લોકડાઉન અને RBIની નાણાકીય નીતિ


લોકડાઉન અને RBIની સાતમી દ્વિ-માસિક નાણાકીય નીતિ (27 માર્ચ 2020)

કોરોનાવાઈરસના પગલે લોકડાઉનથી મુશ્કેલી નિવારવા માટે RBI 27 માર્ચ 2020ના રોજ વિવિધ પગલાઓ દ્વારા રાહત આપી છે. ગ્રાહકો માટે મુદતી લોનના હપ્તાની ચુકવણીમાં તેમજ કંપનીઓને કાર્યકારી મૂડી પરની વ્યાજની ચુકવણીમાં ત્રણ મહિના માટે રાહતના પગલા લીધા છે. તેમજ રેપો રેટ, રીવર્સ રેપો રેટ અને CRRમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
RBIની નીતિના વિકાસલક્ષી અને નિયમનકારી ઉદેશ્યો :
 - નાણાં બજાર/સંસ્થાઓને COVID-19 સામે આર્થિક રાહત મળે તે માટે રોકડ નાણાંકીય પ્રવાહ વધારવો.
 - નાણાંકીય લેતી-દેતીને વેગ આપવો.
 - ચુકવણીનાં બોજમાં રાહત આપવી અને કાર્યકારી મૂડીપ્રાપ્તિમાં સુધારો કરવો.
 - COVID-19થી ઉદ્ભવેલ અસ્થિરતાના સંદર્ભમાં બજારોની કામગીરીમાં સુધારો કરવો.
મુખ્ય ફેરફારો :
- રેપો રેટ  =  4.4%  (75 બેસિસ પોઇન્ટ એટલે કે 0.75%નો ઘટાડો) (રેપો રેટ છેલ્લા દસ વર્ષમાં સૌથી નીચો)
- રિવર્સ રેપો રેટ  =  4%  (90 બેસિસ પોઇન્ટ એટલે કે 0.90%નો ઘટાડો)
- રોકડ અનામત દર (CRR) =  3% (100 બેસિસ પોઈંટ એટલે કે 1%નો ઘટાડો)
- EMI ચુકવણી પર 3 મહિના મોરેટોરિયમ  (ગ્રાહકોને તમામ પ્રકારની ટર્મ લોનના હપ્તા ભરવામાં મહિના રાહત તેમજ વર્કિંગ કેપિટલ પરના EMI (હપ્તાઓ)માં મહિના રાહત.)
- રૂ. 1,00,000 કરોડ Targeted Long Term Repos Operations (પોલિસી રેપો રેટ સાથે જોડાયેલા ફ્લોટિંગ રેટ પર રૂ. 1,00,000 કરોડ સુધીની કુલ રકમ માટે યોગ્ય કદના ત્રણ વર્ષ સુધીના ટાર્ગેટ ટર્મ રીપરચેઝ એગ્રીમેન્ટસ -Reposની હરાજી કરાશે)
- આવશ્યક દૈનિક CRR બેલેન્સ મેન્ટેનન્સ 90 ટકાથી ઘટાડીને 80 ટકા (26 જુન 2020 સુધી)
- MSF હેઠળ SLRની મર્યાદા 2 ટકામાંથી વધારીને 3 ટકા.
- નીતિ દર કોરિડોર (રેપો અને રીવર્સ વચ્ચનો તફાવત) 40 બેસીસ પોઈન્ટ સુધી ફેરફાર પાત્ર.
- NSFRનો અમલ સ્થગિત (1 એપ્રિલ-2020 થી 1 ઓક્ટોબર-2020 સુધી ચોખ્ખો સ્થિર ભંડોળ ગુણોત્તરનો અમલ સ્થગિત)
- Non-Deliverable Forward માર્કેટમાં પ્રવેશ (ભારતમાં આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) બેંકિંગ યુનિટ્સ (IBUs)નું સંચાલન કરતી બેંકોને 1 જૂન, 2020 થી Non-Deliverable Forward માર્કેટમાં પ્રવેશની મંજૂરી)
RBIના પ્રવર્તમાન મહત્વના દરો (માર્ચ-2020ની સ્થિતિએ) :
પોલીસી રેટ
રેપો રેટ4.4%
રિવર્સ રેપો રેટ  =  4%
સીમાંત સ્થાયી સુવિધા (MSF) =  4.65%
બેંક રેટ = 4.65%
રીઝર્વ રેશિયો (અનામત દર)
રોકડ અનામત દર (CRR) =  3%
તરલતા ગુણોત્તર વૈધાનિક (SLR) =  18.25%
લેન્ડીંગ ડીપોઝીટ રેટ
બેઝ રેટ = 8.15 to 9.40%
બચત ડીપોઝીટ દર = 3 to 3.5%
ટર્મ ડીપોઝીટ દર (>1 વર્ષ)= 5.90 to 6.40

લોકડાઉન સામે RBIના રાહત પેકેજની સંભવિત અસરો :
- રેપો અને રીવર્સ રેપોમાં ઘટાડો થવાથી લોન સસ્તી થશે.
- CRRમાં ઘટાડો થતા અર્થતંત્રમાં રોકડ પ્રવાહ (રૂ. 1.37 લાખ કરોડ)વધશે.
- અર્થતંત્રમાં કુલ રોકડ (રૂ. 3.74 લાખ કરોડ) વધશે.
- બેંકો પોતાની રોકડનું મહત્તમ રીતે ધિરાણ કરે તો અર્થતંત્રને ફાયદો થશે.
- ટર્મ લોનનો હપ્તો (EMI) ભરવામાં ત્રણ મહિના ટળી જવાથી ગ્રાહકો/મધ્યમવર્ગને રાહત.
- કાર્યકારી મૂડી પરની વ્યાજની ચુકવણી ત્રણ મહિના માટે ટળી જવાથી કંપનીઓને રાહત.
RBI ગવર્નરશ્રી શક્તિકાન્ત દાસે જણાવ્યું હતું કે, દેવાની સર્વિસિંગને લગતા બોજને ઘટાડવાથી, ધિરાણ લેનારાઓને રાહત મળશે અને અર્થતંત્રનું ભારણ ઓછુ થશે. તેમજ નીતિ પંચના ઉપાધ્યક્ષશ્રી રાજીવ કુમારે જણાવ્યું હતું કે રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેન્કોને લોન આપવામાં મદદ મળશે.

સંદર્ભ :  https://www.rbi.org.in 

Download PDF