વૈશ્વિક શાંતિ ઇન્ડેક્સ (GPI) વર્ષ : 2020

વૈશ્વિક શાંતિ ઇન્ડેક્સ (GPI) વર્ષ : 2020 

  • આ રીપોર્ટ ‘અર્થશાસ્ત્ર અને શાંતિ માટેની સંસ્થા (IEP)’ દ્વારા તાજેતરમાં જુન 2020માં પ્રકાશિત થયો.

  • આ રીપોર્ટ એ 14મી આવૃત્તિ છે. કુલ 163 દેશો સામેલ રહ્યા.

  • તેમાં વિશ્વની વસ્તીના 99.7% વસ્તીને આવરી લેવામાં આવી છે.

  • કુલ 23 ગુણાત્મક અને સંખ્યાત્મક માપદંડોનો ઉપયોગ થાય છે.

  • આ વખતના રીપોર્ટમાં covid-19 ની વિશ્વ શાંતિ પરની અસરોનો પણ અભ્યાસ થયો.

  • આઈસલેન્ડ સતત 8મી વખત સૌથી શાંત દેશ રહ્યો છે. 

  • અફઘાનીસ્તાન સૌથી અશાંત દેશ રહ્યો.

  • ટોપ-5માં યુરોપથી ફક્ત ઓસ્ટ્રિયા સામેલ છે. 

  • દુનિયાના 81 દેશોમાં શાંતિ વધી જયારે 80 દેશોમાં ઘટાડો નોંધાયો છે.

  • દુનિયાભરમાં શાંતિનું સ્તર વધ્યું છે. જો કે, 12 વર્ષમાં 9 વખત તેમાં ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.

  • યુરોપ વિશ્વનું સૌથી શાંતિપૂર્ણ ક્ષેત્ર રહ્યું છે.

ભારતની સ્થિતિ :

  • 163 દેશોમાં ભારત 139માં ક્રમે રહ્યું. 

  • ભારતનો સ્કોર 2.628 રહ્યો (પાછલા વર્ષ કરતા બે ક્રમાંકનો સુધારો)

  • રીપોર્ટ મુજબ, ડિસેમ્બર 2019માં નાગરિકતા સુધારા કાયદો(CAA)અંગે દેશમાં વધારે હોબાળો ન થયો હોત તો ભારતની સ્થિતિ સારી હોત.

  • સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપનાના પ્રયાસોમાં ભારતની ભૂમિકા વધી છે. 

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પીસ (IEP)વિષે :

  • તે એક ગ્લોબલ થીંક ટેંક (વૈશ્વિક વૈચારિક સંસ્થા) છે.

  • તેનું મુખ્ય મથક સિડની (ઓસ્ટ્રેલિયા) છે. 

  • તેની અન્ય શાખાઓ ન્યુ યોર્ક સિટી, મેક્સિકો સિટી અને હેગમાં છે.

  • તેના અધ્યક્ષ ઓસ્ટ્રેલીયાના ‘Steve Killelea’ છે; જે વૈશ્વિક શાંતિ સૂચકાંક તેમજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પીસ(IEP)ના સ્થાપક પણ છે.

  • આ સંસ્થા આર્થિક સહકાર અને વિકાસ સંગઠન (OECD), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), યુનિસેફ, NATO, વિશ્વ બેન્ક ગ્રુપ વગેરે સાથે સહયોગમાં કામ કરે છે.

  • તે ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ (SDG) 16 ડેટા ઇનિશિયેટિવનું પણ સભ્ય છે.

  • તે વૈશ્વિક શાંતિ આંક ઉપરાંત રાષ્ટ્રીય શાંતિ આંક, વૈશ્વિક આતંકવાદ આંક, શાંતિના આર્થિક મૂલ્યનો રીપોર્ટ વગેરે પણ પ્રકાશિત કરે છે.


સ્ત્રોત : Global Peace Index-2020 (www.visionofhumanity.org)