાંકોના આધારે ભારતના પ્રદર્શનને માપવામાં અને તેનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. 

> વૈશ્વિક બહુપરીમાણીય ગરીબી સૂચકાંક (MPI):

- વૈશ્વિક 'બહુપરીમાણીય ગરીબી સૂચકાંક' 107 વિકાસશીલ દેશોમાં બહુ-પરિમાણીય ગરીબીને માપવાની આંતરરાષ્ટ્રીય પદ્ધત્તિ છે.

- આ ખ્યાલનો વિકાસ વર્ષ 2010માં 'ઓક્સફોર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ' (OPHI) અને 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ' (UNDP) દ્વારા કરવામાં આવ્યો હતો.

- સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ પર 'ઉચ્ચ-સ્તરીય રાજકીય ફોરમ' (HLPF)માં દર વર્ષે જુલાઈમાં આ આંક રજૂ થાય છે.

> નીતિ આયોગ દ્વારા MPI મોનિટરિંગ ફ્રેમવર્ક તરફનાં પગલાં:


> 'બહુપરીમાણીય ગરીબી સૂચકાંક સંકલન સમિતિ:

- નીતિ આયોગ દ્વારા MPI પર નજર રાખવા માટે 'બહુપરીમાણીય ગરીબી ઇન્ડેક્સ કોઓર્ડિનેશન કમિટી' (MPICC) ની રચના કરવામાં આવી છે.

- આ સમિતિમાં વિજળી, દૂરસંચાર, ખાદ્ય અને જાહેર વિતરણ, પીવાનું પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આવાસ અને શહેરી બાબતો, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ જેવા મંત્રાલયો અને વિભાગોના સભ્યો સામેલ છે. આ મંત્રાલયો / વિભાગોની પસંદગી MPIમાં સામેલ 10 સૂચકાંકોના આધારે કરવામાં આવી છે.

- મંત્રાલયો / વિભાગોના સભ્યો ઉપરાંત, 'ઓક્સફોર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ' (OPHI) અને 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ' (UNDP)ના નિષ્ણાંતો પણ સમિતિને ટેકનીકલ મદદ કરશે.

> રાષ્ટ્રીય MPI અને પરિમાણ (પેરામીટર) ડેશબોર્ડ :

- રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો રેન્ક તૈયાર કરવા માટે NITI આયોગ દ્વારા 'રાષ્ટ્રીય બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક' તૈયાર કરવામાં આવી રહ્યો છે.

- ગરીબી સૂચકાંક કામગીરી પર દેખ-રેખ રાખવા માટે MPI પેરામીટર ડેશબોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

- આ ડેશબોર્ડ પાંચ બેંચમાર્કના આધારે રાજ્યોની પ્રગતિનું મૂલ્યાંકન કરશે.

- MPIના પરિમાણો (શિક્ષણ, આરોગ્ય, જીવનધોરણ);

- MPIના સૂચક (10 સૂચકાંકો);

- પેટા સૂચકાંકો (દરેક સૂચકાંકમાં 13 પેટા સૂચકાંકો),

- બેઝલાઈન ['નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4  (NFHS-4) પર આધારિત]

- રાજ્યોની વર્તમાન સ્થિતિ (સૂચકાંકોના તાજેતરના સર્વેના આધારે)

> રાજ્ય સુધારણા ક્રિયા યોજના (SRAP):

- રાજ્યોમાં જરૂરી સુધારાઓ લાગુ કરવા માટે 'સ્ટેટ રિફોર્મ એક્શન પ્લાન' લાગુ કરવામાં આવશે. તેના અમલ માટે નીચેના તબક્કાવાર પગલા લેવામાં આવશે:

- MPI સૂચકાંકોને પેટા સૂચકાંકોમાં વહેંચવામાં આવશે.

- સૂચકાંકોથી સંબંધિત યોજનાઓની કામગીરીનું માપન.

- સંબંધિત યોજનાને અમલમાં મૂકતા મંત્રાલય / વિભાગની ઓળખ.

- વિવિધ મંત્રાલયો, રાજ્યો અને અન્ય હોદ્દેદારોની સલાહ.

- લક્ષ્યો અને સમયમર્યાદા સેટ કરવી.

- ઉચ્ચ, મધ્યમ અને નીચી પસંદગીઓનું નિર્ધારણ.

> રાષ્ટ્રીય MPI મોનિટરિંગ ફ્રેમવર્કનું મહત્વ:

- નીતિ આયોગનું રાષ્ટ્રીય MPI મોનિટરિંગ ફ્રેમવર્ક ‘સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ-૧’ (SDG-1) ને અનુરૂપ છે, જે તેના તમામ સ્વરૂપોમાં દરેક જગ્યાએ ગરીબી નાબૂદ કરવા પર ભાર મૂકે છે.

- વિશ્વ બેંકની ગરીબી રેખાના ખ્યાલ કરતા MPI એ વધુ વ્યાપક અભિગમ છે, જે 'સામાજિક માળખાગત' પર ખર્ચ વધારવાની ભારતની જરૂરિયાત સાથે સુસંગત છે.

- MPI સ્પર્ધાત્મક સંઘવાદને પ્રોત્સાહન આપશે.

> MPI વર્ષ-2020માં ભારત અને પડોશી દેશોનું પ્રદર્શન:

NFHS-4 (2015/16) ડેટાના આધારે MPI સ્કોર 0.123 અને 27.91% હેડકાઉન્ટ રેશિયો સાથે 107 દેશોમાં ભારત 62 મું છે.

આ સૂચકાંકમાં શ્રીલંકા (25), ભુતાન (68), નેપાળ (65), બાંગ્લાદેશ (58), ચીન (30), મ્યાનમાર (69) અને પાકિસ્તાન (73) ક્રમે છે.

> નિષ્કર્ષ:

'બહુપરીમાણીય ગરીબી' નક્કી કરવામાં આવક એકમાત્ર સૂચક નથી, પરંતુ નબળું સ્વાસ્થ્ય, કામની નબળી ગુણવત્તા વગેરે જેવા અન્ય સૂચકાંકો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી MPIનું વધુ સારું નિરીક્ષણ એ રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.


સ્ત્રોત : Press Information Bureau, Delhi, GOI (Sept-2020)


Download/View PDF