>> ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વિશે :
> તે અર્થતંત્રની નવીનતા (ઈનોવેશન) ની કામગીરીને દર્શાવતો આંક છે.
> હાલ (Sept. 2020)માં 13મી આવૃત્તિ પ્રકાશિત.
> કુલ 131 દેશો સામેલ.
> અમેરિકાની એજન્સી World Intellectual Property Organization (WIPO) અને Cornell University, INSEAD દ્વારા પ્રકાશિત.
> આ વખતની થીમ : Who Will Finance Innovation?
> રેન્કિંગ કઈ રીતે ? વિવિધ 80માપદંડોના આધારે (દા.ત. રીસર્ચ & ડેવલપમેન્ટ મૂડીરોકાણ, આંતરરાષ્ટ્રીય પેટન્ટ અને ટ્રેડમાર્ક એપ્લીકેશન્સ)
> વૈશ્વિક વલણ શું રહ્યું છે? ટોપ રેન્કિંગમાં એકંદરે સ્થિરતા છે. જો કે પૂર્વના દેશો (દા.ત. ચીન, ભારત, ફિલીપીન્સ, વિયેતનામ વગેરે)માં નવીનીકરણ વધી રહ્યું છે
> પ્રથમ સ્વિટ્ઝર્લેન્ડ.
> સ્વિડન અને અમેરિકાએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ જાળવી રાખ્યો.
>> ભારતનું પ્રદર્શન :
> ભારત 48માં ક્રમે.
> પ્રથમ વખત આ ઇન્ડેક્સમાં ભારત ટોપ-50માં સામેલ થયું.
> 2016માં 66, 2017માં 60, 2018માં 57 અને 2019માં 52 ક્રમ.
> છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્તરોત્તર ભારતનો ઈનોવેશન ઇન્ડેક્સ સુધર્યો.
> 48મા ક્રમ સાથે ભારત મધ્ય અને દક્ષિણ એશિયામાં પ્રથમ સ્થાને.
> ભારત વિશ્વની ત્રીજી સૌથી ઇનોવેટીવ મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થા.
> IT સેવાઓ નિકાસ, સરકારી ઓનલાઇન સેવાઓ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં સ્નાતકો તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહક વૈશ્વિક કંપનીઓ જેવા સૂચકાંકોમાં ભારત ટોપ 15માં સામેલ.
> બોમ્બે અને દિલ્હીમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) અને બેન્ગલુરુમાં ભારતીય વિજ્ઞાન સંસ્થા, અને તેના ટોચનાં વૈજ્ઞાનિક પ્રકાશનોની મહત્વની ભૂમિકા.
> ઇલેક્ટ્રિક વાહનો, બાયો ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, અવકાશ અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો જેવા જુદા જુદા ક્ષેત્રોમાં નીતિ આયોગની આગવી ભૂમિકા.