RBIની જાહેરાત (17-April-2020) : મુખ્ય બાબતો

RBIની જાહેરાત (17-April-2020)
અર્થતંત્રને સંકટથી ઉગારવા માટે RBI17-April-2020ના રોજ કેટલીક જાહેરાતો કરી. જેના મુખ્ય અંશો નીચે મુજબ છે.

>  મુખ્ય જાહેરાતો :
- રિવર્સ રેપો રેટને 4% થી ઘટાડીને 3.75 %  (25 બેઝીઝ પોઈન્ટ્સનો ઘટાડો)
- રેપો રેટ યથાવત
- ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન (TLTRO) અંતર્ગત અને માઇક્રો-ફાઇનાન્શિયલ સંસ્થાઓ અને બિન બેન્કિંગ નાણાંકીય સંસ્થાઓને 50 હજાર કરોડ રૂપિયાની મદદ.
- વિશેષ ધિરાણ અંતર્ગત રીફાઇનાન્સિંગ માટે 50 હજાર કરોડ રૂપિયાની મદદ (રૂ. 25 હજાર કરોડ NABARD માટે,  15 હજાર કરોડ SIDBI માટે, 10 હજાર કરોડ નેશનલ હાઉસિંગ બેંક માટે.)
- બેન્કોને NPA (ડુબેલી લોન) અંગે છૂટ. (બેન્કોએ 30 જૂન સુધી પોતાની NPA જાહેર ન કરવાની છુટ)
> અન્ય કેટલીક બાબતો :
- વૈશ્વિક GDPમાં 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થઇ શકે છે (જાપાન અને જર્મનીની સંયુક્ત GDP જેટલું)
- IMFના મતે ભારત G20 દેશોમાં ભારતની સ્થિતી સારી (G20માં ભારતની GDP વૃદ્ધિ સૌથી વધુ રહેવાની ધારણા)
- વૈશ્વિક અર્થતંત્ર સંદર્ભે ભારતની સ્થિતિ બીજા કરતાં ઘણી સારી. ભારતની GDP વૃદ્ધિ 1.9 ટકા રહેવાની ધારણા.
- લોકડાઉન બાદ દેશમાં 30 ટકા વિજળીની માગમાં ઘટાડો થયો.
- ઓટોમોબાઈલ ઉત્પાદન અને વેચાણ અને બંદર નૂર-ટ્રાફિકમાં તીવ્ર ઘટાડો નોંધાયો.
-  માર્ચ 2020 માં દેશની નિકાસમાં સંકોચન (-)34.6 %
- માર્ચ 2020 નો મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) છેલ્લા ચાર મહિનામાં સૌથી નીચો રહ્યો.
- આ કટોકટીની વચ્ચે દેશમાં કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી દિવસોમાં કૃષિ પર વધુ ભાર અપાશે.
- કોરોના તબક્કો પૂર્ણ થઈ જશે, ત્યારબાદ ભારતની GDP વૃદ્ધિ 7 % રહેવાનો અંદાજ.
> પગલાઓની સંભવિત અસરો :
 -  અર્થતંત્રમાં લાંબાગાળાની તરલતા(રોકડ પ્રવાહ)ને વેગ
-  રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેન્કો દ્વારા ગ્રાહકોને અપાતી લોનમાં વધારો
-  બિન બેન્કિંગ નાણાંકીય સંસ્થા અને માઇક્રો-ફાઇનાન્શિયલ સંસ્થાઓને ફાયદો
-  લઘુ ઉદ્યોગોને લાભ
-  ગ્રામિણ અર્થવ્યવસ્થાને વેગ
-  મૂડી બજારને વેગ

સંદર્ભ :
(1) https://www.rbi.org.in 
(2) https://www.gstv.in