SBI ઇકોરૅપ રીપોર્ટ (જુન-2020)

SBI ઇકોરૅપ રીપોર્ટ (જુન-2020)

  • નાણાકીય વર્ષ 2021માં ભારતની GDP વૃદ્ધિદર 6.8% ઘટે તેવી સંભાવના છે. 

  • જોકે, અનુકૂળ બેઝ ઇફેક્ટને કારણે નાણાકીય વર્ષ 2022માં ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરી  વી (V) શેપમાં હશે. 

  • જો આ બેઝ ઇફેક્ટ અસરકારક સાબિત નહીં થાય તો ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીમાં ચાર વર્ષનો સમય લાગી શકે છે.

  • રિકવરી માટે ભારતની રાજકોષિય નીતિના પગલાઓને વધુ અસરકારક બનાવવા પડશે. 

  • એશિયન નાણાકીય કટોકટી અને યુરો ઝોન કટોકટી સમયે અન્ય દેશો દ્વારા કરવામાં આવેલી ભૂલોનું પુનરાવર્તન ભારતે કરવું ન જોઈએ. 

  • નાણાકીય વર્ષ 2022માં ભારતની સોવરિન રેટિંગ પણ નીતિગત પગલાઓના આધારે નક્કી થશે.

  • કોવિડ-19ના પરિણામ સ્વરૂપ સદ્ધર રાજ્યોમાં માથાદીઠ આવકમાં વધુ ઘટાડો થશે. સદ્ધર રાજ્યોમાં એવા રાજ્યો શામેલ છે જેમની માથાદીઠ આવક ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતા વધારે છે.

  • નાણાકીય વર્ષ 2021માં દિલ્હીમાં માથાદીઠ GDP સૌથી વધુ 15.4% અને ચંદીગઢમાં 13.9% ઘટશે. 

રાજ્યોની માથાદીઠ GDP પર કોરોનાની અસર

રાજ્ય

માથાદીઠ GDP/આવક (રૂ. લાખમાં)

ફેરફાર (%માં)

નાણાકીય વર્ષ 2020

નાણાકીય વર્ષ 2021

દિલ્હી

4.48

3.79

-15.4%

ચંદીગઢ

3.91

3.37

-13.9%

ગુજરાત

2.42

2.14

-11.6%

તમિલનાડુ

2.39

2.12

-11.4%

તેલંગાણા

2.64

2.25

-11.1%

પશ્ચિમ બંગાળ

1.40

1.24

-11.1%

આંદામાન નિકોબાર ટાપુ

1.99

1.78

-10.6%

મહારાષ્ટ્ર

2.06

1.85

-10.3%

હરિયાણા

2.92

2.63

-9.8%

જમ્મુ અને કાશ્મીર

1.12

1.01

-9.6%

રાજસ્થાન

1.33

1.21

-9.2%

બિહાર

0.55

0.50

-8.7%

પંજાબ

1.82

1.67

-8.4%

કેરળ

2.44

2.25

-8.2%

આંધ્રપ્રદેશ

1.72

1.58

-8.1%

કર્ણાટક

2.60

2.40

-7.8%

ઉત્તર પ્રદેશ

0.81

0.75

-7.5%

મધ્ય પ્રદેશ

1.09

1.01

-7.1%

ઉત્તરાખંડ

2.36

2.22

-5.7%

ઝારખંડ

0.91

0.86

-5.4%

પોંડીચેરી

2.59

2.46

-4.8%

હિમાચલ પ્રદેશ

2.06

1.98

-3.7%

ઓરિસ્સા

1.15

1.11

-3.7%

ત્રિપુરા

1.40

1.35

-3.6%

મેઘાલય

1.07

1.03

-3.3%

સિક્કિમ

4.42

4.32

-2.4%

મિઝોરમ

2.10

2.05

-2.4%

આસામ

0.99

0.97

-2.3%

છત્તીસગઢ

1.12

1.10

-2.1%

નાગાલેન્ડ

1.40

1.38

-1.5%

મણિપુર

0.82

0.82

-0.6%

ગોવા

5.29

5.31

0.3%

અરુણાચલ પ્રદેશ

1.62

1.62

0.3%

ભારત

1.53

1.43

-5.4%

અહેવાલના અન્ય મુખ્ય મુદ્દાઓ :

  • દેશના કુલ 8 રાજ્યોમાં માથાદીઠ આવક ડબલ આંકડામાં ઘટશે. આ રાજ્યો ભારતના GDPના 47% હિસ્સો ધરાવે છે.

  • લોકડાઉનથી શહેરી વિસ્તારોમાં વધુ અસર પડશે. શહેરોમાં રેડ ઝોનની સંખ્યા પણ વધુ છે.

  • શહેરી વિસ્તારોમાં બજારો, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ્સની આવક વધુ પ્રભાવિત થશે.

  • બજારો ખુલ્યા પછી પણ ગ્રાહકોની સંખ્યા સામાન્ય કરતા 80% ઓછી રહેશે.

  • વૈશ્વિક સ્તરે GDPમાં 5.2%નો ઘટાડો થવાની સંભાવના છે.

  • વૈશ્વિક સ્તરે, માથાદીઠ GDPમાં પણ 6.2%નો ઘટાડો થશે.

Source : 

  • https://sbi.co.in/web/about-us/research-desk

  • દિવ્ય ભાસ્કર, જુન-2020