GDP અને GDP વૃદ્ધિ દરના ખ્યાલો

GDP (GROSS DOMESTIC PRODUCT) (કુલ ઘરગથ્થું ઉત્પાદન) :
- એક વર્ષમાં દેશમાં તૈયાર થયેલ કુલ ચીજ-વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનનું નાણાંકીય મુલ્ય એટલે GDP.

- GDP એ દેશની રાષ્ટ્રીય આવક વ્યક્ત કરવા માટેનો એક અગત્યનો નિર્દેશક છે.
- ભારતમાં GDP ના સત્તાવાર આંકડાઓ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય’ (MoSPI) હેઠળના વિભાગ કેન્દ્રીય આંકડા કચેરી’ (CSO) દ્વારા જાહેર કરવામાં આવે છે. 
- હાલમાં દેશમાં  GDP ગણતરી માટેનું આધાર વર્ષ 2011-12 છે. (30 જાન્યુઆરી 2015 પહેલા આધાર વર્ષ 2004-05 હતું.) 
- 2011-12ની નવી સીરીઝમાં CSOએ સાધન ખર્ચે GDPની પદ્ધતિ નાબુદ કરીને તેના સ્થાને મુલ્ય વૃદ્ઘી (GVA)પદ્ધત્તિ અપનાવી છે. જે મુજબ GDP = સ્થિર કિંમતોએ GVA + કરવેરા - સબસીડી
- ભારતમાં બે પદ્ધત્તિ દ્વારા GDP માપવામાં/દર્શાવવામાં આવે છે (1) મુલ્ય વૃદ્ઘી (GVA)ની ગણતરી વડે અને (2) બજાર કીમતની ગણતરી વડે.
- દેશમાં બે પ્રકારના GDPના મહત્વના આંકડાઓ રજુ કરવામાં આવે છે. (1) નોમિનલ (ચાલુ કિંમતે) GDP (2) વાસ્તવિક GDP (ફુગાવાની અસર દુર કરીને સ્થિર ભાવોએ) આ બન્નેમાં સાચા ચિત્રણ માટે વાસ્તવિક GDP વધુ મહત્વપૂર્ણ છે.
- ભારતમાં GDPની ગણતરી દર ત્રણ મહિને (ક્વાર્ટરમાં) કરવામાં આવે છે.
- સરકાર પ્રત્યેક 31 મે ના રોજ વાર્ષિક GDP ના સત્તાવાર આંકડાઓ પ્રકાશિત કરે છે.
- વર્ષ 2019-20માં વાસ્તવિક GDP (2011-12ની સ્થિર કિંમતોએ) રૂ. 147.79 લાખ કરોડનો અંદાજ રહ્યો.
GDP વૃદ્ધિ દર : (GROWTH RATE)
- GDPમાં થતો ટકાવારી વધારો એટલે GDPની વૃદ્ધિ.
- તે દેશની પ્રગતિ/વિકાસનું એક અગત્યનો માપદંડ છે.
- ભારતમાં  GDP વૃદ્ધિમાં ક્વાર્ટર (Q) સમયગાળામાં દર્શાવવામાં આવે છે.  જેમાં Q1 : એપ્રિલથી જુન,  Q2: જુલાઈથી સપ્ટેમ્બર,  Q3 : ઓક્ટોબરથી ડીસેમ્બર અને Q4 : જાન્યુઆરીથી માર્ચ હોય છે.
ઉદાહરણ-1 :
વર્ષ 2018માં એપ્રિલથી જુનમાં GDP રૂ. 200 કરોડ હોય અને જુલાઈથી સપ્ટેમ્બરમાં રૂ. 220 કરોડ થાય તો, GDP વૃદ્ધિ દર=[ (220 - 200 ) / 200]  x 100   =  10%  

ઉદાહરણ-2 :
વર્ષ 2018માં જુલાઈથી સપ્ટેમ્બરમાં GDP રૂ. 220 કરોડ હોય અને ઓક્ટોબરથી ડીસેમ્બરમાં રૂ. 210 કરોડ થાય તો, GDP વૃદ્ધિ દર =[(210 - 220) / 220 ]  x 100    =  - 4.5%   
અગાઉ GDP રૂ. 220 હતી જે ઘટીને રૂ. 210 થઇ છે તેથી અહીં GDP વૃદ્ધિ દરમાં ઘટાડો થયો કહેવાય. અહીં (-) માઈન્સ એ નકારાત્મક વૃદ્ધિ દર દર્શાવે છે.  સામાન્ય રીતે અર્થતંત્રમાં હકારાત્મક વૃદ્ધિ હોય છે, પરંતુ મોટા પાયે મંદી હોય ત્યારે નકારાત્મક વૃદ્ધિ જોવા મળે છે.

સંદર્ભ :
(1) PIB, GOI, 07-Jan-2020 
(2) MoSPI, GOI

 Download PDF