ટેકનોલોજી અને શિક્ષણની તાજેતરની પહેલ
રિક એશબી (1967) દ્વારા શિક્ષણમાં ચાર ક્રાંતિ નોંધવામાં આવી (1) શિક્ષણ કાર્ય (2) લેખિત શબ્દો  (3) છાપકામ અને (4) પુસ્તકોનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન (વાંચન અને લેખન) ક્રાંતિ. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ અને શિક્ષણમાં ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ એ શિક્ષણમાં આવેલી અદ્યતન ક્રાંતિ છે.


શિક્ષણ ક્ષેત્રમાં થયેલા તાજેતરના સુધારા (પહેલ) : 

દીક્ષા એપ, સ્વયંપ્રભા, સ્વયમ્ (SWAYAM), ઈ-પાઠશાળા પોર્ટલ


દીક્ષા એપ :

 • દીક્ષા (DIKSHA) એપ 2017માં શરૂ થઈ હતી. 
 • સમગ્ર દેશ માટે એક દીક્ષા પ્લેટફોર્મ છે. 
 • શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તે એક કસ્ટમાઇઝ પ્લેટફોર્મ છે 
 • તેનો ઉપયોગ હાલમાં દેશભરના શિક્ષકો (સરકારી અને ખાનગી સંસ્થાઓ બંને દ્વારા) તમામ ધોરણો માટે વિદ્યાર્થીઓને અનેક ખ્યાલો શીખવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે.  
 • વપરાશકર્તાની સરળ સમજણ માટે પોર્ટલ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે.
 • તેના મુખ્ય સાત કાર્યક્ષેત્ર જોવા મળે છે (1) શિક્ષકની પ્રોફાઇલ અને નોંધણી નંબર (2) શીખવા અને શીખવવાની સામગ્રી (3) સામગ્રી નિર્માણ મંચની (4) શિક્ષક વ્યવસાયિક (5) શાળાકીય નેતૃત્વનો વિકાસ (6) મૂલ્યાંકન અને (7) નવીનીકરણ અને નવીન શિક્ષણશાસ્ત્ર

સ્વયંપ્રભા :

 • 32 ડાયરેક્ટ ટુ હોમ DTH શૈક્ષણિક ટીવી ચેનલોનો સમૂહ છે. 
 • 9 જુલાઈ 2017, નવી દિલ્હી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
 • તેનો ઉદ્દેશ્ય 24 કલાક ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો છે.
 • સરકારે દૂરદર્શન પર 12 શૈક્ષણિક ટીવી ચેનલો વર્ગો માટે શરૂ કરવાનું નક્કી કર્યું છે જેમાં પ્રત્યેક વર્ગ માટે એક સમર્પિત ચેનલ છે.
 • વર્તમાનમાં સ્વયંપ્રભા હેઠળ 32 ચેનલ અંતર્ગત જોઈએ તો 
 • ચેનલ 2 થી 10 કોન્સોર્ટીયમ ફોર એજ્યુકેશનલ કોમ્યુનિકેશન ઓફ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (CEC), નવી દિલ્હી દ્વારા સંચાલિત છે
 • ચેનલ 11 થી 18 એ Technology Enhanced Learning પરના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા અનુદાનિત એક પહેલ છે, જે રાષ્ટ્રીય કાર્યક્રમ દ્વારા સંચાલિત અને IIT-MADRAS તથા અન્ય IIT દ્વારા સંચાલિત છે.
 • ચેનલ નંબર 19 થી 22 ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે IIT દિલ્હી દ્વારા સંચાલિત છે અને તેને IIT-PAL (પ્રોફેસર આસિસ્ટન્ટ લર્નિંગ) IIT દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવેલ પહેલ છે,  તેનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ JEE પાસ કરવા માટે મદદ કરવાનો છે.
 • ચેનલ નંબર 23 થી 26 ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે 
 • ચેનલ નંબર 27, 28 અને 30 એ NIOS એન દ્વારા સંચાલિત છે 
 • ચેનલ નંબર 29 યુજીસી Inflibnet દ્વારા 
 • ચેનલ 31 NCERT દ્વારા અને 
 • ચેનલ 32 IGNOU અને NIOS દ્વારા ચલાવવામાં આવે છે 

સ્વયમ્ (SWAYAM) :

 • SWAYAMનું પૂરું નામ 'Study Webs of Active Learning for Young Aspirin Minds' થાય છે. 
 • તે એક ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ છે.
 • તે દેશના કોઈ પણ ખુણામાં રહેતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે વિવિધ કોર્સ ઉપલબ્ધ કરાવે છે 
 • વ્યક્તિ માત્ર પરીક્ષા અને પ્રમાણપત્ર માટે જ ફી ની ચુકવણી કરવાની હોય છે. આ પ્રકારના કોર્સ મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ (MOOC) તરીકે પણ ઓળખાય છે. 
 • SWAYAM પર આપવામાં આવતા કોર્સ ચાર પ્રકારની  ઍક્સેસ ધરાવે છે : ટેક્સ્ટ, વિડિયો, મૂલ્યાંકન અને ચર્ચા મંચ.
 • SWAYAM પરના કોર્સ વિદ્યાર્થી અને શિક્ષક બંનેને ઉપયોગી થાય છે.

'ઈ પાઠશાળા પોર્ટલ' :

 • 2015માં NCERT અને MHRD ભારત સરકાર દ્વારા 'ઈ પાઠશાળા પોર્ટલ' અને 'મોબાઇલ એપ' શરૂ કરવામાં આવી.
 • આ એપ અને પોર્ટલ NCERTના તમામ પુસ્તકો 'ePubs' અને 'Flipbooks' ધરાવે છે. 
 • આ તમામ સંશોધનો વિનામૂલ્યે ઉપલબ્ધ છે. 
 • 3000 કરતાં વધુ ઓડિયો અને વિડીયોની અન્ય સામગ્રી પણ ફ્રીમાં ઉપલબ્ધ છે.
 • પાઠશાળાના વેબ પોર્ટલ ઉપર 65 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ નોંધાયા છે અને એપના માધ્યમથી 3 મિલિયન વપરાશકર્તાઓ નોંધાયા છે.


સ્ત્રોત : યોજના મેગેઝીન (Aug-2020)