વર્લ્ડ ઇકોનોમિક ફોરમ : 'ટેકનોલોજી પાયોનિયર્સ-2020' (A to Z)


 • તાજેતરમાં 15 Jun 2020માં ‘ટેકનોલોજી પાયોનિયર્સ : 2020’ લીસ્ટ જાહેર થયું. 

 • ટેકનોલોજી પાયોનિયર્સ 2020ના લીસ્ટમાં ટેકનોલોજી સંબધિત પ્રારંભિક વિકાસવાળી 100 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી. 

 • આ 100 માંથી 25 કંપનીઓ મહિલા સંચાલિત છે.

 • આ યાદીમાં ભારતની બે સ્ટાર્ટ અપ્સ કંપનીઓ (1) ઝેસ્ટમની અને (2) સ્ટેલ્લએપ્સ સામેલ થઇ છે. 

> ઝેસ્ટમની (ZestMoney) વિશે : 

 • તે 2015માં શરુ થયેલ સ્ટાર્ટઅપ છે.

 • સ્થાપક : લિઝી ચેપમેન, પ્રિયા શર્મા અને આશિષ અનંતરમન

 • તેનું મુખ્ય મથક બેંગલુરુ છે.

 • ભારતની સૌથી મોટી અને ઝડપથી વિકસિત ગ્રાહક ધિરાણ આપતી ફીન-ટેક કંપની છે.

 • નવીન તકનીક અને સસ્તા  ડિજિટલ ફાઇનાન્સને સુલભ બનાવવાના કાર્યને કારણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2020 ટેકનોલોજી પાયોનિયર તરીકે તેમની પસંદગી કરવામાં આવી.

 • તે આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ આધારિત પરવડે તેવું ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ છે

 • તે ગ્રાહકોને ક્રેડીટ કાર્ડ વગર ધિરાણ સુવિધા આપે છે  

> સ્ટેલ્લએપ્સ (Stellapps) વિશે : 

 • તે વર્ષ 2011 માં શરૂ થયેલ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સ્ટાર્ટઅપ’ છે.

 • SmartMoo™ IoT Platformનો ઉપયોગ કરે છે.

 • સ્થાપક : રણજીત મુકુંદન

 • તેનું મુખ્ય મથક બેંગલુરુ છે.

 • તે ‘ફાર્મ ટુ કન્ઝ્યુમર’ ડેરી ડિજિટાઇઝેશન સર્વિસ પ્રોવાઇડર છે.

 • તે ખેત ઉત્પાદકતા અને દૂધની ગુણવત્તામાં સુધારો કરે છે અને ઉદ્યોગમાં સપ્લાય ચેઇન ટ્રેસબિલીટી લાવે છે. 

 • તે દરરોજ 80 લાખ લિટર દૂધને ડિજિટાઇઝ કરે છે અને 28,000 ગામોમાં 20 લાખ ડેરી ખેડૂતોને આવરી લે છે.

> ટેકનોલોજી પાયોનિયર્સ વિશે :

 • ટેકનોલોજી પાયોનિયર્સ એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના  ‘ગ્લોબલ ઇનોવેટર્સ સમુદાય’ તેમજ ‘સ્ટ્રેટેજિક ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ’નો એક ભાગ છે.

 • ટેકનોલોજી પાયોનિયર્સ સમુદાયમાં જોડાવાથી, ટેકનોલોજી પાયોનિયરો બે વર્ષની યાત્રા શરૂ કરે છે જ્યાં તેઓ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પહેલ, પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનો ભાગ બને છે,તેમજ તેમની વિચારધારાને વૈશ્વિક ચર્ચામાં લાવે છે.

 • નવી ટેકનોલોજીની રચના, વિકાસ અને પ્રસાર દ્વારા વ્યવસાય અને સમાજને નોંધપાત્ર અસર કરવાની સંભાવના ધરાવતા સ્ટાર્ટ-અપ અને ગ્રોથ-સ્ટેજ કંપનીઓનો વૈશ્વિક સમુદાય છે. વર્ષ 2000માં આ સમુદાયની શરૂઆત થઈ.

> ટેકનોલોજી પાયોનિયર પસંદગીના માપદંડ શું છે?

 • નવીનતા, અસર, કંપની વૃદ્ધિ, નેતૃત્વ, ભંડોળ અને મૂલ્યાંકન

> ટેકનોલોજી પાયોનિયર્સ કયા ઉદ્યોગો અને પ્રદેશોમાં કાર્યરત છે?

 • મુખ્યત્વે જીવવિજ્ઞાન, આરોગ્ય, ઉર્જા, પર્યાવરણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને નવા મીડિયા વગેરે ઉપરાંત અન્ય ક્ષેત્રો અને તમામ પ્રદેશોની કંપનીઓને અરજી માટે આમંત્રિત કરવામાં આવે છે. 

> ટેકનોલોજી પાયોનિયર્સના દ્રષ્ટાંતો :

 • Color Genomics (2018), Indigo Agriculture (2017), Ginkgo Bioworks (2016), BlaBlaCar (2015), Airbnb (2014), Dropbox (2012), Kickstarter (2012), Spotify (2011), Twitter (2010), Proteus Digital Health (2009), Mozilla Corporations (2007) and Google (2002)

> વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (વિશ્વ આર્થિક મંચ- ‘WEF’) વિશે :

 • તે સ્વીત્ઝર્લેન્ડ સ્થિત જાહેર-ખાનગી સહકાર માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.

 • તેની સ્થાપના 1971 માં બિન-લાભકારી ફાઉન્ડેશન તરીકે થઈ હતી અને તેનું મુખ્ય મથક સ્વીત્ઝર્લેન્ડના જિનીવામાં છે. 

 • તેનો હેતુ શાસનના ધોરણોને જાળવી રાખીને આંતરરાષ્ટ્રીય જનહિતમાં ઉદ્યમત્વ દર્શાવવાનું છે. 

 • તેનું ધ્યેય વાક્ય : "વૈશ્વિક, પ્રાદેશિક અને ઉદ્યોગ એજન્ડાને આકાર આપવા માટે વેપાર, રાજકીય, શૈક્ષણિક અને સમાજના અન્ય આગેવાનોને જોડીને વિશ્વની સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ" 

 • ફોરમ ઈન્ટરેકશન  મીટિંગ્સ યોજે છે. જેમાં ચાર મોટી વાર્ષિક મીટિંગો યોજાય છે, આ ઉપરાંત અન્ય પ્રાદેશિક મીટીંગો પણ યોજાય છે.

 1. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સભા : કેલેન્ડર વર્ષની શરૂઆતમાં દાવોસ-ક્લોસ્ટર્સ યોજાય છે અને વૈશ્વિક, પ્રાદેશિક અને ઉદ્યોગ એજન્ડાને આકાર આપે છે.

 2.  ન્યુ ચેમ્પિયન્સની વાર્ષિક બેઠક : નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી પરના મંચની વાર્ષિક બેઠક, જે ચાઇનામાં યોજાય છે.

 3.  ગ્લોબલ ફ્યુચર કાઉન્સિલની વાર્ષિક મીટિંગ : સંયુક્ત આરબ અમીરાતમાં યોજાય છે, જેમાં વર્તમાન વિશ્વ સામે ઉભા થતા મોટા પડકારો પરની સમજના આદાન-પ્રદાન માટે વિશ્વના અગ્રણી જ્ઞાની સમુદાયને એકઠા કરવામાં આવે છે.

 4. ઉદ્યોગ વ્યૂહરચના મીટીંગ : જેમાં ઉદ્યોગ એજન્ડાને આકાર આપવા અને ઉદ્યોગોને કેવી રીતે બદલીને અગ્રણી પરિવર્તન તરફ સ્થાનાંતરિત કરી શકે છે તે શોધખોળ કરવા ઉદ્યોગ વ્યૂહરચના અધિકારીઓને એકઠા થાય છે.


Source : 

 • www.weforum.org

 • http://widgets.weforum.org/techpioneers-2020

 • www.zestmoney.in

 • www.stellapps.com