Union Budget-2020


બજેટ-2020 હાઈલાઈટ્સ
બજેટના ત્રણ મુખ્ય પાયા :
1. મહત્વાકાંક્ષી ભારત : દરેકને સારું જીવનધોરણ
2.
આર્થિક વિકાસ : બધાને આવરી લેનારો વિકાસ, જે સબકા સાથ સબકા વિકાસની વાત છે
3.
કાળજી લેતો સમાજઃ : માનવીય અને કરુણામય સમાજ
મહત્વાકાંક્ષી ભારતના ત્રણ ઘટકો
આર્થિક વિકાસ
કાળજી લેતો સમાજ
(1) ખેતી, સિંચાઈ અને સ્વચ્છતા
(2) શિક્ષણ અને વિવિધ કૌશલ્યો
(3) આરોગ્ય, પાણી અને સ્વચ્છતા
બધાને આવરી લેનારો વિકાસ,
સબકા સાથ સબકા વિકાસ પર ભાર.
(1) મહિલાઓ અને બાળકો
(2) સામાજિક કલ્યાણ
(3) સંસ્કૃતિ અને પર્યટન

પ્રત્યક્ષ કરવેરાની જોગવાઈઓ
-         નવી સરળ વ્યવસ્થામાંથી હાલની છૂટ અને મુક્તિ (100થી વધારે)માંથી 70ને દૂર કરવામાં આવશે.
-         નવી કરવેરા વ્યવસ્થા વૈકલ્પિક બનશે - કરદાતા જૂની વ્યવસ્થા પ્રમાણે કરવેરો ભરવાનું ચાલુ રાખી શકે
-         80-C, 80-D સહિતની રાહતોનો લાભ મેળવવો હોય તો જૂનાં સ્ટ્રક્ચરનો વિકલ્પ પસંદ કરી શકાશે
-         રોકાણો દર્શાવવાની ઝંઝટમાંથી મુક્તિ જોઈતી હોય તેમના માટે નવા સ્ટ્રક્ચરની પસંદગીનો વિકલ્પ અને મુજબ કરમુક્તિનો લાભ અને છૂટછાટો મેળવી શકશે.
કરપાત્ર આવકનાં સ્લેબ (રૂ.માં)
કરવેરાનાં હાલનાં દર
કરવેરાના નવા દર
0 થી 2.5 લાખ
કરમુક્તિ
કરમુક્તિ
2.5 લાખથી 5 લાખ
5%
5%
લાખથી 7.5 લાખ
20%
10%
7.5 લાખથી 10 લાખ
20%
15%
10 લાખથી 12.5 લાખ
30%
20%
12.5 લાખથી 15 લાખ
30%
25%
15 લાખથી વધારે
30%
30%

મુખ્ય હાઈલાઈટ્સ
-         2020-21 માટેની રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાનો અંદાજ
-         વર્ષ 2020-21 માટે જીડીપીનો નોમિનલ વૃદ્ધિ દર 10 ટકા રહેવાનો અંદાજ
-         2019-2020 26.19 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો અને 19.32 લાખ કરોડ રૂપિયા રાજસ્વ મળ્યું.
-         2020-21માં 30.42 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો અને 22.46 લાખ કરોડ રૂપિયાના રાજસ્વનું અનુમાન છે.
-         સરકાર LIC માંથી પોતાનો અમુક હિસ્સો વેચશે (LICનો IPO લવાશે)
-         ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરાયો
-         હોમ લોન માટેનું 1.5 લાખ રૂપિયાનું એક્ઝેમ્પશન વધુ એક વર્ષ માટે લંબાવાયું
-         5 લાખ રૂપિયા સુધીની બૅન્ક ડિપોઝિટને સુરક્ષિત કરાઈ
-         સસ્તી હોમ લોનના વ્યાજ પર હવે 1.5 લાખની રાહત
-         આધાર કાર્ડ મારફત તરત PAN કાર્ડ મળશે
-         કસ્ટમ્સ ડ્યૂટીમાંથી 14 રાહત સરકારે પાછી ખેંચી.
-         રૂ. 100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા સ્ટાર્ટ-અપ્સને કુલ 10 આકારણી વર્ષમાંથી કોઈ પણ સતત 3 વર્ષ માટે 100 ટકા કરમુક્તિનો લાભ મળશે.
-         સહકારી મંડળીઓને વૈકલ્પિક લઘુતમ કરવેરા (એએમટી)માંથી મુક્તિ તેમજ તેને 30 ટકાની જગ્યાએ 22 ટકા ટેક્સ.
-         ભારત 2022માં G-20ની અધ્યક્ષતાની યજમાની કરશે. તેનું આયોજન આઝાદીના 75મા વર્ષ પર થશે. તેની તૈયારી માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે.
-         કેસ ઓછા કરવા માટે વિવાદ સે વિશ્વાસ સ્કીમ
શું મોંઘું થશે ?
શું સસ્તું થશે ?
મોબાઇલ ફોન, ફૂટવિયર, વિદેશી ફર્નિચર, પંખા, સિગરેટ અને તમાકુ, ઓટો પાર્ટ્સ, ઈમ્પોર્ટેડ મેડિકલ ડિવાઇસ, પેટ્રોલ-ડીઝલ, સોનું, કાજુ, સિંથેટિક રબર, ટાઈલ્સ  મોંઘી થઈ જશે. ઉપરાંત એસી, સીસીટીવી કેમેરા, ગાડીના હોર્ન, લાઉડ સ્પીકર, સ્ટેનલેસ પ્રોડક્ટ, ઓપ્ટિકલ ફાઇબર મોંઘા થવાની શક્યતા છે.
કાપડ ક્ષેત્રને લાભ આપવા માટે પીટીએ પરથી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે. ન્યૂઝ પ્રિંટ અને હલ્કા કોટેડ પેપરની આયાત પર ટેક્સ 10 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે.  બજેટ બાદ હોમ લોન સસ્તી થઈ શકે છે ઉપરાંત ઈલેકટ્રિક કાર પણ સસ્તી થઈ શકે છે.  કાચી ખાંડ, કૃષિ-પ્રાણી આધારિત ઉત્પાદનો, સ્કીમ્ડ દૂધ, અમુક આલ્કોહોલિક પીણા, સોયા ફાઇબર, સોયા પ્રોટીન પર કસ્ટમ્સ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે. 

બજેટમાં ગુજરાતને ભેટ :
-         મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ ઝડપી કરવાની જાહેરાત કરવામાં આવી છે માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. 
-         ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસીક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં ધોળાવીરામાં સાંસ્કૃતિક મ્યુઝમ તથા લોથલમાં અન્ડર વોટર મ્યુઝિયમ બનાવવાની જાહેરાત.
કંપનીઓ માટેના કરવેરાના સુધારા
હવે કંપનીઓએ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ભરવો નહીં પડે, જેને ડિવિડંડ મળે તેણે ટેક્સ ભરવાનો રહેશે
વીજનિર્માણ કરતી કંપનીઓએ ઓછા દરે કરવેરો લાગુ પડશે. નવી કંપનીઓને 15 ટકાના દરે લાગુ પડશે.
રાજકોષીય ખાધ માટેનાં પગલાં
સરકારે કરવેરાની આવક વધારવા માટેનાં પગલાં ભર્યાં છે, જો કે, તેનાં પરિણામ મળવામાં સમય લાગશે
• 2019-20
માટેની રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાની ધારણા
વર્ષ 2020-21 માટેની રાજકોષીય ખાધ 3.5 રહેવાનો અંદાજ
• 2020-21
માટેના ખર્ચનો મોટો હિસ્સો મૂડીગત ખર્ચમાં જશે
નાણાકીય બજાર માટેનાં પગલાં
અમુક સરકારી સિક્યૉરિટીઝમાં ભારતીયોની સાથે સાથે વિદેશી રોકાણકારોને પણ રોકાણ કરવા દેવાશે
ડેટ આધારિત ઈટીએફ સફળ રહ્યું છે. હવે ખાસ સરકારી સિક્યૉરિટીઝ માટેનું ડેટ ઈટીએફ લવાશે
એનબીએફસી અને એચએફસીની પ્રવાહિતાની સમસ્યાને નાથવા માટે નવી વ્યવસ્થા કરાશે
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ માટે 22,000 કરોડ રૂપિયા અપાયા છે
ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. હવે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ બનાવાશે
આઇડીબીઆઇ બૅન્કમાંથી સરકારનો બાકીનો હિસ્સો વેચી દેવાશે
બૅન્કોમાં મૂકાતી રકમ હવે 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધી સલામત રહેશે
• 5 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચાશે.
સરકારે 3,50,000 કરોડ રૂપિયા જાહેર ક્ષેત્રની બૅન્કોને આપ્યા છે
અમુક સરકારી બૅન્કોને વધુ નાણાં પ્રાપ્ત કરવા માટે આઇપીઓ લાવવા દેવાશે
ડિપોઝિટરોનાં નાણાં સંપૂર્ણપણે સલામત રહે માટે શેડ્યુલ્ડ કોમર્શિયલ બૅન્કોની સલામતી માટેની વ્યવસ્થા છે.
ડિપોઝિટર વીમો 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો
ભારતીય રેલવે માટે પગલાં
મહત્વનાં 5 પગલાઃ
-         રેલવે ટ્રેકની સાથે સાથે રેલવેની માલિકીની જમીનો ઉપર મોટી સૌર પાવર ક્ષમતા ઉભી કરવામાં આવશે.
-         પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પદ્ધતિથી 4 સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને 150 પેસેન્જર ટ્રેન્સનું સંચાલન કરવામાં આવશે.
-         પ્રસિદ્ધ પર્યટન સ્થળોને તેજસ પ્રકારની વધુ ટ્રેનો સાથે જોડવામાં આવશે.
-         મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની યોજના સક્રિયપણે વિચારાઈ રહી છે.
-         રૂ. 18,600 કરોડના ખર્ચે 148 કિ.મી. લાંબો બેંગાલૂરૂ સબરબન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે અને તેમાં મેટ્રો મોડલના ધોરણે ભાડાં લાગુ કરાશે. કેન્દ્ર સરકાર ઈક્વિટીમાં 20 ટકા હિસ્સો આપશે અને પ્રોજેક્ટ ખર્ચની 60 ટકા રકમ માટે બાહ્ય સહાય માટે સગવડ કરી આપશે.
આર્થિક વિકાસ માટેનાં પગલાં
વેપારસાહસિકતા આજે પણ ભારતની શક્તિ છે, જે સદીઓથી રહી છે
રોકાણ માટે મંજૂરી આપનારો વિશેષ કક્ષ બનાવવામાં આવશે
• 5
નવાં સ્માર્ટ શહેર બનાવાશે
દેશમાં મોબાઇલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના લવાશે
રાષ્ટ્રીય ટેક ટેક્સટાઇલ મિશન સ્થાપવામાં આવશે
દરેક જિલ્લાને નિકાસનું કેન્દ્ર બનાવવાનું વડા પ્રધાનનું સ્વપ્ન
• 20,300
કરોડ વેપાર-વાણિજ્ય માટે ખર્ચવામાં આવશે
આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે
શિક્ષણ ક્ષેત્ર માટેની જોગવાઈઓ
વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી લેવલ સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે
વધુ રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે
એશિયન અને આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ માટે ઇન્ડ-સેટ પરીક્ષા લેવામાં આવશે, જેથી તેઓ ભારતમાં શિક્ષણ લેવા આવી શકે
મેડિકલ ડૉક્ટરની અછતને દૂર કરવા માટે સરકાર હાલની જિલ્લા સ્તરની હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ સાંકળવામાં આવશે. સરકાર-ખાનગી ક્ષેત્રના સહકારથી મેડિકલ કૉલેજો ખોલવામાં આવશે.
શિક્ષકો, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ માટે વિદેશમાં માગ છે. આથી આરોગ્ય મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલય તેના માટે વિશેષ તાલીમ પૅકેજ લવાશે.
• 2020-21
માં શિક્ષણ ક્ષેત્ર માટે 99,300 કરોડ રૂપિયાની ફાળવણી
આરોગ્ય સ્વચ્છતા માટે સરકારનાં પગલાં
• ‘ટીબી હારેગા, દેશ જિતેગા’. 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય
• 69,000 કરોડ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવાયા છે, જેમાંથી કરોડમાંથી રૂ. 6400 કરોડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેવાય) માટે વપરાશે.
આયુષ્માન ભારત યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે
• 2020-21માં 12,300 કરોડ સ્વચ્છ ભારત મિશન માટે ખર્ચાશે
જલ જીવન મિશન માટે 3.6 લાખ કરોડની ફાળવણી કરાશે
જન ઔષધિ કેન્દ્ર યોજના હેઠળ 200 દવાઓ અને 300 સર્જીકલ્સ વર્ષ 2024 સુધીમાં તમામ જિલ્લાઓમાં પૂરા પાડવામાં આવશે
ખેતી, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ માટે પગલાઓ
આના માટે 16 મુદ્દા ( એક્શન પોઇન્ટ) તૈયાર કરવામાં આવ્યા છે.
(1) એવી રાજ્ય સરકારોને પ્રોત્સાહન આપવું કે જે આધુનિક કાયદાને ઉત્તેજન આપે છે, જેમ કે - કૃષિ ઉપજનું માર્કેટિંગ, કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કાયદાનો અમલ.
(2) જળ સંકટ મોટો પડકાર છે. પાણીની અછતનો સામનો કરી રહેલા 100 જિલ્લા પર ફોકસ.
(3) અન્નાદાતા ઉર્જાદાતા પણ બનશે. 20 લાખ ખેડૂતોનો સોલર પંપ લગાવવા માટે સરકાર મદદ કરશે. અમે 15 લાખ અન્ય ખેડૂતોને ગ્રિડ કનેક્ટેડ પંપ અપાશે.
(4) સરકાર ફર્ટિલાઈઝરનો સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન. તે માટે કેમિકલ ફર્ટિલાઈઝરની જરૂરથી વધારાનો ઉપયોગ રોકવામાં આવી રહ્યો છે.
(5) ભારત પાસે 162 મેટ્રીક ટન કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા છે. બ્લોક અને તાલુકા સ્તર પર વેરહાઉસ નિર્માણને ઉત્તેજન અપાશે. ફૂડ કોર્પોરેશન અને સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન તેની જમીન પર પણ કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરશે.
(6) સ્વ સહાય સમૂહો ખાસ કરી મહિલા સ્વ સહાયતા સમૂહ યોજના મારફતે વિલેજ સ્ટોરેજને ઉત્તેજન આપી શકશે. તે બિયારણોનો સંગ્રહ કરશે અને ગામડાઓમાં ખેડૂતોને જરૂર પડવાના સંજોગોમાં બિયારણ આપી શકાશે.
(7) કિસાન રેલ શરૂ કરાશે. ટ્રેનોમાં સ્ટોરેજની વ્યવસ્થા હશે.
(8) કૃષિ ઉડ્ડાનની પણ શરૂઆત થશે. તે ઉડ્ડયન મંત્રાલય મારફતે થશે. તેનાથી ઉત્તરપૂર્વ અને આદિવાસી વિસ્તારોથી કૃષિ ઉપજને ઉત્તેજન મળશે.
(9) હોર્ટીકલ્ચરમાં અત્યારે ખાદ્યાન લક્ષ્ય કરતા વધારે છે. તેને ક્લસ્ટરમાં ફાળવણી કરી દરેક જિલ્લામાં ઉત્પાદનને વધારાશે.
(10) ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમને ઉત્તેજન અપાશે. જીરો બજેટ ફાર્મિંગ અને જૈવિક ખેતીને ઉત્તેજન આપવામાં આવશે.
(11) ફાયનાન્સિંગ ઓન નેગોશિએબલ વેરહાઉસિંગ રિસીપ્ટ્સ પર ભાર.
(12) નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ અત્યારે સક્રિય છે. નાબાર્ડ સ્કીમને વિસ્તારવામાં આવશે. 2021માં 15 લાખ રૂપિયા એગ્રિકલ્ચર ક્રેડિટ માટે ફાળવવામાં આવ્યા.
(13) પશુધનની બિમારોને ખતમ કરવામાં અપાશે. મનરેગાનો તેમા ઉપયોગ કરવામાં આવશે. મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટીને બમણી કરવામાં આવશે. 53 મેટ્રીક ટનથી 108 મેટ્રીક ટન કરાશે
(14) ફિશરીંઝ પર કામ કરવામાં આવશે.
(15) 2023 સુધી માછલી ઉત્પાદન 200 લાખ ટન સુધી વધારવામાં આવશે.
(16) દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત સ્વ-સહાયતા જૂથોને ઉત્તેજન અપાશે.
અન્ય મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત
• 2024 સુધીમાં 100 નવાં ઍરપોર્ટ બનાવાશે
વીજગ્રાહકો માટે પ્રિ-પેઇડ મીટર્સ આવશે. ગ્રાહકો પોતાના સપ્લાયર જાતે નક્કી કરી શકશે
• 2020-21
માં પરિવહન ક્ષેત્ર માટે 1.7 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
ઇનોવેશન પર આધારિત નવું અર્થતંત્ર વિકસાવવામાં આવશે
દેશમાં ખાનગી ક્ષેત્ર ડેટા સેન્ટર પાર્ક બનાવી શકશે. સરકારે તેના માટે મંજૂરી આપવાનું નક્કી કર્યું
ગામોમાં આંગણવાડી, સરકારી શાળાઓ, પોલીસ સ્ટેશન, વગેરેને ડિજિટલ કનેક્ટિવિટી આપવાનું આયોજન
• 2020-21
માં 6,000 કરોડ રૂપિયા ભારત નેટ કાર્યક્રમ માટે ફાળવાશે
• 1
લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર લિંક આપવામાં આવશે
કરદાતાઓને કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે અને તેના માટે કાયદા ઘડાશે
કંપનીઝ ઍક્ટમાં આવશ્યક સુધારા કરાશે.
નોન-ગેઝેટેડ સ્તરે સમાન પ્રકારના હોદ્દાઓ માટે અલગ અલગ પરીક્ષાઓના સ્થાને રાષ્ટ્રીય ભરતી એજન્સી સ્થાપવામાં આવશે, જે કોમન પરીક્ષા લેશે
ડેટા કલેક્શનનું આધુનિકીકરણ કરવામાં આવશે
• 2020-21
માં 85,000 કરોડ રૂપિયા અનુસુચિત જાતિ માટે ફાળવાશે
• 2020-21
માં 53,700 કરોડ રૂપિયા અનુસુચિત જનજાતિ માટે ફાળવાશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ફોર હેરિટેજ ઍન્ડ કન્ઝર્વેશન બનાવાશે
પાંચ પુરાતત્ત્વ સ્થળોનો વિકાસ કરવામાં આવશે, જેમાં ગુજરાતના ધોળાવિરાનો સમાવેશ
ઝારખંડના રાંચીમાં આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે
લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમ બનાવાશે. 3,150 કરોડ રૂપિયા સાંસ્કૃતિક મંત્રાલય માટે ફાળવાશે
ભારતનેટ સાથે વર્ષે 1 લાખ ગામડાંઓને ફાયબર ટુ હોમ (એફએફટીએચ) મારફતે જોડવામાં આવશે.
વર્ષ 2020-21માં ભારતનેટ પ્રોગ્રામ માટે રૂ. 6000 કરોડની દરખાસ્ત કરાઈ છે.

Source: PIB, Ahmedabad