કોરોના રાહત પેકેજ-2 (14-05-2020)

કોરોના રાહત પેકેજ-2  (14-05-2020)

માત્ર 3 મીનીટની વિડીયો ક્લીપ દ્વારા ચિત્રાત્મક રીતે સમજો :

VIDEO LINK (Prepared by Kapil Ghosiya)


નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડના બીજા તબક્કાનું રાહત પેકેજ-2 જાહેર કર્યું.

ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, નાના વેપારીઓ વગેરે માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર.

પ્રથમ તબક્કામાં મુખ્યત્વે નાના વ્યવસાયો, EPF, ધિરાણ સંસ્થાઓ, કર્મચારીઓ વગેરે માટે જાહેરાત કરવામાં આવી હતી.

પેકેજ-2ની મુખ્ય જાહેરાતો :

(1) ખેડૂતો માટે : પાકની ખરીદી માટે, ગ્રામીણ વિસ્તારમાં માળખાકીય વિકાસ માટે, નાના ખેડૂતો માટેની વ્યાજ સહાય, નાના ખેડૂતો માટે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં માછીમારી અને પશુપાલન

(2) પ્રવાસી કામદારો : ફ્રી રાશનની સુવિધા, પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા અને એક કિલો ચણા કુટુંબદીઠ, આગામી ઓગસ્ટથી વન નેશન-વન રાશન કાર્ડલાગુ

() ગરીબો માટે : સસ્તા ભાડે મકાન માટે યોજના

(4) ફેરીયા માટે : સ્પેશિયલ ક્રેડિટ સુવિધા

(5) નાના વેપારીઓ માટે : મુદ્રા (MUDRA) શિશુ લોન અંતર્ગત વ્યાજ-સહાય

(6) આમ આદમી : અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત ક્રેડિટ લિન્ક સબસિડી સ્કીમ લંબાવવામાં આવી.

(7) રોજગાર નિર્માણ : CAMPA (કમ્પલસરી એફોરેસ્ટેશન મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરીટી) હેઠળ એકત્ર ભંડોળ વડે વન સંરક્ષણના પ્રોજેક્ટ

Source: PIB. GOI