કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ (CCI)

મુખ્ય બાબતો :

-- આ સર્વેમાં એવું તારણ આવ્યું છે કે, જુલાઈ મહિના દરમિયાન લોકોએ બિનજરૂરી વસ્તુઓ પર કરવામાં આવતા ખર્ચ પર કાપ મુક્યો છે.

-- લોકડાઉન દરમિયાન મે મહિનામાં લોકોએ અનાવશ્યક વસ્તુઓ પર 46.4% ઓછો ખર્ચ કર્યો હતો.

-- તેની સામે જુલાઈમાં 61.4% ઓછો ખર્ચ કર્યો છે.

-- કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સ (CCI) 53.8ના રેકોર્ડ નીચલા સ્તરે પહોચી ગયો છે. 

કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ (CCI) શું છે?

-- કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઈન્ડેક્સ (CCI) એ એક સર્વેક્ષણ છે જે RBI દ્વારા દર બે મહિને કરવામાં આવે છે

-- સર્વેમાં ગ્રાહકો તેમની આર્થિક પરિસ્થિતિ અંગે કેટલા આશાવાદી અથવા નિરાશાવાદી છે તે માપવામાં આવે છે.

-- ચાલુ CCIમાં અગાઉના વર્ષમાં નાણાકીય પરિસ્થિતિ અને ગ્રાહકની ધારણામાં પરિવર્તનને માપે છે અને આવનારા એક વર્ષમાં ગ્રાહક તેની નાણાકીય પરિસ્થિતિ વિશે શું વિચારે છે તે પણ દર્શાવે છે.

-- આ સર્વેના મુખ્ય ચલો/ઘટકોમાં આર્થિક પરિસ્થિતિ, રોજગાર, ભાવ સ્તર, આવક અને ખર્ચનો સમાવેશ થાય  છે.

આવનારા દિવસોમાં પણ ખર્ચમાં કાપ :

-- RBIએ લોકોને આવશ્યક અને અનાવશ્યક વસ્તુઓ પર કરવામાં આવતા ખર્ચ અંગે સવાલો કર્યા હતા તેમાંથી મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેઓ આવતા દિવસોમાં પણ કાપ મુકતા રહેશે.

-- આગામી એક વર્ષ માટે બિન જરૂરી બાબતો પર સરેરાશ 40% સુધીનો ઘટાડો કરવાની વાત કરી છે.

કોરોના બાદ લોકોના ખર્ચમાં ઘટાડો થયો

-- સર્વેમાં જે રિસ્પોન્સ મળ્યા તે મુજબ મે મહિનામાં લોકોનો ખર્ચ 43.2% ઘટ્યો હતો.

-- જોકે, લોકડાઉન ખુલ્યા બાદ ખર્ચમાં વધારો થયો છે. જુલાઈ મહિનામાં સ્પેન્ડિંગ 30.8% રહ્યું હતું. જાન્યુઆરીના 73.1% અને માર્ચના 69.2%ની સરખામણીએ લોકો દ્વારા થતો ખર્ચ હજુ પણ નીચો છે.

CCI અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે

-- રિઝર્વ બેંક દર બે મહીને કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વે કરે છે.

-- જુલાઈમાં થયેલા સર્વે મુજબ CCI 53.8 આવ્યો હતો જે અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે.

-- ઇન્ડેક્સ 100થી જેટલો નીચે રહે છે તેના આધારે પરિસ્થિતિનો અંદાજ લગાવવામાં આવે છે.

-- આ સર્વેમાં લોકોને ટેલીફોન ઉપર સવાલો પૂછવામાં આવ્યા હતા.

કેવી રીતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો?

-- COVID-19 ના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેંકે 5 થી 7 મે 2020 વચ્ચે ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા સર્વેક્ષણ હાથ ધર્યું હતું.

-- આ સર્વે 13 મોટા શહેરો - અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ચેન્નાઇ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, પટણા અને તિરુવનંતપુરમમાં કરવામાં આવ્યો હતો.

-- સર્વેક્ષણમાં સામાન્ય આર્થિક પરિસ્થિતિ, રોજગારીનું દૃશ્ય, એકંદર ભાવ અને આવક અને ખર્ચની સ્થિતિને ધ્યાને લેવામાં આવ્યા હતા અને 5300 ઘરોને આવરી લેવામાં આવ્યા હતા.

 

Source : (1) RBI (2) દિવ્યભાસ્કર