ભારતમાં ખેત પાક


ભારતમાં મુખ્ય ખેત-પાકો

ભારતમાં ખેત-પાકનું વર્ગીકરણ (ઋતુઓ અનુસાર)
ઋતુઓના આધારે, ભારતમાં પાકને ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવે છે: રવી, ખરીફ અને ઝાયદ.
(A) ખરીફ (ચોમાસું) પાક : જૂન-જુલાઇમાં વાવણી જ્યારે વરસાદ શરૂ થાય ત્યારે તેનું વાવેતર થાય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાક (ઉનાળુ-ચોમાસુ) તૈયાર થાય છે. પરિપક્વતા અને વૃદ્ધિ માટે પાણી અને ગરમ હવામાનની જરૂર રહે છે. ઉદાહરણ: ચોખા, જુવાર, બાજરો, મકાઇ, કપાસ, મગફળી, શણ, શેરડી, હળદર, કઠોળ (જેમ કે અડદ) વગેરે.
(B) રવી (ચોમાસુ-શિયાળો): ઓક્ટોબર-નવેમ્બરમાં વાવેતર થાય છે. એપ્રિલ-મેમાં પાક તૈયાર થાય છે. બીજના અંકુરણ માટે ગરમ આબોહવા અને પરિપક્વતા અને વૃદ્ધિ માટે ઠંડા વાતાવરણ જરૂરી છે. ઉદાહરણ: ઘઉં, જવ, ચણા, વટાણા, જવ, બટેટા, ટામેટા, ડુંગળી, તેલીબીયા (જેમ કે રાઈ, સૂર્યમુખી, તલ, સરસવ) તમાકુ વગેરે.
(C) ઝાયદ(ઉનાળું) પાક : રવિ અને ખરીફ પાકની સીઝન વચ્ચે તેનું વાવેતર કરવામાં આવે છે. માર્ચ-જૂન વચ્ચે પાક તૈયાર થાય છે. ઉદાહરણ: કાકડી, કારેલા, કોળુ, તડબૂચ, સક્કર ટેટી, મગદાળ વગેરે.
ભારતમાં પાકની શ્રેણીઓ
- ધાન્ય પાક (ઘઉં, મકાઈ, ચોખા, બાજરી, જુવાર, કઠોળ વગેરે)
- રોકડીયા પાક (શેરડી, તમાકુ, કપાસ, શણ, તેલીબિયાં વગેરે)
- વનસ્પતિ પાક (કોફી, નાળિયેર, ચા, રબર વગેરે)
- બાગાયતી પાક (ફળ અને શાકભાજી)
ભારતમાં મુખ્ય ખેત-પાકો
ચોખા
પાકનો પ્રકાર
ખરીફ, રવિ
ટેકનોલોજી
પ્રત્યારોપણની ટેકનોલોજી, જાપાની ટ્રાન્સપ્લાન્ટેશન ટેકનોલોજી, નવી SRI ટેકનોલોજી
જાતો
અમન, અફઘાની, Aus, બોરો, પલુઆ
મુખ્ય ઉત્પાદકો
પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, આસામ, તામિલનાડુ, હરિયાણા
સર્વોચ્ચ ઉત્પાદક
પશ્ચિમ બંગાળ
હેક્ટર દીઠ સૌથી વધુ ઉપજ
પંજાબ
સંશોધન કેન્દ્ર
કટક, ઓડિશા
સૌથી વધુ ઉત્પાદક દેશ
ચીન

ઘઉં
પાકનો પ્રકાર
ખરીફ, રવિ
જાતો
આદિત્ય , VL-832, HD2687, PBW-343
મુખ્ય ઉત્પાદકો
ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ગુજરાત
સર્વોચ્ચ ઉત્પાદક
ઉત્તર પ્રદેશ
2018-19ના વર્ષ દરમિયાન નિકાસો
રૂ. 424.94 કરોડ, (2,26,225.00 MT)
મુખ્ય નિકાસ સ્થળો (2018-19)
નેપાળ, બાંગ્લાદેશ, UAE, સોમાલિયા અને શ્રીલંકા

કપાસ
પાકનો પ્રકાર
ખરીફ
જાતો
લાંબ રેશા, મધ્યમ રેશા, ટૂંકા રેશા
માટીનો પ્રકાર
કાળી માટી
મુખ્ય ઉત્પાદકો
ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, કર્ણાટક, તામિલનાડુ, ઓરિસ્સા
સર્વોચ્ચ ઉત્પાદક
ગુજરાત (2017, Business World)
સંશોધન કેન્દ્ર
નાગપુર, મહારાષ્ટ્ર
સૌથી વધુ ઉત્પાદક દેશ
ચીન

શણ
પાકનો પ્રકાર
ઝાયદ
જાતો
સફેદ શણ, Tossa
મુખ્ય ઉત્પાદકો
પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ
સર્વોચ્ચ ઉત્પાદક
પશ્ચિમ બંગાળ
હેક્ટર દીઠ સૌથી વધુ ઉપજ
પશ્ચિમ બંગાળ
સંશોધન કેન્દ્ર
કોલકાતા અને નીલગુંજ, પશ્ચિમ બંગાળ
સૌથી વધુ ઉત્પાદક દેશ
ભારત (સૌથી વધુ નિકાસ કરનાર બાંગ્લાદેશ)

શેરડી
પાકનો પ્રકાર
ખરીફ, રવિ
મુખ્ય ઉત્પાદકો
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ
સર્વોચ્ચ ઉત્પાદક
ઉત્તરપ્રદેશ
હેક્ટર દીઠ સૌથી વધુ ઉપજ
તામિલનાડુ
સંશોધન કેન્દ્ર
લખનૌ
સૌથી વધુ ઉત્પાદક દેશ
બ્રાઝિલ

ચા
મુખ્ય ઉત્પાદકો
આસામ, દાર્જિલિંગ (પશ્ચિમ બંગાળ), મેઘાલય, કેરળ, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક
સર્વોચ્ચ ઉત્પાદક
આસામ
સંશોધન કેન્દ્ર
ટોકલાઈ, આસામ
સૌથી વધુ ઉત્પાદક દેશ
ચીન

કોફી
જાતો
અરેબીકા અને રોબુસ્તા
વરસાદ
150-250 સે.મી.
મુખ્ય ઉત્પાદકો
કર્ણાટક, તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ
સર્વોચ્ચ ઉત્પાદક
કર્ણાટક
સૌથી વધુ ઉત્પાદક દેશ
બ્રાઝિલ

મસાલા
સ્થાન
પશ્ચિમ ઘાટ અને અન્ય ડુંગરાળ વિસ્તારોની 1000-2000 મીટર ઉંચાઈ
તાપમાન
10-30 ° સે
વરસાદ
200-300 સે.મી.
મુખ્ય ઉત્પાદકો
કેરળ, કર્ણાટક
સર્વોચ્ચ ઉત્પાદક
કેરળ

બરછટ અનાજ / મિલેટ્સ
પાકનો પ્રકાર
ખરીફ
તાપમાન
ઊંચા તાપમાનવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે અને તેને ‘ડ્રાયલેન્ડ પાક’ કહેવામાં આવે છે
સમાવિષ્ટ પાકો
બરછટ અનાજ બાજરી, જુવાર, બાજરો, રાગી વગેરે
વરસાદ
50-100 સે.મી.
મુખ્ય ઉત્પાદકો
મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન

મગફળી
પાકનો પ્રકાર
ખરીફ અને રવી પાક
તાપમાન
20 ° સે થી 30 ° સે તાપમાન
વરસાદ
50-75 સે.મી.
મુખ્ય ઉત્પાદકો
ગુજરાત, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ
વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે (ચીન પ્રથમ)

Source : Ministry of Agriculture & Farmers Welfare, GOI