કોરોના રાહત પેકેજ-5 (17-05-2020)

કોરોના રાહત પેકેજ- 5  (17-05-2020)

ચિત્રાત્મક સમજુતી માટે 9 મીનીટની વિડીયો ક્લીપ :

VIDEO (by Kapil Ghosiya)

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રૂ. 20 લાખ કરોડના છેલ્લા તબક્કાનું રાહતનું પેકેજ-5 જાહેર કર્યું.  અગાઉ 1 થી 4 પેકેજ જાહેર કરવામાં આવ્યા. આ પેકેજમાં મુખ્યત્વે આરોગ્ય, વેપાર, શિક્ષણ વગેરે પર ભાર મુકાયો છે.

મુખ્ય જાહેરાતો :

(1) આરોગ્ય ક્ષેત્ર : ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં વેલનેસ સેન્ટર ખોલવામાં આવશે. ભવિષ્યમાં કોઈ મહામારી ન ઉદભવે તે માટે આવશ્યક પગલાં લેવાશે.

(2) ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસ : ડિઝીટલ ઈન્ડિયા હેઠળ રાઈટ ઈસ્યુ કરી શકાશે. ભારતીય પબ્લિક કંપની વિદેશી અધિકાર ક્ષેત્રમાં લિસ્ટેડ થઇ શકશે.

(4) જાહેર ક્ષેત્ર : જાહેર સાહસો (PSE )માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવશે. જે-તે ક્ષેત્રમાં ઓછામાં ઓછી એક જાહેર સાહસોની કંપની ઉપસ્થિત રહેશે. જાહેર ક્ષેત્રે હજુ વધુ ખાનગી ક્ષેત્રોને પ્રવેશ આપવામાં આવશે.

(5) શિક્ષણ : ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન, ગરીબ બાળકો માટે સ્વયં પ્રભા ડીટીએચ ચેનલ દ્વારા શિક્ષણ, નવી 12 ચેનલ  શરુ કરાશે, દિક્ષા કાર્યક્રમ હેઠળ ઈ-કન્ટેન્ટ અને ક્યુઆર કોડેડ માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તકો તમામ ધોરણોમાં અપાશે. ડિજીટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક ક્લાસ એક ચેનલની સુવિધા ઉભી કરવામાં આવશે.

(6) મનરેગા (MGNREGA) : 300 દિવસ દૈનિક કામ આપવામા આવશે. ચોમાસા દરમિયાન પ્રવાસી શ્રમિકોને માટે પણ ખાસ વ્યવસ્થા .

(7) રાજ્યોને સહાય : રાજ્યોમાં વિશેષ સુધારા માટે સહાય કરવામાં આવશે.  વન નેશન વન રેશન કાર્ડ’, ‘ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસ’, ‘વીજળી વિતરણઅને શહેરી સ્થાનિક સંસ્થાઓની મહેસુલ આવક  આ ચાર બાબતોને સાંકળીને રાજ્ય કક્ષાએ સુધારણા કરાશે. ખર્ચ વિભાગ દ્વારા રાજ્યો માટે વિશેષ યોજના અમલમાં મુકાશે.

(8) કંપની/નાદારી : નાદારી પ્રક્રિયામાં એક વર્ષ માટે છૂટ  અપાઈ. તેમજ નાદારી પ્રક્રિયા મર્યાદા ની રકમ 1 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી.

 સ્ત્રોત : PIB, GOI