નિકાસ સજ્જતા સૂચકાંક-2020 (By NITI આયોગ)

પૂર્વભૂમિકા :
  • ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ (સ્પર્ધાત્મકતા સંસ્થા) સાથે ભાગીદારીમાં નીતિ આયોગે (Aug-2020માં) એક્ષ્પોર્ટ પ્રીપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI – નિકાસ સજ્જતા સૂચકાંક) અહેવાલ બહાર પાડ્યો. 
  • ભારતીય રાજ્યોની નિકાસ કરવાની સજ્જતા અને કામગીરી ચકાસવા માટે પહેલી વખત આ સૂચકાંક તૈયાર કરવામાં આવેલ છે. 
ઉદ્દેશ : 
  • પડકારો અને તકોને ઓળખવા 
  • સરકારી નીતિઓની અસરકારકતા વધારવી
  • નિયમનકારી માળખાને વધારે સુવિધાજનક બનાવવા પ્રોત્સાહનઆપવું
મુખ્ય 4 આધારસ્તંભ  : 
  • (1) નીતિ (2) વ્યવસાયની ઇકોસિસ્ટમ (૩) નિકાસની ઇકોસિસ્ટમ (4) નિકાસની કામગીરી. 
11 પેટા આધારસ્તંભો : 
  • નિકાસ સંવર્ધન નીતિ; સંસ્થાકીય માળખું; વેપારવાણિજ્યનું વાતાવરણ; માળખાગત સુવિધા; પરિવહન માધ્યમો થકી જોડાણ; ધિરાણની સુલભતા; નિકાસલક્ષી માળખાગત સુવિધા; વેપારને પ્રોત્સાહન; સંશોધન અને વિકાસનું માળખું; નિકાસમાં વૈવિધ્યકરણ અને વૃદ્ધિલક્ષી અભિગમ.
દરિયાકિનારો ધરાવતા રાજ્યો :
  • દરિયાકિનારો ધરાવતા મોટા ભાગના રાજ્યોએ નિકાસમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ ટોચનાં ત્રણ સ્થાન ધરાવે છે. દરિયાકિનારાનો લાભ ધરાવતા આઠમાંથી છ રાજ્યો ટોચના 10માં સ્થાન ધરાવે છે, જે આ રાજ્યો નિકાસ વધારવા મજબૂત અને સુવિધાજનક પરિબળો ધરાવતા હોવાનો સંકેત આપે છે. 
જમીનની સરહદ ધરાવતા રાજ્યો : 
  • ચારે બાજુ જમીનની સરહદ ધરાવતા રાજ્યોમાં રાજસ્થાને સૌથી સારી કામગીરી કરી છે અને એના પછી તેલંગાણા અને હરિયાણા છે. 
હિમાલયની પર્વતમાળાના રાજ્યો :
  • હિમાલયની પર્વતમાળાના રાજ્યોમાં ઉત્તરાખંડે સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી છે અને પછી ત્રિપુરા અને હિમાચલપ્રદેશ સ્થાન ધરાવે છે. 
કેન્દ્રશાસિત પ્રદેશો :
  • કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીએ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને એના પછી ગોવા અને ચંદીગઢ છે.
સ્વદેશી ઉત્પાદનો :
  • વૃદ્ધિલક્ષી અભિગમ ધરાવતા પેટા આધારસ્તંભો અંતર્ગત પૂર્વોત્તરના ઘણા રાજ્યો તેમના સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરીને નિકાસ વધારી શક્યાં હતાં. આ દર્શાવે છે કે, આ પ્રકારના સ્વદેશી ઉત્પાદનો (જેમ કે મરીમસાલા)ના વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાથી નિકાસમાં વધારો થઈ શકે છે અને સાથે-સાથે આ રાજ્યોમાં ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે.
ગુજરાતની સ્થિતિ :
  • દેશની કુલ નિકાસમાં 20 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત નિકાસ સજ્જતા સૂચક આંકમાં પ્રથમ રહ્યું.  ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇંડેક્સના આધારે નીતિ આયોગે તમામ રાજ્યો માટે એક્ષ્પોર્ટ પ્રિપ્રેડનેસ ઇન્ડેક્ષ 2020 તૈયાર કર્યો છે જેમાં ગુજરાતને ટોચનું સ્થાન એનાયત થયું છે. એક્ષ્પોર્ટ પ્રિપ્રેડનેસ ઇન્ડેક્ષ તૈયાર કરવા માટે 50 પેરામીટર નક્કી કરાયા હતા તે તમામમાં ગુજરાત પ્રથમ રહ્યું છે.  
નિકાસના પડકારો : 
  • નિકાસ માટેની માળખાગત સુવિધાઓમાં પ્રદેશો વચ્ચે અને પ્રદેશોની અંદર અસમાનતા; 
  • વેપારવાણિજ્યને નબળો સાથસહકાર અને રાજ્યો વચ્ચે વૃદ્ધિલક્ષી અભિગમનો અભાવ; 
  • જટિલ અને વિશિષ્ટ નિકાસને પ્રોત્સાહન આપવા સંશોધન અને વિકાસનું નબળું માળખું.
નિકાસો વધારવાના મુખ્ય ઉપાયો
  • નિકાસની માળખાગત સુવિધા સંયુક્તપણે વિકસાવવી
  • ઉદ્યોગ અને શૈક્ષણિક જગત વચ્ચેનું જોડાણ મજબૂત કરવું 
  • આર્થિક સંબંધો વિકસાવવા માટે રાજ્ય સ્તરે વ્યવસ્થાઓ ઊભી કરવી
  • સ્થાનિક ઉત્પાદનો માટે નવી ડિઝાઇનો અને ધારાધોરણો સ્થાપિત કરવા
ગણતરીની પદ્ધતિ :
  • નિકાસ સજ્જતા સૂચકાંક (EPI) 2020નું અંતિમ માળખું રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તથા નિકાસ-આયાત બેંક, IIFT અને DGCIS જેવી સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિભાવો પર આધારિત રહ્યું. 
  • આ માટે આંકડા મુખ્યત્વે રાજ્ય સરકારોએ પૂરાં પાડ્યાં. કેટલાંક માપદંડો માટે RBI, DGCIS અને કેન્દ્ર સરકારના મંત્રાલયોની સલાહ લેવામાં આવી હતી.
સમાપન :
  • મોટા ભાગના ભારતીય રાજ્યો નિકાસની વિવિધતા, પરિવહન માધ્યમો થકી જોડાણ અને માળખાગત સુવિધાના પેટા આધારસ્તંભોમાં સરેરાશ સારી કામગીરી કરી રહ્યાં છે. આ ત્રણ પેટા આધારસ્તંભોમાં ભારતીય રાજ્યોનો સરેરાશ સ્કોર 50 ટકાથી વધારે રહ્યો. જોકે ભારતીય રાજ્યોએ નિકાસ સંબંધિત સ્પર્ધાત્મકતા સુધારવા અન્ય મુખ્ય માપદંડો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

સ્ત્રોત : PIB Ahmedabad, 26/08/2020

-------------------------------------------------------

PDF VIEW/DOWNLOAD