બેન્કિંગ નિયમન (સુધારા) વટહુકમ, 2020

પૂર્વભૂમિકા :

> થાપણદારોના હિતોની રક્ષા સુનિશ્ચિત કરવાની બેન્કોની કટિબદ્ધતાને પગલે રાષ્ટ્રપતિએ 27 જુન 2020ના રોજ બેન્કિંગ નિયમન (સુધારા) વટહુકમ, 2020 ની જાહેરાત કરી છે.

> આ વટહુકમને પગલે બેન્કિંગ નિયમન વટહુકમ, 1949માં સુધારો અમલી બન્યો છે, જે સહકારી બેન્કોને લાગુ થશે. 

> અગાઉથી જ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પાસે ઉપલબ્ધ અધિકારો હેઠળ સહકારી બેન્કોને પણ લાવવામાં આવશે, જેથી પ્રોફેશનલ વલણ અપનાવીને વ્યવસ્થિત બેન્કિંગ નિયમન સુનિશ્ચિત કરી શકાય અને આની મદદથી મૂડી સુધીની તેમની પહોંચ પણ શક્ય બનાવી શકાય. 

> 3 માર્ચ, 2020 ના રોજ આ અંગેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

વટહુકમનો ઉદ્દેશ :

- વધુ સારું સંચાલન અને દેખરેખ સુનિશ્ચિત કરવી.

- થાપણદારોના હિતોનું રક્ષણ કરવું. 

- સહકારી બેન્કોને મજબૂત બનાવવી. 

હાલના અધિકારો યથાવત :

> આ સુધારાથી રાજ્યના સહકારી કાયદા હેઠળ સહકારી મંડળીઓના રાજ્ય સ્તરે કરાવેલી નોંધણીના હાલના અધિકારોમાં કોઈ ઘટાડો થયો નથી. 

કલમ 45માં પણ સુધારો :

> વટહુકમ મારફતે બેન્કિંગ નિયમન વટહુકમની કલમ 45માં પણ સુધારો કરાયો છે, જેથી સામાન્ય લોકો, થાપણદારો તેમજ બેન્કિંગ સિસ્ટમના હિતોનું રક્ષણ કરવા તેમજ યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે કોઈ બેન્કિંગ કંપનીનું પુનઃગઠન અથવા મર્જરની યોજના ઘડી શકાય. 

> સંબંધિત બેન્કનાં કામકાજ કામચલાઉ રીતે અટકાવવાનો આદેશ આપ્યા વિના જ તેના પુનઃગઠન કે મર્જરની યોજના ઘડવી પણ સંભવ બનશે, જેથી નાણાંકીય વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ સંપૂર્ણપણે ટાળી શકાશે.

આમાંથી કોણ બાકાત ? : 

> જો કે, જે મંડળીઓનો મુખ્ય ઉદ્દેશ તેમજ મુખ્ય વ્યવસાય કૃષિ વિકાસ માટે લાંબા ગાળાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવાનો છે અને જે ‘બેન્ક’ અથવા ‘બેન્કર’ અથવા ‘બેન્કિંગ’ શબ્દનો ઉપયોગ કરતી ન હોય તેમજ જે ચેકો આપનાર તરીકે કામ ન કરતી હોય, તેવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ને આ સુધારા લાગુ પડશે નહીં.


સ્ત્રોત : PIB, Govt. of India