અઢિયા કમિટીનો રીપોર્ટ

વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે ઉદભવેલી પ્રવર્તમાન સ્થિતિમાં ગુજરાત રાજ્યમાં આર્થિક-નાણાંકીય પૂનરૂત્થાનના સર્વગ્રાહી ઉપાયો સૂચવવા રચાયેલી ડૉ. હસમુખ અઢિયા કમિટિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યો છે. જેમાં મધ્યમ અને લાંબાગાળાના 231 જેટલા વિવિધ સૂચનો કર્યાં છે. જેમાં મુખ્યત્વે "નાણાકીય વ્યવસ્થાપન અને મૂડીરોકાણ" પરની ભલામણો છે.


નાણાકીય વ્યવસ્થાપન માટે સૂચનો :

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમી, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના એમ પાંચ પિલ્લરો પર ભાર મુકવો

  • આંતરમાળખાકીય સવલતો સંસાધનો ઉત્પન્ન કરવાના પ્રયાસો કરવા 

  • રાજ્યમાં મૂડીરોકાણ વધારવાના પ્રયાસો પર ભાર મુકવો

  • રાજ્યનું નાણાકીય વ્યવસ્થાપન અને ભારત સરકારની નીતિઓનો લાભ લેવાના મહત્તમ પ્રયાસો કરવા

શહેરી વિકાસ માટેના સૂચનો :

  • શહેરોમાં લેન્ડ મોનિટાએઝેશનની સુવિધા, મિલકત વેરાના નિયમોમાં સુધારો કરવો અને જંત્રી સાથે જોડવું 

  • મહાનગર પાલિકાઓમાં પાણીના ઉપયોગની માપણીના મીટરની વ્યવસ્થા એક વર્ષમાં કરવી 

  • પ્રથમ 2 વર્ષમાં વાણીજ્યિક તથા ઔદ્યોગિક એકમોને આવરી લેવા.

  • શહેરી વિકાસ વિભાગની આશરે 53 સેવાઓને ઈ-નગર પ્લેટફોર્મ માધ્યમથી ઓનલાઈન કરવી 

  • શહેરોમાં તથા આંતર જિલ્લામાં અવર-જવર માટેની રાજ્ય માર્ગ વ્યવહારની બસોમાં વધારો અને નિજીકરણ કરવું 

  • મિલકત વેરાની ચકાસણી માટે સેલ્ફ એસેસમેન્ટ અને સેલ્ફ ડિક્લરેશનને પ્રોત્સાહન આપવું 

  • પી.પી.પી હેઠળ જરૂરીયાતમંદો માટે ભાડાના આવાસોની યોજના

  • શહેરોમાં આવેલ ઝૂંપડાઓના પુનર્વસન માટેની નીતિ ઘડવી 

રાજ્યના બંદરોના વિકાસ માટે સૂચનો :

  • રાજ્યના બંદરોની માળખાકીય સુવિધાઓ માટે નીતિ ઘડવી

  • બંદરો માટેના રેન્યુઅલ-કન્સેશન 60 વર્ષ સુધીની નીતિ બનાવવી 

  • હયાત બંદરોનો-કેપ્ટીવ બંદરોનો પૂર્ણ ઉપયોગ કરવા બાબતની નીતિ બનાવવી

  • હયાત બંદરો નજીક મોટા ઔદ્યોગિક પાર્ક વિકસાવવા

  • જી.એમ.બી ના કાર્યો ડિજિટાઇઝ કરવા 

બિઝનેસ અને FDI વધારવા સૂચનો :

  • ગીફ્ટ સીટીમાં બુલિયન એક્સ્ચેન્જ, સ્પેશિયલ યુનિવર્સિટી, ઈન્ટર્નેશનલ આર્બિટરી સેન્ટર, નિફ્ટી ફ્યૂચર ટ્રેડીંગ જેવી સુવિધાઓ વિકસાવવી 

  • NRI તથા વિદેશી લોકોને ફોરેન કરન્સી બેન્ક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવી

  • વિદેશી મૂડીરોકાણ (FDI) વધારવા માટે ચાર મુદ્દાઓ ઉપર ભાર મૂક્યો 

  • સરળતાથી મંજૂરી, પ્લગ એન્ડ પ્લે સુવિધા સાથે ઓછી કિંમતે જમીનની ઉપલબ્ધી

  • ઓછા વીજ દરો તથા ગુણવત્તાયુક્ત આંતરમાળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે 

  • બલ્ક ડ્રગ્સ, સિન્થેટિક કાપડ, ઈલેક્ટ્રોનિક સાધનો, મેડીકલ ઉપકરણો ક્ષેત્રોમાં FDIને પ્રાધાન્ય આપવું

  • ઉર્જાના સાધનો તથા ઓટો કોમ્પોનેન્ટ્સ જેવા ક્ષેત્રોમાં FDIને પ્રાધાન્ય આપવું 

સિંગલવીન્ડો સિસ્ટમની ભલામણ :

  • તમામ અરજીઓનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવું

  • (1) લઘુત્તમ મંજૂરીની જરૂરીયાત, (2) એડ-ઓન મંજૂરીઓ ખાસ ક્ષેત્રો માટે (3) સબસીડી સંબંધીત મંજૂરીઓ

  • તમામ અરજીઓ માટે સમય મર્યાદા નક્કી કરવી

  • તમામ સરકારી વિભાગો દ્વારા ઉપલબ્ધ ડિજિટલ દસ્તાવેજોની યાદી તૈયાર કરવી અને તે તમામ ‘ડિજી-લોકર’ માં ઉપલબ્ધ કરાવવા

  • રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં ઓનલાઈન પદ્ધિતિથી અરજીઓ સ્વીકારવી

  • ડિજિટલ સિગ્નેચર મારફતે મંજૂરી આપવી 

  • જે કિસ્સાઓમાં હાલ જે મંજૂરી- NOCઆપવામાં આવેલ છે તેવા કિસ્સાઓને ‘ગ્રીન ચેનલ’ મારફતે ઝડપી મંજૂરી આપવી 

ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે સૂચનો :

  • ઉદ્યોગો અને વ્યવસાયોની સેવાઓ માટે એક પોર્ટલ બનાવવું 

  • વિલંબ અટકાવવા અરજીઓ બાબતે ઉભી થનાર ક્વેરી દિન 7માં ઉકેલવી 

  • કોન્ટ્રાક્ટ લેબર એક્ટ હેઠળ કામદારોની સંખ્યા 10 થી વધારી 50 કરવી

  • લાઈસન્સની અવધિ વધારીને 3 વર્ષ કરવી જોઇએ  

ગુજરાતમાં પ્રવાસનના વિકાસ અંગે સૂચનો :

  • આગામી બે વર્ષોમાં ગુજરાતના તથા અન્ય રાજ્યોના પર્યટકોને આકર્ષવા નવીન ટુરિઝમ પોલીસી બનાવવી 

  • નવા આકર્ષણો સિનેમેટિક ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ અને ક્રુઝ ટુરિઝમનો સમાવેશ કરવો 

શિક્ષણ ક્ષેત્ર માટે સૂચનો :

  • કોલેજમાં ભરતી થતા વિદ્યાર્થીઓ માટે ‘બ્રીજ કોર્સ’નું આયોજન કરવું 

  • શિક્ષકોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવી 

  • વધુમાં વધુ લોકોને શિક્ષણ ઉપલબ્ધ કરવા શહેરોમાં વધુ ‘સમરસ’ હોસ્ટેલ ઉભી કરવી 

  • ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લર્નિંગ સેન્ટર ઉભા કરવા  

યુવા સશક્તિકરણ માટે સૂચનો :

  • યુવાનોમાં ડિજિટલ સશક્તિકરણ માટે ખાસ યોજના બનાવવી 

  • નક્કી થયેલ વય જૂથના લોકોને સ્માર્ટફોનની સુવિધા ઉપલબ્ધ કરાવી ‘ડિજિટલ ટ્રાન્સેકશન’ની સમજ આપતા સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા

  • સ્માર્ટ ફોન ધરાવતા લોકોને રોજબરોજના કામોમાં ઉપયોગી સોફ્ટવેરની તાલીમ આપવા યોજના બનાવી 

ખેતી, ગ્રામ્ય અર્થતંત્ર અને સ્વાસ્થ્ય માટે સૂચનો :

  • કૃષિ મહોત્સવને પ્રોત્સાહન આપવું 

  • પાક તથા ઉત્પાદનો માટે વેરહાઉસ તથા વેરહાઉસ રિસીપ્ટ ફાઈનાન્સિંગની સુવિધા આપવી 

  • જમીન માલિકી તથા જમીન ઉપયોગના નિયમોમાં સુધારા કરી કોર્પોરેટ તથા કો-ઓપરેટિવ ફાર્મિગને પ્રોત્સાહન આપવું 

  • સ્વાસ્થ્ય સંલગ્ન સંસ્થાઓને ‘ટેલીમેડિસીન’પ્રોજેક્ટ સાથે જોડવા

વચગાળાનો અહેવાલ :

  • આ સમિતિના વચગાળાના અહેવાલના આધારે સરકારે રૂ. 14022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું. 

  • તેમાં આંતરમાળખાકીય સવલતો, સંસાધનો ઉત્પન્ન કરવાના પ્રયાસો, રાજ્યમાં મૂડીરોકાણ વધારવાના પ્રયાસો, રાજ્યનું નાણાકીય વ્યવસ્થાપન અને ભારત સરકારની નીતિઓનો લાભ લેવાના મહત્તમ પ્રયાસો વગેરે બાબતોની ભલામણ. 

રાજ્ય સરકારને 26996 કરોડ ઉભા કરવા ભલામણો :

  • પેટ્રોલ-ડિઝલમાં 7 થી 10 ટકાનો વેરો વધારવાની ભલામણ 

  • સરકારીકર્મીનુ મોઘવારી ભથ્થુ જૂન 2021 સુધી સ્થગિત કરવા ભલામણ

  • બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાંથી જમા રકમ મેળવવા ભલામણ

  • જિલ્લા ખનિજ વિકાસ ભંડોળની રકમ વાપરવા ભલામણ

  • કેમ્પા ફંડમાં પડેલી રકમ મેળવાવ કરાઈ ભલામણ

અઢીયા સમિતિના વચગાળાના અહેવાલ અનુસાર રાજ્ય સરકારે લીધેલા પગલાંઓ :

  • નવા વાહનો ખરીદવા પર પ્રતિબંધ

  • નવા વાહનોના આઉટ સોર્સિંગ પર પ્રતિબંધ

  • નવા કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશીન, પ્રિન્ટર, એર કન્ડિશનની ખરીદી પર પ્રતિબંધ

  • અધિકારી કર્મચારીને મળતા લેપટોપ AC અને અન્યનો ગાઈડલાઈન પ્રમાણે જ ઉપયોગ

  • નવા ફર્નિચર ખરીદીના ટેન્ડર સ્થગિત

  • વર્ક ઑર્ડર આપ્યા હોય તે પણ સ્થગિત

  • સરકારી કચેરીમાં વીજ વપરાશમાં કરકસર

સમિતી વિશે :

આ ટાસ્ક ફોર્સમાં વિવિધ આર્થિક ક્ષેત્રોના 6 તજજ્ઞોનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો. જેમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇએએસ અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસન


સ્ત્રોત : દિવ્ય ભાસ્કર, vtv ન્યુઝ