કોરોના અને લોકડાઉન
સામે કેન્દ્રનું
રાહત પેકેજ
(રૂ. 1.7 લાખ
કરોડ)
ભારતમાં ઝડપથી ફેલાયેલી નોવેલ કોરોનાવાયરસનો સામનો કરવા દાખલ કરાયેલા 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ગરીબ અને દૈનિક મજૂર વર્ગને મદદ કરવા માટે તેમજ અર્થતંત્રને નુકશાનમાંથી ઉગારવાના ભાગરૂપે નાણાં પ્રધાન નિર્મલા સીતારમને 26-03-2020ના રોજ રૂ. 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ઉપરાંત જિલ્લા મિનરલ ફંડનો ઉપયોગ મેડિકલ સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ પ્રોસેસ, કોરોના વિશે જાગૃતિ કાર્યોમાં કરવા માટે રાજ્ય સરકારોને અપીલ કરી છે.
આરોગ્ય કર્મચારીઓ માટે :
- આરોગ્ય કર્મચારીઓના હિતની સુરક્ષા માટે સરકાર આરોગ્ય કાર્યકર દીઠ રૂ. 50 લાખનો વિશેષ વીમો આપશે. જેમાં સફાઇ કર્મચારીઓ, વોર્ડ-બોયઝ, નર્સો, પેરામેડિક્સ, ટેકનિશિયન્સ, ડોકટરો અને નિષ્ણાતો વગેરેને આવરી લેવામાં આવશે. આ યોજનાનો લાભ આશરે 22 લાખ આરોગ્ય કર્મચારીઓને મળશે.
ગરીબ માટે :
- મનરેગા અંતર્ગત દૈનિક વેતન રૂ. 182 થી વધારીને રૂ. 202 કરવામાં આવ્યું. આનાથી આશરે 5 કરોડ પરિવારોને લાભ થશે.
- PM અન્ન યોજના હેઠળ 80 કરોડ ગરીબ લોકોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો પસંદગીના કઠોળ નિ:શુલ્ક આપવામાં આવશે. આ હાલના સમયે તેઓ અન્ય યોજનાઓ હેઠળ રેશન મેળવે છે તે ઉપરાંત મળશે.
- ઉજ્જવલા યોજના અંતર્ગત આગામી ત્રણ મહિના સુધી 8 કરોડ BPL પરિવારોને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, મહત્તમ ત્રણ ગેસ સિલિન્ડર આપવામાં આવશે.
ખેડુતો માટે :
- PM કિશન યોજના અંતર્ગત, ખેડૂતોને રૂ. 2000નો હપ્તો એપ્રિલ મહિનામાં જ આપી દેવાશે. આનાથી 8.7 કરોડ ખેડૂત પરિવારોને લાભ થશે.
પ્રત્યક્ષ રોકડ ટ્રાન્સફર (DBT) :
- અંદાજે કુલ 20 કરોડ
PM જન ધન યોજના મહિલા ખાતા ધારકોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને રૂ. 500 ની સહાય આપવામાં આવશે. આ રકમ સીધી જ જનધન ખાતામાં અપાશે. આ હેતુ માટે ભારત સરકાર રૂ. 31000 કરોડ ખર્ચ કરશે.
- આગામી ત્રણ મહિના માટે વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને વધારાના રૂ. 1000 (DBT દ્વારા) આપવામાં આવશે. આનાથી આશરે 3 કરોડ લોકોને લાભ થશે.
કામદારો માટે :
- એવી સંસ્થા/એકમો જ્યાં 100થી ઓછા કર્મચારી છે અથવા જ્યાં 90% કર્મચારીનો પગાર રૂ. 15000થી ઓછો છે, તેમના EPFનો 24 ટકા ફાળો (12 ટકા ફાળો કર્મચારી દ્વારા અને 12 ટકા એમ્પ્લોયરને બદલે) આગામી ત્રણ મહિના સુધી સરકાર આપશે.
- આનાથી 4 લાખથી વધુ સંસ્થાઓ/એકમોના કર્મચારીઓને લાભ મળશે.
મહિલા SHGs માટે :
- PM
ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મહિલા સેલ્ફ હેલ્ફ ગ્રુપ અંતર્ગત 7 કરોડ પરિવારોને લાભ મળશે.
- દીન દયાલ રાષ્ટ્રીય ગ્રામીણ યોજના અંતર્ગત જામીન ફ્રી લોન બેગણી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવશે. તેનાથી 63 લાખ લોકોને ફાયદો મળશે.
સંદર્ભો :
- https://www.gstv.in
- https://www.indiatoday.in
- https://gujarati.abplive.com