ગુજરાતની આર્થિક પ્રગતિ


ગુજરાતની આર્થિક પ્રગતિ (2020)
વિવિધ અહેવાલો :
- વર્ષ 2019નાલોજીસ્ટીક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટસ (LEADS) સુચકાંકના રીપોર્ટની બીજી આવૃતિમાં ગુજરાત અગ્રેસર આવેલ છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં રાજયએ સતત બીજા વર્ષે ઉચ્ચત્તમ સ્થાન મેળવ્યું છે. ( રીપોર્ટમાં પંજાબ અને આંધ્રપ્રદેશ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે. સૂચકાંક ડેલોઇટની મદદથી વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે.)
- ઈન્ડિયા ટુડે જૂથના સ્ટેટ ઓફ સ્ટેટ્સ સર્વેક્ષણની 18મી આવૃત્તિમાં ગુજરાતે આર્થિક બાબતોમાં અગ્રેસર રહ્યું છે.  (ઈન્ડિયા ટુડે જૂથના વાર્ષિકસ્ટેટ ઓફ સ્ટેટસ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાંથીબેસ્ટ પર્ફોમીંગઅને 'મોસ્ટ ઇમ્પ્રુવ્ડરાજય જાહેર કરવામાં આવે છે.)
- SKOCH State of Governance 2019માં ગુજરાત ટોચ પર રહ્યું છે. આરોગ્ય, શિક્ષણ, પાવર, પરિવહન અને -ગવર્નન્સ વિભાગમાં ગુજરાત ટોચ પર રહ્યું છે. (વર્ષ 2018માં ગુજરાત પાંચમા ક્રમે હતુ)
- અમેરિકા સ્થિત ફિન્ટેક કંપનીના રિપોર્ટ અનુસાર ગુજરાત પ્લાસ્ટિક નિકાસમાં 45 ટકા હિસ્સા સાથે રાષ્ટ્રીય નિકાસમાં અગ્રેસર છે.
- સ્વતંત્ર બિન-રાજકીય આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણ 'ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ'માં ગુજરાતને ભારતનું સૌથી ઓછું ભ્રષ્ટ રાજય જાહેર કરવામાં આવ્યું છે. ( સર્વેક્ષણનું શિર્ષક 'ઈન્ડિયન કરપ્શન સર્વે 2019' હતું, તે દેશના 20 રાજયોના 248 જિલ્લાઓમાંથી બે લાખ નાગરિકો પર હાથ ધરવામાં આવેલ હતું.)
- ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અનુસાર વર્ષ 2018-19માં ગુજરાતની નિકાસ 67 બિલિયન અમેરીકન ડોલર રહી. (વર્ષ 2019-20 એપ્રિલ ઓકટોબર, 2019 સુધીમાં 38 બિલિયન અમેરીકન ડોલર)
- વર્ષ 2017-18ની ઉધોગોની વાર્ષિક મોજણીના કામચલાઉ પરિણામ મુજબ ગુજરાત દેશના એકંદર ઔધોગિક ઉત્પાદનમાં 16 ટકા હિસ્સો ધરાવે છે. દેશની કુલ સ્થાયી મુડીમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. (મહારાષ્ટ્ર, બીજા ક્રમે અને ઓડિશા ત્રીજા ક્રમે)
- DPIIT (Department for Promotion of Industry and Internal Trade) અનુસાર વર્ષ 2018-19માં ગુજરાતમાં 1.8 બિલિયન અમેરીકન ડોલર FDI આવ્યું. એપ્રિલ થી સપ્ટેમ્બર-2019 સુધીમાં FDI 3.4 બિલિયન અમેરીકન ડોલર રહ્યું. (ભારતના કુલ FDI પ્રવાહમાં ગુજરાતનો 5.4 % હિસ્સો)
- સોમનાથ યાત્રાધામને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલસ્વચ્છ આઈકોનિક પ્લસહેઠળ સૌથી સ્વચ્છ યાત્રાધામનો એવોર્ડ મેળવેલ છે.
અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ :
- ગુજરાત દેશના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનમાં (GDP) 7.9 ટકા હિસ્સો ધરાવે છે.
- દેશમાં ગુજરાત સૌથી ઓછા ગુમાવેલ કુલ માનવદિન રાજયો પૈકીનું એક છે.
- ગુજરાતમાં જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ મુખ્ય કેન્દ્ર છે.
- ગુજરાત હિરા ઉદ્યોગમાં વિશ્વમાં અગ્રેસર અને ડેનિમના ઉત્પાદનમાં ત્રીજા ક્રમાંનુ ઉત્પાદનકર્તા રહ્યું છે.
- ગુજરાત રાજ્ય પવન ઉર્જાના ઉત્પાદનમાં ભારતમાં દ્વિતીય ક્રમનું ઉત્પાદક છે.
- વર્ષ 2019-20 (એપ્રિલથી ઓકટોબર, 2019 સુધીમાં) દરમ્યાન દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 20% જેટલો છે.
- વર્ષ 2018-19 દરમ્યાન અનાજનું ઉત્પાદન 68 લાખ ટન થયેલ જેની સરખામણીએ વર્ષ 2019-20 દરમ્યાન (બીજા અંદાજ મુજબ) અનાજનું ઉત્પાદન 80 લાખ ટન થવાનો અંદાજ છે. કૃષિ અર્થતંત્રમાં બાગાયત પાકોનો હિસ્સો લગભગ 20 ટકા જેટલો છે.
- ડુંગળી, ટામેટા, કેળા, બટાટા અને દાડમના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે.
- ગુજરાત ડુંગળી સુકવણીનો ઉદ્યોગ તેમજ ઈસબગુલ પ્રોસેસીંગમાં દેશમાં મોખરે છે.
- ગુજરાતની અમૂલ ડેરી એશિયાની મોટામાં મોટી ડેરી છે. પશુપાલનમાં દૂધનું ઉત્પાદન વર્ષ 2017-18ના 135 લાખ ટનથી વધીને વર્ષ 2018-19માં 144 લાખ ટન થયું છે.
- વર્ષ 2018-19 દરમ્યાન ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દરરોજ સરેરાશ આશરે 20 લાખ લોકોને પરિવહન સુવિધા પૂરી પાડેલ.
- વર્ષ 2018-19માં ગુજરાતનો જંગલ વિસ્તાર લગભગ 21859ચો.કિ.મી. છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના આશરે 11.15 ટકા જેટલો છે. રાજ્યમાં કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 8.71 ટકા વિસ્તારને આવરી લેતા 23 વન્યપ્રાણી અભયારણ્ય અને 04 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે.
- ડિસેમ્બર-2019ના રોજ આશરે 15764 મિલીયન ઘન મીટર સંગ્રહક્ષમતા ધરાવતા કુલ 204 ડેમ પૈકી 45 ડેમો ગુજરાત વિસ્તારમાં (દક્ષિણ, ઉત્તર તથા મધ્ય ગુજરાત વિસ્તાર), 20 ડેમ કચ્છ વિસ્તારમાં અને 139 ડેમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ છે.
તાજેતરની કેટલીક મહત્વની પહેલ :
iROA 2.0 :
વર્ષ 2019માં, ગુજરાત સરકારે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન (iROA) 2.0 નું અનાવરણ કર્યું. જે હેઠળ 19 સેવાઓ મહેસૂલ વિભાગમાં ઓનલાઇન ઉપલબ્ધ છે. મહેસૂલી સેવાઓની સરળતાની દિશામાં ગુજરાત અગ્રેસર છે. વિભાગ દ્વારા જમીનના વર્ષ 1931 થી 2004 સુધીના રેકોર્ડ્સને ડિઝીટાઇઝડ કરવામાં આવ્યા છે, જેમાં 8 કરોડ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવેલ છે.
લાઇવ ટ્રેડિંગ :
ગુજરાતે સૌ પ્રથમ ચોક્કસ બાબતો માટે લાઇવ ટ્રેડિંગ માટે પાઇલોટ એમિસન ટ્રેડિંગ સ્કીમન શરૂ કરી છે, 16 સપ્ટેમ્બર-2019થી 170 ઉદ્યોગો વચ્ચે લાઈવ ટ્રેડિંગ શરૂ થયેલ છે.
લેન્ડ બેંક પોર્ટલ :
જાન્યુઆરી 2020માં, પારદર્શિતાને ધ્યાને રાખી રાજયમાં ઉદ્યોગ સ્થાપવા માટે જમીન શોધવામાં રોકાણકારોને સહાયના ઉદેશથી ગુજરાત સરકારે ઓનલાઇન મોડની મદદથી, ગુજરાત લેન્ડ બેંક પોર્ટલ શરૂ કર્યું છે. જે જરૂરી જમીનની વિગત પુરી પાડે છે, જેમાં GIDC, ધોલેરા SIR, PCPIR, SEZ. ખાનગી ઔદ્યોગિક પાર્ક અને લોજીસ્ટીક પાર્ક વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. પોર્ટલ નજીકની માળખાગત સુવિધા વગેરે માહિતી પણ પૂરી પાડે છે.
સંદર્ભ : સામાજિક-આર્થિક સમીક્ષા- 2019-20, ગુજરાત