વૈશ્વિક સૂચકાંકોમાં ભારતનું રેન્કિંગ

માનવ વિકાસ આંક HDI : 2019

માનવ વિકાસ સૂચકાંક (HDI) દેશના માનવ વિકાસનું રેન્કિંગ નક્કી કરવા માટે ત્રણ માપદંડોનો ઉપયોગ કરે છે. માપદંડો છે : (1)  આયુષ્ય સૂચકાંક,  (2)  શિક્ષણ સૂચકાંક,   (3) જીવન સૂચકાંક

માનવ વિકાસ આંક (HDI) નો વિકાસ 1990 માં પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહબૂબ-ઉલ-હક દ્વારા કરવામાં આવ્યો હતો અને બાદમાં ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન દ્વારા ખ્યાલને વધુ વિકસાવવામાં આવ્યો.

યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દર વર્ષે HDI રિપોર્ટ જાહેર કરે છે. 

UNDP દ્વારા Oct. 2019માં HDI રિપોર્ટ 2020 જાહેર કરવામાં આવ્યો. જેનું શીર્ષક હતું, "આવકથી આગળ, સરેરાશથી આગળ, આજથી આગળ : 21 મી સદીમાં માનવ વિકાસમાં અસમાનતા"

ભારતનો ક્રમ 129 (અગાઉના વર્ષે 128) કુલ દેશો 189

ટોપ દેશ નોર્વે

સૌથી છેલ્લે બુરુંડી

HDI સાથે Inequality-adjusted Human Development Index (IHDI) પણ જાહેર કરવામાં આવે છે.

સમાયોજિત HDI (IHDI) 2019

ભારતનો ક્રમ 130

ગ્લોબલ ટેલેન્ટ કમ્પીટીટીવ ઇન્ડેક્સ (GTCI) 2020

ભારતનો ક્રમ  72

કુલ દેશો 133

ટોપ ક્રમ સ્વિટઝર્લેન્ડ

ઇન્ડેક્સને Addeco અને ગૂગલના સહયોગથી બિઝનેસ સ્કૂલ INSEAD દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.  વર્ષે અહેવાલ 'આર્ટીફીસિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વૈશ્વિક પ્રતિભા' પર હતો.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ : 2019

અહેવાલ વર્લ્ડ બેંક દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે.  તે 2002 માં શરૂ કરવામાં આવ્યો છે.  અહેવાલ મૂળભૂત રીતે જણાવે છે કે દેશમાં વ્યવસાય કેટલી સરળતાથી શરૂ થઈ શકે છે?  વેપાર માટે અમલદારશાહી અને સરકારની મંજૂરી જેવા ઘણા અવરોધો હોય, તો તે દેશનો ક્રમ ઓછો હશે.

ભારત રેન્કિંગમાં ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે.  વર્ષ 2019 માં ભારતનો ક્રમાંક 63 રહ્યો છે, જે પાછલા વર્ષની રેન્કિંગથી 14 સ્થાનની સુધારણા છે.  2017 થી 2020 સુધી, ન્યુઝીલેન્ડ ટોચની સ્થિતિ પર છે અને સિંગાપોર બીજા સ્થાને છે.

વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલ : 2019

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા દર વર્ષે અહેવાલ બહાર પાડવામાં આવે છે.  સ્પર્ધાત્મકતા અહેવાલ 2019માં, ભારત 10 સ્થાન નીચે ખસીને 68 ક્રમે છે.  2019 ની રેન્કિંગમાં 141 દેશોએ ભાગ લીધો હતો. સિંગાપોર રેન્કિંગમાં ટોચ પર છે જ્યારે તે પછી US અને હોંગકોંગ છે.  અહેવાલ સૌ પ્રથમ 2004 માં પ્રકાશિત થયો હતો.

રિપોર્ટ 12 પરિમાણો પર આધારિત છે, જે નીચે મુજબ છે;

 1. ઉચ્ચ શિક્ષણ અને તાલીમ

 2. સારું આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણ

 3. નવીનતા

 4. યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર

 5. સૌથી વધુ વ્યવહારદક્ષ ઉત્પાદન પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને નવા માલનું ઉત્પાદન

 6. હાલની ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતા

 7. સંસ્થાકીય સહાય

 8. સ્થિર મેક્રોઇકોનોમિક ફ્રેમવર્ક

 9. કાર્યક્ષમ વસ્તુ બજાર

 10. કુશળ શ્રમ બજાર

 11. વિકસિત નાણાકીય બજારો

 12. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારોનું કદ

વૈશ્વિક જેન્ડર ગેપ રિપોર્ટ-2020

આંક દેશમાં સ્ત્રી પુરુષ સમાનતાને માપવા માટે રજૂ કરવામાં આવે છે.  ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ સૌ પ્રથમ 2006 માં પ્રકાશિત થયો હતો.  2020 નો અહેવાલ (2019 માં પ્રકાશિત) 153 દેશો પર આધારિત છે.

અહેવાલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે.  ચાર પરિમાણોના આધારે રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. 1. રાજકીય સશક્તિકરણ  2. આર્થિક ભાગીદારી અને તક  3. શિક્ષણ  4. આરોગ્ય અને સારું જીવન

ભારતનો ક્રમ : 112 (ગયા વર્ષથી 4 સ્થાન નીચે) ભારત ચીન, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોથી પાછળ છે.

આઇસલેન્ડ પ્રથમ (સૌથી લિંગ-તટસ્થ) દેશ છે જ્યારે યમન સૌથી છેલ્લે (સૌથી વધુ લિંગ અસમાનતા) છે.

વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ-2020 :

અહેવાલ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) દ્વારા રજૂ કરવામાં આવે છે. તે વૈશ્વિક અર્થતંત્રની કામગીરી વ્યક્ત કરે છે. એપ્રિલ 2020નો વૈશ્વિક આર્થિક અહેવાલ અહેવાલ જણાવે છે કે વર્ષ 2020 માં વૈશ્વિક અર્થતંત્રમાં  3% સંકોચન થવાનો અંદાજ છે.

IMF ના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર 2020 માં 1.9% દરથી વધશે અને 2021માં 7.4% દર રહેશે.  ભારતીય મૂળના ગિતા ગોપીનાથ IMFમાં મુખ્ય અર્થશાસ્ત્રી છે.

અન્ય કેટલાક સૂચકાંકોમાં ભારત નો ક્રમ :

લોકશાહી સૂચકાંક 2019 :

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 51,

પ્રથમ નોર્વે

ગ્લોબલ ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્સ - 2020 :        

જર્મનવોચ દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 9,

પ્રથમ સ્વીડન

ભારત ભ્રષ્ટાચાર સર્વે : 2020

Transparency International India દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 78

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020

Welthungerhilfe દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 102,

સૌથી વધુ ગરીબી (પ્રથમ) ઉરુગ્વે

વર્લ્ડ ડિજિટલ કોમ્પીટીટીવનેસ સૂચકાંક (WDCR) 2020 :

International Institute for Management Development (IMD) World Competitiveness Center દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 44,

પ્રથમ USA

આંતરરાષ્ટ્રીય સ્માર્ટ સિટી સૂચકાંક-2019 :

International Institute for Management Development (IMD) World Competitiveness Center દ્વારા પ્રકાશિત,

ભારતના હૈદરાબાદનો ક્રમ 67,

પ્રથમ સિંગાપોર

વિશ્વ સુખાકારી સર્વે (Global Happiness Survey)

Ipsos, પેરીસ દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 9

પ્રથમ : ઓસ્ટ્રેલીયા & કેનેડા

ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ - 2019 :

કોર્નેલ યુનિવર્સિટી, INSEAD and WIPO દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 52

પ્રથમ સ્વિટ્ઝર્લૅન્ડ

વિશ્વ સુખાકારી રીપોર્ટ (World Happiness Report) 2020

UN દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 144

પ્રથમ ફિનલેન્ડ

સામાજિક ગતિશીલતા સૂચકાંક (Social Mobality Index) 2020

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રકાશિત,

ભારતનો ક્રમ 76

પ્રથમ ડેન્માર્ક

 

Source :  

www.examstocks.com,  

www.jagranjosh.com