સ્વચ્છ સર્વેક્ષણ- 2020


પૂર્વભૂમિકા :

  • વડાપ્રધાનશ્રીએ 20/08/2020ના રોજ ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યા.
  • સ્વચ્છતા સર્વેક્ષણ-2020ના ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે.
  • ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે.
  • વારાણસીને ગંગા નદીના કાંઠે સ્વચ્છ શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
  • એકંદર કામગીરીની દ્રષ્ટિએ 100 થી ઓછી ULB (શહેરી સ્થાનિક સંસ્થાઓ- નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે) સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્યોની યાદીમાં ઝારખંડ ટોચ પર રહ્યું.
  • છત્તીસગઢને 100થી વધુ ULB સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યનો એવોર્ડ મળ્યો છે.

ટોપ 15  શહેરી સ્થાનિક સંસ્થાઓ (1 લાખથી વધુ વસ્તી)નું રેન્કિંગ

ક્રમ

રાજ્ય

શહેર

સ્કોર

1

મધ્યપ્રદેશ

ઇન્દોર

5647.56

2

ગુજરાત

સુરત

5519.59

3

મહારાષ્ટ્ર

નવી મુંબઈ

5467.89

4

છત્તીસગ.

અંબિકાપુર

5428.31

5

કર્ણાટક

મૈસુર

5298.61

6

આંધ્રપ્રદેશ

વિજયવાડા

5270.32

7

ગુજરાત

અમદાવાદ

5207.13

8

દિલ્હી

નવી દિલ્હી (NDMC)

5193.27

9

મહારાષ્ટ્ર

ચંદ્રપુર

5178.93

10

મધ્યપ્રદેશ

ખારગોન

5158.36

11

ગુજરાત

રાજકોટ

5157.36

12

આંધ્રપ્રદેશ

તિરૂપતિ

5142.76

13

ઝારખંડ

જમશેદપુર

5133.20

14

મધ્યપ્રદેશ

ભોપાલ

5066.31

15

ગુજરાત

ગાંધીનગર

5056.72

 

ટોપ 10 શહેરો (10 લાખથી વધુ વસ્તી)

ક્રમ

શહેરનું નામ

સ્કોર

1

ઇન્દોર

5647.56

2

સુરત

5519.59

3

નવી મુંબઈ

5467.89

4

વિજયવાડા

5270.32

5

અમદાવાદ

5207.13

6

રાજકોટ

5157.36

7

ભોપાલ

5066.31

8

ચંદીગઢ

4970.07

9

GVMC વિશાખાપટ્ટનમ

4918.44

10

વડોદરા

4870.34

 

ગુજરાતની સ્થિતિ :

  • સમગ્ર દેશમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ 5માં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10 ક્રમે રહ્યું.
  • વર્ષ 2019માં અમદાવાદ 6 ક્રમે અમદાવાદ, રાજકોટ 9માં ક્રમે, સુરત 14માં ક્રમે અને વડોદરા 79 ક્રમે હતું.
  • અમદાવાદ એક રેન્કની, સુરતે 12 રેન્કની, રાજકોટે 3 રેન્કની જ્યારે વડોદરા 69 રેન્કની સૌથી મોટી છલાંગ લગાવી ટોપ 10માં પહોંચી ગયું.
  • 10 લાખથી ઓછી વસ્તીમાં ગાંધીનગર 8માં ક્રમે રહ્યું. વર્ષ 2019માં તે 3757 સ્કોર સાથે 22માં સ્થાને હતું.
  • આ કેટેગરીમાં જામનગર 27માં ક્રમે રહ્યું જે ગત વર્ષે 80માં ક્રમ પર હતું.

2016 થી શરૂ કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણની 2019 સુધીના ચાર વર્ષની સ્થિતિ

2016  (73 શહેર) :

પ્રથમ રેન્ક મૈસુર, બીજુ ચંદીગઢ, ત્રીજુ તીરૂચિરાપલ્લી

સુરત છઠ્ઠા ક્રમે આવ્યું હતું. 7માં ક્રમે રાજકોટ, 13માં ક્રમે વડોદરા, 14માં ક્રમે અમદાવાદ.

2017  (434 શહેર) :

પહેલા નંબરે ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ વિશાખાપટ્ટનમ અને ચોથા ક્રમે સુરત આવ્યું હતું,

10માં ક્રમે વડોદરા, 14માં ક્રમે અમદાવાદ, 18માં ક્રમે રાજકોટ.

2018  (4203 શહેર) :

તેમાં (1 લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં 100 શહેર વચ્ચે) પહેલું ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ ચંદિગઢ, 12 અમદાવાદ, 14 સુરત, 35 રાજકોટ, 44 વડોદરા

2019  (4203 શહેર) :

તેમાં (1 લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં 100 શહેર વચ્ચે) પહેલું ઈન્દોર, બીજુ અંબિકાપુર, ત્રીજુ મૈસુર, 6ઠ્ઠા ક્રમે અમદાવાદ, 9માં ક્રમે રાજકોટ, 14માં ક્રમે સુરત અને વડોદરા 79 ક્રમે રહ્યું હતું.


સ્વચ્છ સર્વેક્ષણ-2020ની મુખ્ય ખાસિયત :

  • વિશ્વનો સૌથી મોટો સફાઇ સર્વે
  • 4242 શહેરો આવરી લેવામાં આવ્યા
  • 28 દિવસનો સમયગાળો
  • 5 લાખથી વધુ ULB (શહેરી સ્થાનિક સંસ્થાઓ)ના દસ્તાવેજ/પુરાવા એકત્રિત
  • 24 લાખથી વધુ જીઓટેગ ફોટાઓ ક્ષેત્રમાંથી કબજે કર્યા
  • 1.9 કરોડ નાગરિક ફીડબેક (પ્રતિભાવ) એકત્રિત
  • સંપૂર્ણ ડિજિટાઇઝ્ડ અને પેપરલેસ સર્વે

 સંદર્ભ : Ministry of Housing and Urban Affairs (MoHUA), Government of India (https://www.swachhsurvekshan2020.org)

--------------------------------------------------------------

VIEW/DOWNLOAD PDF