કેબિનેટના મહત્વના નિર્ણયો


  • સહકારી બેંકોને RBI હેઠળ : માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી જાવડેકરે કહ્યું કે, 1,482 ગ્રામીણ સહકારી બેંકો અને 58 સહકારી બેંકોને રિઝર્વ બેન્કના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આનાથી 8.6 કરોડ ખાતાધારકોની ચિંતા દૂર થશે. સહકારી બેંકોમાં ગ્રાહકોની રૂ. 4.84 લાખ કરોડની થાપણ જમા છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારાની દિશામાં આ એક મોટું પગલું ગણાવી શકાય.

  • શિશુ લોનના વ્યાજ દરમાં 2%ની છૂટ આપવામાં આવશે. તેનાથી 9.37 કરોડ લોકોને ફાયદો થશે.

  • ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવશે. તેનાથી બુદ્ધ સર્કિટમાં પર્યટન વધશે.

  • અધર બેકવર્ડ કાસ્ટ (OBC) કમિશનના કાર્યકાળમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. હવે કમિશન 31 જાન્યુઆરી 2021 સુધીમાં અહેવાલ આપી શકે છે. પછાત વર્ગોની પેટા કેટેગરીના કેસની તપાસ માટે કમિશનને વધુ સમય મળશે.

  • પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે એનિમલ હસબન્ડરી ડેવલપમેન્ટ ફંડને મંજૂરી અપાઈ. આ અંતર્ગત, સરકાર લોન લેનારાઓને વ્યાજમાં 3%ની છૂટ આપશે.

  • અવકાશ સંશોધન કેન્દ્રોને ખાનગી ક્ષેત્ર ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ માટે નવી સંસ્થા બનાવવામાં આવશે. તેનું નામ ઇન્ડિયન નેશનલ સ્પેસ, પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર રાખવામાં આવશે. આ સંસ્થા ખાનગી કંપનીઓને સ્પેસ એક્ટિવિટીમાં મદદ કરશે.


સ્ત્રોત : (1) PIB (2) દિવ્ય ભાસ્કર