ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું રેન્કિંગ (NIRF) : 2020


11 Jun 2020માં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું રેન્કિંગ (NIRF) : 2020 બહાર પાડ્યું. અહીં પ્રસ્તુત છે તેની મુખ્ય બાબતો. 

(GPSC/NET/GSET જેવી પરીક્ષાઓમાં ઘણું ઉપયોગી થશે.)

 

મુખ્ય હાઇલાઇટ્સ :

 • ઓવરઓલ રેન્કિંગમાં IIT મદ્રાસ 85.3 રેન્ક સાથે પ્રથમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સિસ, બેંગલુરુ 84.18 રેન્ક સાથે બીજા ક્રમે અને IIT ન્યુ દિલ્હી 81.33 રેન્ક સાથે ત્રીજા ક્રમે

 • યુનિવર્સિટીઓમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સિસ, બેંગલુરુ પ્રથમ

 • એન્જીનીયરીંગમાં IIT મદ્રાસ પ્રથમ

 • મેનેજમેન્ટમાં IIM અમદાવાદ પ્રથમ

 • ફાર્મસીમાં જામિયા હમદર્દ, ન્યુ દિલ્હી પ્રથમ

 • કોલેજમાં મિરાન્ડા હાઉસ, દિલ્હી પ્રથમ

 • મેડિકલમાં AIIMS (All India Institute of Medical Sciences) દિલ્હી પ્રથમ

 • કાયદાશાસ્ત્રમાં નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગલુરુ પ્રથમ

 • આર્કિટેક્ચરમાં IIT ખડગપુર પ્રથમ

 • ડેન્ટલ કોલેજોમાં મૌલાના આઝાદ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેન્ટલ સાયન્સિસ, દિલ્હી પ્રથમ


'NIRF' વિશે :

 • તેનું પૂરું નામ National Institutional Ranking Framework છે.

 • MHRD વડે વર્ષ 2015માં આ રેન્કિંગ લોન્ચ થયું અને 2016થી જાહેર કરવામાં આવે છે. 

 • તેમાં 10 કેટેગરીમાં રેન્ક અપાય છે : (1) ઓવર ઓલ, (2) યુનિવર્સિટી, (3) એન્જિનિયરિંગ, (4) મેનેજમેન્ટ, (5) ફાર્મસી, (6) કોલેજ, (7) મેડિકલ, (8) કાયદો, (9) આર્કિટેક્ચર અને (10) ડેન્ટલ.

 • તેમાં દેશની શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ માપદંડોના આધારે પોઈન્ટ અપાય છે. જેમાં 'ટીચિંગ, લર્નિંગ & રિસોર્સિસ', 'રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસિસ', 'ગ્રેજ્યુએશન રિઝલ્ટ અને પ્લેસમેન્ટ', 'વૈશ્વિક સ્તરે સંસ્થાની ભાગીદારી' અને 'સંસ્થા અંગે લોકોની માન્યતા' સામેલ છે. 

 • આ વર્ષે પ્રથમ વખત ડેન્ટલ કોલેજોનું પણ રેન્કિંગ બહાર પડાયું છે.


ટોપ સંસ્થાઓ વિશે:


IIT-મદ્રાસ: (પ્રો. ભાસ્કર રામમૂર્તિ, ડાયરેક્ટર,)

 • 2019માં સૌથી વધુ રિસર્ચ અને પ્લેસમેન્ટ મળ્યું. 

 • વૈશ્વિક સ્તરે રિસર્ચમાં સૌથી વધુ ભાગીદારી રહી. 

 • સંરક્ષણ સહિત અનેક ઉદ્યોગો સાથે પ્રોજેક્ટમાં ભાગીદારી. 

 • ઈનોવેશન-સ્ટાર્ટઅપ આપ્યા. 

 • સરકારના અનેક વિભાગ સાથે પ્રોજેક્ટમાં સામેલ.


IIM-A: (પ્રો. શૈલેષ ગાંધી, પ્રોગ્રામ ડીન,)

 • રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ ભાગીદારી નિભાવી.

 • દેશ-દુનિયામાં સૌથી વધુ એલ્યુમની સ્ટ્રેન્થ રહી.

 • પબ્લિક પોલિસી અને ટીચિંગ-લર્નિંર રિસોર્સિસમાં સૌથી વધુ ભૂમિકા રહી. 

 • કેસ સ્ટડી મેથડમાં સૌથી વધુ સંસ્થાઓ સાથે ભાગીદારી. 


મિરાન્ડા હાઉસ: (ડો. વિજયલક્ષ્મી, પ્રિન્સિપાલ)

 • રિસર્ચ સેન્ટર બનાવીને બેસ્ટ પ્રેક્ટિસિસ જાળવી રાખી. 

 • ટોચની રિસર્ચ સંસ્થાઓ સાથે જોડાયેલા વિજ્ઞાનીઓ બોલાવ્યા. 

 • રિસર્ચ લિન્કને મજબૂત કરી. 

 • ગ્રેજ્યુએશન રિઝલ્ટ, ફેકલ્ટીની ઈનહાઉસ ટ્રેનિંગ પર ફોકસ. 

 • ઉન્નત ભારત અભિયાનમાં સક્રિયતા, દિવ્યાંગો પર ફોકસ.


ગુજરાતની સ્થિતિ :

 • ઓવર ઓલ રેન્કિંગમાં 2 સંસ્થા : જેમાં IIT ગાંધીનગર 51.49 સ્કોર સાથે 35માં ક્રમે અને ગુજરાત યુનિ. અમદાવાદ 47.20 સ્કોર સાથે 60માં ક્રમે

 • યુનિવર્સિટી રેન્કિંગમાં એકમાત્ર ગુજરાત યુનિ. 48.21સ્કોર સાથે 44માં ક્રમે

 • એન્જિનિયરિંગમાં 2 સંસ્થા : IIT ગાંધીનગર (ક્રમ 24) અને સરદાર વલ્લભભાઈ NIT સુરત (ક્રમ 54)

 • મેનેજમેન્ટમાં 4 સંસ્થા : IIM અમદાવાદ 85.75 સ્કોર સાથે પ્રથમ, નિરમા યુનિ. (ક્રમ 44), ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમન્ટ, આણંદ (ક્રમ 72), પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિ. ગાંધીનગર (ક્રમ 74)

 • ફાર્મસીમાં 4 સંસ્થા: નેશનલ ઇન્સ્ટટ્યૂટ ઓફ ફાર્મા એજ્યુકેશન & રિસર્ચ અમદાવાદ (ક્રમ 8), MS યુનિ. વડોદરા (ક્રમ 14), નિરમા યુનિ. (ક્રમ 17), એલ. એમ. કોલેજ ઓફ ફાર્મસી (ક્રમ 45)

 • કોલેજમાં 2 સંસ્થા : પી. ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સિસ (ક્રમ 24) અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ (ક્રમ 59)

 • કાયદાશાસ્ત્રમાં ગુજરાત નેશનલ લો યુનવર્સિટી કુલ 20 સંસ્થાઓમાં 7માં ક્રમે

 • આર્કિટેક્ચરમાં સેન્ટર ફોર એનવાયરમેન્ટલ & ટેકનોલોજી યુનિવર્સિટી, અમદાવાદ કુલ 20 સંસ્થાઓમાં 4 ક્રમે

 • મેડિકલ તેમજ ડેન્ટલમાં એક પણ સંસ્થા નહિ


સ્ત્રોત : 

 • MHRD, G.O.I. 

 • https://www.nirfindia.org