કોરોના રાહત પેકેજ-4 (16-05-2020)


કોરોના રાહત પેકેજ- 4  (16-05-2020)


ચિત્રાત્મક સમજુતી માટે 7 મિનિટની વિડીયો ક્લીપ :

VIDEO (by Kapil Ghosiya)


નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રૂ. 20 લાખ કરોડના ચોથા તબક્કાનું રાહત પેકેજ-4 જાહેર કર્યું.

કુલ રૂ. 1.63 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું.

કુલ 8 ક્ષેત્રોમાં નીતિવિષયક જાહેરાતો કરવામાં આવી.

મુખ્ય જાહેરાતો :

(1) ખાણકામ/કોલસો : કોલસાના બ્લોકમાં  સંશોધન માટે બિડમાં ખાનગી ક્ષેત્ર ભાગ લઈ શકશે. આશરે 500 જેટલા માઈનિંગ બ્લોક બિડ માટે ઓફર કરવામાં આવશે.

(2) ખનીજ : 500 ખાણોની જાહેર હરાજી કરાશે.  ખનીજ ક્ષેત્રે કેટલાક નીતિગત સુધારા કરાશે.

(3) સંરક્ષણ : સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે વિદેશી રોકાણની મર્યાદાને 49 % થી વધારીને 74 %  કરવામાં આવશે.

(4) નાગરિક ઉડ્ડયન : એર ઓથોરીટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા 6 હવાઈ મથકોને PPP અંતર્ગત વિકસિત કરવામાં આવશે. કાર્યક્ષમ એરસ્પેસ મેનેજમેન્ટ સાથે ફ્લાઈંગ ખર્ચમાં રૂ. 1,000 કરોડનો ઘટાડો કરવામાં આવશે.

(5) વીજળી/ઉર્જા : કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે, વીજ કાપ બદલ DisCom ને દંડ થશે, ટકાઉ ક્ષમતા માટે સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવામાં આવશે, સબસીડી માટે DBT

(6) સામાજિક માળખું : વાઈએબિલિટી ગેપ ફંડિંગ (VGF) સ્કીમ હેઠળ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન અપાશે. આ માટે રૂ. 8100 કરોડ આપવામાં આવશે

(7) અવકાશ : અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે

(8) પરમાણું ઉર્જા : મેડિકલ આઈસોટોપ્સના ઉત્પાદન માટે PPP મોડેલમાં રિસર્ચ રિએક્ટર સ્થાપવામાં આવશે. ન્યુક્લિયર સેક્ટર સાથે ભારતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને જોડવામાં આવશે.


Source: PIB, GOI