નીતિ (NITI) આયોગ

નીતિ  (NITI) આયોગ
બદલાતી આર્થિક પરિસ્થિતિ સાથે સરકાર આર્થિક વિકાસમાં મહત્ત્વની સક્રિય ભૂમિકા ભજવે તે હેતુથી આયોજન પંચના સ્થાને નીતિ આયોગની રચના કરવામાં આવી. એ સાથે જ આયોજનપંચ વિખેરાઈ ગયું. નીતિ આયોગ દ્વારા આર્થિક વિકાસના વર્તમાન પડકારોનો સામનો કરવા પર તેમજ રાજ્યોના ઝડપી વિકાસ સાધવા પર ભાર મુકવામાં આવ્યો છે.


·  ટૂંકો પરિચય :
- NITI  આયોગનું પૂરું નામ National Institution for transforming India છે.  અહીં નીતિ એટલે ‘Policy’નહી.
- 66 વર્ષથી (1951 – 2017) કાર્યરત આયોજન પંચની જગ્યાએ સરકારે 1 જાન્યુઆરી, 2015ના રોજ નીતિ આયોગની સ્થાપના કરી છે.
- નીતિ આયોગની રચના પણ સંસંદના સંવિધાન હેઠળ કરવામાં આવી નથી. આમ, નીતિ આયોગ નાણાપંચ કે ચૂંટણીપંચની માફક સંવિધાનિક સંસ્થા નથી.
- નીતિ આયોગ ‘સહયોગપૂર્ણ સંઘવાદ’ની પરિકલ્પના પર આધારિત છે. તે રાજ્યોને તેમની જરૂરિયાતો મુજબ નીતિઓ અને કાર્યક્રમો તૈયાર કરવામાં મદદ કરે છે.
- નીતિ આયોગ સરકારને અર્થવ્યવસ્થાનાં વિવિધ પાસાંઓ સંદર્ભે વ્યુહાત્મક અને ટેકનિકલ સલાહ આપવાનું કાર્ય કરે છે.
- નીતિ આયોગ સમાજના પછાત વર્ગને વિશેષ લક્ષમાં લે છે. જો કે તે કેન્દ્રિય યોજના તૈયાર કરતું નથી કે ભંડોળ ફાળવણી કરતું નથી, પરંતુ વિકાસ કાર્યક્રમોની ચકાસણી અને મૂલ્યાંકનની કામગીરી કરે છે.
- નીતિ આયોગ લાંબાગાળાનાં સંદર્ભે 15 વર્ષનો દ્રષ્ટિકોણ લાવ્યું છે. જેમાં 7 વર્ષનો સ્ટ્રેટેજી પ્લાન અને ૩ વર્ષીય એકશન પ્લાન સામેલ છે.  
·  હાર્દરૂપ બે હબ :
નીતિ આયોગના હાર્દરૂપ બે હબ છે- (1) ટીમ ઇન્ડિયા હબ (TIH-Team India Hub) અને (2) જ્ઞાન અને નવીનતા હબ. (KIH- Knowledge and Innovation Hub). ટીમ ઇન્ડિયા હબનું કાર્ય કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારનો સહકાર સાધવાનું છે, જ્યારે જ્ઞાન અને ઇનોવેશન હબનું કાર્ય નીતિ આયોગની થીંક-ટેક ક્ષમતાઓ ઉભી કરવાનું છે.
·  નીતિ આયોગનું માળખું અને તેની રચના :
-        ભારતના પ્રધાનમંત્રી - પદેન અધ્યક્ષ
-        ગવર્નિંગ કાઉન્સિલમાં રાજ્યના મુખ્ય મંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ
-        વિશિષ્ટ મુદાઓ અંગે ક્ષેત્રીય પરિષદની રચના
-        પ્રધાનમંત્રી દ્વારા આમંત્રિતો નિષ્ણાંતો
-        પૂર્ણકાલીન સંગઠનાત્મક માળખું (પ્રધાનમંત્રી અધ્યક્ષ હોવા ઉપરાંત)
·  NITI આયોગની હાલની ટીમ (એપ્રિલ-2020):
પદ
નામ
અધ્યક્ષ
(Chairperson)
શ્રી નરેન્દ્ર મોદી, માનનીય વડા પ્રધાન (પદેન અધ્યક્ષ)
ઉપાધ્યક્ષ
(Vice Chairperson)
ડો. રાજીવ કુમાર, અર્થશાસ્ત્રી   (2015માં પ્રથમ- અરવિંદ પનગઢિયા)
પૂર્ણ સમયના સભ્યો
1.    વિજય કુમાર સારસ્વત , ભૂતપૂર્વ DRDO સચિવ
2.   પ્રો. રમેશચંદ, કૃષિ વિશેષજ્ઞ
3.   ડો. વિનોદ કે. પૌલ, જાહેર આરોગ્ય નિષ્ણાત
પદેન સભ્યો
(Ex-officio Members)
1.    શ્રી રાજ નાથ સિંઘ, સંરક્ષણ મંત્રી
2.   શ્રી અમિત શાહ, ગૃહ મંત્રી
3.   શ્રીમતી નિર્મલા સીતારમણ, નાણામંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી
4.   શ્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી; ગ્રામીણ વિકાસ મંત્રીપંચાયતી રાજ મંત્રી.
વિશેષ આમંત્રિત
1.    શ્રી નીતિન જયરામ ગડકરી, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રીસૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી
2.   શ્રી થાવરચંદ ગેહલોત, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી.
3.   શ્રી પીયુષ ગોયલ, રેલ્વે મંત્રીઅને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
4.   શ્રી રાવ ઈન્દરજિત સિંઘ, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને યોજના મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો).
મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)
અમિતાભ કાન્ત 
·  નીતિ આયોગના કાર્યો  :
-  સહયોગાત્મક અને સ્પર્ધાત્મક સંઘવાદને ઉત્તેજન આપવું.
-  સરકારના ‘થિંક ટેકરૂપે કાર્ય કરવું.
-  સતત વિકાસ માટે કાર્ય કરવું. 
-  રાજ્યના મિત્ર તરીકે કેન્દ્રમાં કાર્ય કરવું.
-  વિકેન્દ્રીકૃત આયોજનને પ્રોત્સાહન આપવું.
-  જ્ઞાન અને નવીનતાના હબ તરીકે કાર્ય કરવું.
-  કેન્દ્ર-રાજ્ય/રાજ્ય-રાજ્ય વચ્ચેના સંઘર્ષ ઉકેલવામાં મદદ. 
-  ડેમોગ્રાફીક ડિવિડન્ડ પ્રાપ્ત કરવા પ્રયત્નો કરવા.
-  સુશાસન લાવવા મદદરૂપ થવું.
-  NRI (વિદેશમાં વસતા ભારતીયો) દ્વારા ભૌગોલિક આર્થિક લાભ લેવા પ્રયત્ન કરવા
-  રાજ્યોને સલાહ-માર્ગદર્શન આપવું.
-  ક્ષમતા નિર્માણ માટે કાર્ય કરવું.
·  નીતિ આયોગની પ્રવૃત્તિઓની ચાર મુખ્ય વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે
(1) નીતિ નિર્ધારણ અને પ્રોગ્રામ ફ્રેમવર્ક
(2) સહકારી સંઘવાદનું પાલન
(૩) મોનીટરીંગ અને મૂલ્યાંકન
(4) થીંક ટેંક એન્ડ નોલેજ અને ઇનોવેશન હબ
·  નીતિ આયોગ અને આયોજનપંચ વચ્ચે તફાવત
નીતિ આયોગ
આયોજનપંચ
તે સભ્યોની વ્યાપક કુશળતા પર ભાર મૂકે છે.
તે મર્યાદિત કુશળતા પર આધારિત હતું.
તે સહકારી સંઘવાદની ભાવના પર કાર્ય કરે છે કારણ કે તે રાજ્યોની સમાન ભાગીદારીની ખાતરી આપે છે.
તેની વાર્ષિક આયોજન બેઠકોમાં રાજ્યોની ભાગીદારી ઘણી ઓછી હતી.
સચિવો જે સીઇઓ તરીકે ઓળખાય છે અને વડા પ્રધાન દ્વારા નિયુક્ત થાય છે.
સચિવોની નિમણૂક સામાન્ય પ્રક્રિયા દ્વારા કરવામાં આવતી હતી.
તે બોટમ-અપ એપ્રોચ પર કામ કરે છે.
તે ટોપ-ડાઉન અભિગમ પર આધારિત હતું.
તેને નીતિઓ લાગુ કરવાનો અધિકાર નથી.
નીતિઓ ઘડીને મંજૂર કરેલા પ્રોજેક્ટ્સ માટે ભંડોળની ફાળવણીની સત્તા હતી.
નાણાં પ્રધાનને સોંપાયેલું ભંડોળ ફાળવવાની તેની પાસે સત્તા નથી.
તેમાં ભંડોળ ફાળવવાની સત્તા હતી.
અંશકાલિન સભ્યો માટેની જોગવાઈ છે.
અંશકાલિન સભ્યો માટેની કોઈ જોગવાઈ ન હતી.
·  નીતિ આયોગની વિશિષ્ટ શાખાઓ/પાંખો :
-  રિસર્ચ વિંગ - જે ટોચના નિષ્ણાતો અને વિદ્વાનોની સમર્પિત થિંક ટેન્ક તરીકે ઘરેલું ક્ષેત્રીય કુશળતા વિકસાવે છે.
-  કન્સલ્ટન્સી વિંગ - જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કન્સલ્ટન્ટ કરવાનું કામ કરે છે.
-  ટીમ ઇન્ડિયા વિંગ - જેમાં દરેક રાજ્ય અને મંત્રાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, રાષ્ટ્રીય સહયોગ માટે કાયમી મંચ તરીકે કાર્ય કરે છે.

સંદર્ભ : https://niti.gov.in