OECD રિપોર્ટ અનુસાર, હાલમાં વૈશ્વિક સ્તરે, વૈશ્વિક વેપારના 3.3% નકલ/બનાવટ જોવા મળે છે.
કોવિડ -19 કટોકટીમાં પણ, એવું જોવા મળ્યું છે કે ગુનેગારો બનાવટી અને નીચી ગુણવત્તાની પ્રોડક્ટ્સ વેચે છે જે આપણા સમાજ માટે ખતરો છે.
>>> પૂર્વભૂમિકા :
- ઑથેન્ટીકેશન સોલ્યુશન પ્રોવાઇડર્સ એસોસિએશન (ASPA) તેના અહેવાલમાં “સ્ટેટ ઓફ કાઉન્ટરફેટીંગ ઇન ઇન્ડિયા - 2020”ની સૌ પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી છે.
- અહેવાલમાં ભારતમાં 2018 અને 2019ના સમયગાળા દરમિયાન નોંધાયેલ બનાવટ/નકલની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
- ઑથેન્ટીકેશન સૉલ્યુશન પ્રોવાઇડર્સ એસો.ના અધ્યક્ષ નકુલ પાસરીચાએ જણાવ્યું કે, દેશના વિવિધ સેક્ટરમાં નકલના દૂષણને કારણે અર્થતંત્રને વર્ષે રૂ. 1 લાખ કરોડ નું નુકસાન થાય છે.
>>> રીપોર્ટની મુખ્ય બાબતો :
> મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, ઝારખંડ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરાખંડમાં નકલની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી અહીં તાકીદે ધ્યાન આપવાની જરૂર છે.
> 2018ની સરખામણીએ 2019ના વર્ષમાં દેશમાં નકલ/બનાવટના પ્રમાણમાં 24 ટકાનો વધારો થયો છે.
> ટોપ 10 ક્ષેત્રો : જે 10 વિવિધ સેક્ટરોમાં નકલ/બનાવટ સૌથી વધારે મળી આવે છે એમાં ચલણી નોટો, વપરાશી વસ્તુઓ (Fast-moving consumer goods- ‘FMCG’), આલ્કોહોલ, ફાર્મા, ડોક્યુમેન્ટ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, તમાકુ અને લાઇફસ્ટાઇલ & એપરલનો સમાવેશ થાય છે.
> ટોપ ત્રણ ક્ષેત્ર : સૌથી વધુ ચલણી નાણાંમાં 181, FMCGમાં 129 અને આલ્કોહોલમાં 103 નકલના બનાવો નોંધાયા છે.
> FMCG : FMCGમાં નકલની ઘટનાઓ 2018માં 79 હતી તે 2019માં 129 થઇ છે. જે સૌથી મોટો 63% વધારો છે.
> ટોચના રાજ્યો : દેશમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ નકલ/બનાવટ મળી છે, એ પછી બિહાર અને રાજસ્થાન છે. દેશમાં કુલ મળી આવેલી નકલમાંથી 45 ટકા નકલ ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન આ ત્રણ રાજ્યોમાંથી છે.
> પ્રોડક્ટ્સ : નકલની પ્રવૃત્તિઓ ઉચ્ચ લક્ઝરી વસ્તુઓ સુધી મર્યાદિત નથી. જીરું, સરસવનું રસોઈ તેલ, ઘી, હેર-ઓઈલ, સાબુ, બાળકોની સંભાળની રસીઓ અને દવા સહિતની સામાન્ય બાબતોમાં પણ બનાવટની વધુને વધુ ઘટનાઓ નોંધાઈ છે.
> કોવિડ પ્રોડક્ટ્સ : કોવિડ સંકટ દરમિયાન નકલી હેન્ડ સેનિટાઇઝર, માસ્ક અને પી.પી.ઇ કિટ્સ અંગે વ્યાપક કિસ્સાઓ નોંધાયા છે. ફેબ્રુઆરીથી એપ્રિલ 2020 ની વચ્ચે, નકલ ઘટનાઓના 150 થી વધુ કેસ નોંધાયા હતા, જેમાં નકલી પીપીઈ કીટ, સેનિટાઇઝર અને માસ્કનો સમાવેશ થાય છે.
>>> ઑથેન્ટીકેશન સૉલ્યુશન પ્રોવાઇડર્સ એશોસિએશન (ASPA) વિશે :
> તે ન્યુ દિલ્હી સ્થિત છે.
> તે એક બિન-નફાકારક સંસ્થા છે.
> તેની શરૂઆત 1998 માં થઇ.
> તે નિયમનકારી અને નૈતિક સંસ્થા તરીકે વૈશ્વિક સ્તરે માન્યતા ધરાવે છે.
> તે બનાવટી પ્રવૃત્તિ અને ગેરકાયદેસર અર્થવ્યવસ્થા સામે દેશમાં ઓથેન્ટિકેશન ઇકો સિસ્ટમ્સ અને પર્યાવરણ બનાવવાનું કામ કરી રહી છે.
> તે ચાર ચાવીરૂપ ક્ષેત્રો પર કામ કરે છે જાગૃતિ, હિમાયત (ઉદ્યોગ ભાગીદારી), સંશોધન, નવીનતા
> તે International Hologram Manufacturers Association (IHMA), Counterfeit Intelligence Bureau (CIB – Interpol), FICCI CASCADE (FICCI Committee Against Smuggling and Counterfeiting Activities Destroying the Economy) તેમજ ભારતની અન્ય કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.
> હાલમાં, 69+ તેની સભ્ય કંપનીઓ છે જે ભૌતિક અને ડિજિટલ પ્રમાણીકરણ સોલ્યુસન્સ પુરા પાડે છે.