પૂર્વભૂમિકા :
ભારત સરકારે 2006થી પ્રો. પી.સી.મહાલાનોબિસના જન્મદિવસ, 29 જૂનને ‘રાષ્ટ્રીય આંકડા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
પ્રો. પી. સી. મહાલાનોબિસ (પ્રશાંત ચન્દ્ર મહાલનોબીસ)ની જન્મજયંતિ નિમિત્તે તાજેતરમાં 29 જુન-2020ના રોજ આંકડા દિવસની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાની સ્થાપનામાં તેમના અમૂલ્ય યોગદાનને બદલ દર વર્ષે આંકડા દિવસ ઉજવવામાં આવે છે.
નોંધનીય છે કે ભારતની બીજી પંચવર્ષીય યોજના (1956-1961) ‘મહાલનોબિસ મોડલ’ પર આધારિત હતી.
તાજેતરની ઉજવણીની મુખ્ય બાબતો :
આ વર્ષે વૈશ્વિક રોગચાળાને લીધે, આંકડા દિવસ 2020 વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉજવવામાં આવ્યો.
આંકડા અને કાર્યક્રમના અમલીકરણ (MoSPI) મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે આંકડા દિવસ, 2020ની સભાને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડો. બીબેક દેબરોય અને ભારતીય આંકડાકીય સંસ્થાના અધ્યક્ષ, પ્રો.વિમલકુમાર રોયએ પણ સંબોધન કર્યું હતું.
આ ઇવેન્ટ દરમિયાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ - નેશનલ ઈન્ડીકેટર ફ્રેમવર્ક (NIF) પ્રોગ્રેસ રીપોર્ટ, 2020ના રીપોર્ટનું સંસ્કરણ 2.1 બહાર પાડવામાં આવ્યું.
આ વખતની થીમ :
‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ (SDG) - 3 (તંદુરસ્ત જીવનની ખાતરી કરવી અને તમામ વયમાં બધા માટે સુખાકારીને પ્રોત્સાહન આપવું) અને SDG - 5 (જાતિય સમાનતા પ્રાપ્ત કરવી અને તમામ મહિલાઓ અને છોકરીઓનું સશક્તિકરણ કરવું)
Prof. P. C. Mahalanobis National Award :
મંત્રાલયે કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓમાં સત્તાવાર આંકડાશાસ્ત્રીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે એવોર્ડ ‘Prof. P. C. Mahalanobis National Award in Official Statistics’ શરુ કર્યો છે.
ભારતના રાષ્ટ્રીય આંકડાકીય પ્રણાલીમાં ફાળો આપવા બદલ ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડો. ચક્રવર્તી રંગરાજનને આ વખતનો P. C. Mahalanobis National Award એવોર્ડ એનાયત કરાયો હતો.
Source : AIR News