પૂર્વભૂમિકા :
ગુગલનો તાજેતરનો કોવિડ-19 કોમ્યુનિટી મોબિલિટી રિપોર્ટ-2020 સૂચવે છે કે, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે કોવિડ-19 પહેલાના સ્તરે પહોચી રહી છે.
આ મોબિલિટી રિપોર્ટ 6 મુખ્ય લોકેશન કેટેગરી રિટેલ અને એન્ટરટેઈનમેન્ટ, ગ્રોસરી અને ફાર્મસી, ટ્રાન્સપોર્ટ હબ, પાર્ક, વર્કપ્લેસ અને રેસિડેન્શિયલ સેક્ટરમાં આવેલા ફૂટફોલ (આર્થિક પ્રવૃત્તિઓની મૂવમેન્ટ) પર આધારિત છે.
ભારતે દુનિયાના સૌથી લાંબા લોકડાઉન બાદ 1 જુનથી અનલોક-1 લાગુ કર્યું હતું. આ અંતર્ગત 8 જૂનથી આર્થિક પ્રવૃત્તિમાં વધુ છૂટછાટ આપવામાં આવી હતી.
રીપોર્ટની મુખ્ય બાબતો :
1 જુનથી આર્થિક પ્રવૃત્તિઓમાં સતત વધારો
- સૌથી વધુ ગ્રોસરી અને ફાર્મા સેક્ટરમાં ફૂટફોલ વધ્યો છે.
- ટ્રાન્સપોર્ટ હબ, પાર્ક, રિટેલ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં ફૂટફોલમાં સુધારો નોંધાયો છે.
મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત છે
- આ રાજ્યોમાં ગ્રોસરી સ્ટોર અને ફાર્મસીની વિઝીટ રાષ્ટ્રીય સરેરાશ કરતા નોંધપાત્ર રીતે ઓછી છે.
- બેઝલાઈનની તુલનામાં દિલ્હીમાં 26%, મહારાષ્ટ્રમાં 25% અને તમિળનાડુમાં 22% વિઝીટ ઓછી છે.
- બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં, આ પ્રવૃત્તિઓ કોવિડ -19 પહેલાના સ્તર પર પહોંચી ગઈ છે.
સુધારા પછી પણ ચિંતા યથાવત છે
- ગ્રોસરી અને ફાર્મસી સિવાય, કોઈ પણ કેટેગરી હજી બેઝલાઇન પર પહોંચી નથી.
- ટ્રાન્સપોર્ટ હબ, પાર્ક, વર્કપ્લેસ, રિટેલ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં ફુટફોલ્સ હજી પણ બેઝલાઇનથી નીચે છે.
રિટેલ અને મનોરંજન (-58%) :
- રેસ્ટોરન્ટ, કેફે, શોપિંગ સેન્ટર, થીમ પાર્ક, મ્યુઝિયમ, લાઈબ્રેરી અને મુવી થિયેટર જેવા સ્થાનો માટે અવરજવરના વલણોમાં 58 ટકાનો ઘટાડો નોંધાયો.
કરિયાણું અને ફાર્મસી (-5%) :
- કરીયાણા બજારો, અનાજના ગોદામો, ખેડૂતો માટેના બજારો, ખાવાની વિશેષ વસ્તુઓની દુકાનો, દવાની દુકાનો અને ફાર્મસી માટે અવરજવરના વલણોમાં 05 ટકાનો ઘટાડો નોંધાયો.
ઉદ્યાનો (-49%) :
- રાષ્ટ્રીય ઉદ્યાનો, સાર્વજનિક દરિયાકિનારો, બંદરો, પાલતું પ્રાણીઓ માટેના ઉદ્યાનો પ્લાઝા અને સાર્વજનિક બગીચામાં થતી અવરજવરના વલણોમાં 49 ટકાનો ઘટાડો નોંધાયો.
પરિવહન (-41%) :
- સાર્વજનિક પરિવહનના હબ જેમ કે સબવે, બસ અને રેલ્વે સ્ટેશન જેવા સ્થાનો માટે અવરજવર વલણોમાં 41 ટકા ઘટાડો નોંધાયો.
કાર્યસ્થળ (36%) :
- કાર્ય સ્થળો માટે અવરજવરના વલણમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો.
રહેઠાણ (+16%) :
- રહેઠાણ સ્થાનો માટે અવરજવરના વલણોમાં 16 ટકાનો વધારો નોંધાયો.
ગૂગલ કોમ્યુનિટી મોબિલીટી રિપોર્ટ વિશે :
- ગુગલે આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી મોબિલીટી રિપોર્ટ રજૂ કર્યો હતો.
- આ અહેવાલમાં લોકોની મૂવમેન્ટને ટ્રેક કરે છે.
- રિપોર્ટ યુઝર્સના લોકેશન ડેટા પર આધારિત છે.
- એવા વપરાશકર્તાઓ પણ છે જેમણે લોકેશન ડેટા કલેક્ટ કરવાની મંજૂરી આપી હતી.
- આ અહેવાલમાં ભારત સહિત વિશ્વના 131 દેશોને આવરી લેવામાં આવ્યા છે.
- અહેવાલમાં 6 મુખ્ય સ્થાન કેટેગરીમાં બેઝલાઇન સામે ફુટફોલમાં ફેરફાર દર્શાવવામાં આવ્યો છે.
- બેઝલાઈન 3 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી વચ્ચેના ફુટફોલની સરેરાશના આધારે સેટ કરવામાં આવી છે.
Source:
- COVID-19 સમુદાય સ્થળાંતરનો Google રીપોર્ટ-2020
- દિવ્ય ભાસ્કર, 10/07/2020
- https://www.moneycontrol.com/