Economic Survey-2019-20

આર્થિક સર્વેક્ષણ 2019-20ની મહત્વની બાબતો

બજેટ રજૂ થતાં પહેલાં વર્ષ 2019-2020નો આર્થિક સર્વે ગૃહમાં રજૂ કરી દેવામાં આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ રેટ 6-6.5 ટકા વચ્ચે રહેશે. આર્થિક સર્વે પર મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રુમણ્યને કહ્યું કે,‘અમારી ટીમે સંપૂર્ણ સમર્પણ સાથે આ કોશિશ કરી છે, મને આશા છે કે પરિણામ સારા આવશે અને અમે અર્થવ્યવસ્થા માટે વિચારોનું યોગદાન કરવામાં સક્ષમ છીએ.
મુખ્ય હાઇલાઇટ્સ
Ø  કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ફુગાવો 2018-19 (એપ્રિલથી ડિસેમ્બર 2018)માં 3.7 ટકાથી વધીને 2019-10 (એપ્રિલથી ડિસેમ્બર 2019)માં 4.1 ટકા થઈ ગયો હતો. જથ્થાબંધ મોંઘવારી દર (WPI) 2018-19 (એપ્રિલથી ડિસેમ્બર, 2018)માં 4.7 ટકાથી ઘટીને 2019-20 (એપ્રિલથી ડિસેમ્બર, 2019)માં 1.5 ટકા થઈ ગયો છે.
Ø  વર્ષ 2018-19 (એપ્રિલથી નવેમ્બર)માં 5.0 ટકાની સરખામણીએ 2019-20 (એપ્રિલ-નવેમ્બર) દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ (IIP) પ્રમાણે ઔદ્યોગિક ક્ષેત્રે માત્ર 0.6 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Ø  2019માં સરકારી બેન્કોમાં એવરેજ એક રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે તેમાં 23 પૈસાનું નુકસાન થયું છે. જ્યારે ખાનગી બેન્કિંગ સેક્ટરમાં 1 રૂપિયાના રોકાણમાં 9.6 પૈસાનો ફાયદો થયો છે.
Ø  ચાલુ ખાતાનું નુકસાન ઘટીને 2019-20ના પહેલાં છ મહિનામાં જીડીપીના 1.5 ટકા જોવા મળ્યું છે, જ્યારે 2018-19માં તે 2.1 ટકા થઈ ગયું હતું.
Ø  વર્ષ 2019-20ના પહેલાં છ મહિનાના સમયમાં નિકાસની સરખામણીએ આયાતમાં ઘટાડો થયો હતો.
Ø  ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ (BoP) સ્થિતિમાં સુધારો થયો છે. માર્ચ 2019માં તે 412.9 બિલિયન ડોલર ફોરેન એક્સચેન્જ રિઝર્વ હતો, જે સપ્ટેમ્બર 2019માં વધીને 433.7 બિલિયન ડોલર થઈ ગયો હતો.
Ø  ચાલુ ખાતાનું નુકસાન (CAD) 2018-19માં જીડીપીના 2.1 ટકાથી ઘટીને 2019-20ના પહેલાં છ મહિનામાં 1.5 ટકા થઈ ગયો હતો.
Ø  ફોરેન એક્સચેન્જ રિઝર્વ 10 જાન્યુઆરી, 2020 સુધી 461.2 બિલિયન ડોલર રહ્યું.
Ø  2019માં વૈશ્વિક ઉત્પાદનમાં 2.9 ટકા અંદાજીત વૃદ્ધિની સામે વૈશ્વિક વેપાર 1.0 ટકા વધવાનો અંદાજ છે. જ્યારે 2017માં તેમાં 5.7 ટકાનો સૌથી ઉચ્ચ વધારો જોવા મળ્યો હતો. જોકે વૈશ્વિક આર્થિક ગતિવિધિમાં રિકવરીની સાથે 2020માં તેમાં 2.9 ટકા સુધીની રિકવરીનો અંદાજ છે.
Ø  વર્ષ 2018-19 દરમિયાન ભારતીય રેલ્વેએ 120 કરોડ ટન માલ ટ્રાન્સફર કર્યો અને તે ચોથા ક્રમનો સૌથી મોટો માલ વાહક વિકલ્પ બન્યો હતો. આ જ પ્રમાણે રેલવે 840 કરોડ યાત્રીઓની મુસાફરીથી દુનિયાનું સૌથી મોટું પેસેન્જર વાહન બન્યું છે.
Ø  ભારતના સૌથી મોટા પાંચ બિઝનેસ પાર્ટનર અમેરિકા, ચીન, સંયુક્ત અરબ અમીરાત (યુએઈ), સાઉદી અરબ અને હોંગકોંગ છે.
Ø  મુખ્ય નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદન, બહુમૂલ્ય પથ્થર (હીરા-ઝવેરાત...), ઔષધિઓ, સોનું અને અન્ય કિંમતી ધાતુઓ સામેલ છે. 2019-20 (એપ્રિલ-નવેમ્બર)માં સૌથી મોટા નિકાસ સ્થળ અમેરિકા અને તે પછી યુએઈ, ત્યારપછી ચીન અને હોંગકોંગ છે.
Ø  મુખ્ય આયાત પ્રોડક્ટમાં કાચું તેલ, સોનું, પેટ્રોલિયમ પ્રોડક્ટ, કોલસો, કોક અને બ્રિકેટ્સ છે. ભારતની મોટા ભાગની આયાત ચીનથી કરવામાં આવી છે. ત્યારપછી અમેરિકા, યુએઈ અને સાઉદી અરબ છે.
Ø  વર્ષ 2019-20ના શરૂઆતના બે મહિનામાં રોકડની સ્થિતિ નબળી રહી હતી પરંતુ થોડા સમય પછી માર્કેટમાં લિક્વિડિટી વધી ગઈ હતી.
Ø  વર્ષ 2019-20ના બીજા છ મહિનામાં આર્થિક વિકાસની ગતિ ઝડપી થવામાં 10 સેક્ટરનું મુખ્ય યોગદાન રહ્યું છે.
Ø  નાણાકીય વર્ષ 2025 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા મેળવવા માટે દર વર્ષે સરેરાશ 8 ટકા ગ્રોથ જરૂરી છે.
Ø  કેન્દ્રમાં સ્થિર સરકાર હોવાના કારણે અર્થવ્યવસ્થાની વિકાસ દરને વેગ મળવાની સંભાવના છે.
Ø  નાણાકીય વર્ષ 2019માં સામાન્ય નાણાકીય ખાધ 5.8 રહી જે 2018માં 6.4 ટકા હતી.
Ø  જાન્યુઆરી-માર્ચ દરમિયાન આર્થિક મંદી ચૂંટણી ગતિવિધિઓના કારણે આવી.
Ø  નાણાકીય વર્ષ 2019માં મંદીના કારણે નોન-બેકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ(એનબીએફસી)માં કેશમાં ઘટાડો થયો. નાણાકીય વર્ષ 2019-20માં માગ વધતા રોકાણમાં વધારો થશે.
Ø  નાણાકીય વર્ષ 2019-20માં તેલની કિંમતોમાં ઘટાડો થશે એવા અનુમાન છે. સર્વેમાં જણાવાવમાં આવ્યું છે કે, RBIની ઉદાર મૈદ્રિક નીતિના કારણે વ્યાજદર ઘટવાની આશા છે. તેનાથી આવનારા મહિનાઓમાં રોકાણ અને ક્રેડિટ ગ્રોથ વધશે.
આર્થિક સર્વેક્ષણ 2019-20 વિગતવાર
થાળીનોમિક્સ
·         બે સમય શાકાહારી જમનાર 5 સભ્યોના પરિવારની સરેરાશ વાર્ષિક આવક રૂ. 10,887 રહી, જ્યારે નોનવેજ ખાનાર દરેક પરિવારની સરેરાશ આવક રૂ. 11,787 રહી. છેલ્લા 13 વર્ષમાં જમવાની થાળી સામાન્ય માણસની સરખામણીએ વધુ અફોર્ડેબલ બની છે. આ દરમિયાન વેજ થાળી 29 ટકા અને નોનવેજ થાળી 18 ટકા વધુ મોંઘી રહી છે.
વ્યવસાય શરૂ કરવામાં મુશ્કેલી
·         નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયા (NRAI) પ્રમાણે બેંગલુરુમાં 36, દિલ્હીમાં 26 અને મુંબઈમાં 22 પ્રકારના લાઈસન્સની જરૂર હોય છે. અમુક આવી જ મુશ્કેલીઓ અન્ય વ્યવસાય શરૂ કરવામાં આવી શકે છે. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ભારકનું રેન્કિંગ 2014માં 143થી 2019માં ભારતનું રેન્કિંગ 63 સુધી પહોંચી ગયું છે. જોકે હજી આ મોટી ચિંતાનો વિષય છે.
સંપત્તિનું નિર્માણ : અદ્રશ્ય સહયોગને મળ્યો વિશ્વાસનો સહકાર
·         ભારતે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે : બજારના અદ્રશ્ય સહયોગને મજબૂત કરવો. વિશ્વાસનો સહકાર આપવો.
·         અદ્રશ્ય સહયોગને વ્યવસાયલક્ષી નીતિઓ દ્વારા પ્રોત્સાહન (નવા આવનારાઓને સમાન તકો પૂરી પાડવી., વાજબી સ્પર્ધા અને બિઝનેસ કરવામાં આસાની પૂરી પાડવી., સરકારી હસ્તક્ષેપ મારફતે બિનજરૂરી રીતે બજારનું મહત્વ ઓછું દર્શાવે તેવી નીતિઓ નાબૂદ કરવી., વેપારને રોજગાર નિર્માણ પૂરૂ પાડી શકે તેવો કરવો., કાર્યક્ષમ રીતે બેંકીંગ સેક્ટરનો વ્યાપ વિસ્તારવો.)
·         સર્વેક્ષણ દર્શાવે છે કે નીતિઓ દ્વારા પારદર્શકતા વધવી જોઈએ અને ડેટા તથા ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસરકારક અમલ થવો જોઈએ.
પાયાના સ્તરે ઉદ્યોગસાહસિકતા અને સંપત્તિનું નિર્માણઃ
  • વિશ્વ બેંકના મંતવ્ય મુજબ નવી કંપનીઓના સર્જનમાં ભારત ત્રીજો ક્રમ ધરાવે છે.
  • વર્ષ 2014 પછી ભારતમાં નવી કંપનીઓના નિર્માણમાં નાટ્યાત્મક રીતે વધારો થયો છે. વર્ષ 2006-14 દરમિયાન 3.8 ટકાની તુલનામાં વર્ષ 2014-18 દરમિયાન ઔપચારિક ક્ષેત્રમાં નવી કંપનીઓનો વૃદ્ધિ દર એકંદરે 12.2 ટકા જેટલો રહ્યો છે. વર્ષ 2018માં અંદાજે 1.24 લાખ નવી કંપનીઓનું નિર્માણ થયું, જે વર્ષ 2014માં 70,000 કંપનીઓની તુલનામાં આશરે 80 ટકાનો વધારો દર્શાવે છે.
  • ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા કૃષિ ક્ષેત્રની તુલનામાં સેવાના ક્ષેત્રમાં કંપનીઓના સર્જનનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ રહ્યું છે.
  • સર્વેમાં નોંધ લેવાઈ છે કે પાયાના સ્તરે ઉદ્યોગસાહસિકતા માત્ર જરૂરિયાને આધારે જ ઉભી થતી નથી.
  • નવી કંપનીઓની નોંધણીમાં 10 ટકા જેટલો વધારો એકંદર ઘરગથ્થુ જિલ્લા ઉત્પાદન (જીડીજીપી)માં 1.8 ટકાનો વધારો કરે છે.
  • જિલ્લા સ્તરે ઉદ્યોગસાહસિકતામાં પાયાના સ્તરે સંપત્તિનું સર્જન નોંધપાત્ર અસરો ઉભી કરી શકે છે.
  • ભારતમાં નવી કંપનીઓનો જન્મ ભિન્ન સ્વરૂપે જોવા મળે છે અને તે જિલ્લાઓ અને ક્ષેત્રોમાં વહેંચાયેલો છે.
  • જિલ્લામાં સાક્ષરતા અને શિક્ષણ સ્થાનિક ઉદ્યોગસાહસિકતાની નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ કરે છે.
વ્યવસાયલક્ષી વિરૂદ્ધ બજારલક્ષીઃ
  • સર્વેમાં જણાવાયું છે કે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે એવી વ્યવસાયલક્ષી નીતિને પ્રોત્સાહન આપવું કે જે સ્પર્ધાત્મક બજારો મારફતે સંપત્તિ સર્જનની શક્તિને વેગ આપે.
  • સમાન પ્રકારે કેટલાક લોકોની તરફેણમાં કરાયેલા ધિરાણોને કારણે ઈરાદાપૂર્વક નાદારી વધી છે, જ્યારે પ્રમોટરો બેંકોની સંપત્તિ સામુહિક રીતે હડપ કરતા થયા હોવાના કારણે ખોટ થતી રહી છે અને ગ્રામીણ વિકાસ માટેની સબસિડીઓ ટૂંકાવવી પડી છે.
·         બજારોને ઓછા આંકવાઃ જ્યારે સરકારની હસ્તક્ષેપ મદદ કરવાને બદલે નુકશાન કરે છે : સરકારે પદ્ધતિસર જરૂરિયાત વગર કરાતી હસ્તક્ષેપ બાબતે તથા બજારની ક્ષમતા ઓછી આંકવા અંગે ચકાસણી કરવાની જરૂર છે. આમ છતાં એવી દલીલ કરી શકાય તેમ નથી કે સરકારની હસ્તક્ષેપ નહીં હોવો જોઈએ. વિવિધ આર્થિક પરિસ્થિતિમાં યોગ્ય હસ્તક્ષેપ નહીં થવાના કારણે અર્થતંત્રમાં માઠી અસર થઈ છે. આ પ્રકારની ઘટનાઓ નાબૂદ થવાથી સ્પર્ધાત્મક બજારોને વેગ મળશે અને મૂડી રોકાણ તથા આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.
નેટવર્ક ઉત્પાદનોમાં વિશેષજ્ઞતા મેળવીને રોજગારીનું સર્જન અને વૃદ્ધિ :
·         સર્વે જણાવે છે કે, ભારત પાસે ચીનની જેમ શ્રમ આધારિત નિકાસને વેગ આપવાની અભૂતપૂર્વ તક છે.
·         મેક ઇન ઇન્ડિયામાં “દુનિયા માટે ભારતમાં એસેમ્બલપ્રક્રિયાને સંકલિત કરીને ભારત આવું કરી શકે છે: એની નિકાસનાં બજારનો હિસ્સો વર્ષ 2025 સુધીમાં આશરે 3.5 ટકા અને વર્ષ 2030 સુધીમાં 6 ટકા વધારી શકે છે. વર્ષ 2025 સુધીમાં સારું વેતન ધરાવતી 4 કરોડ અને વર્ષ 2030 સુધીમાં 8 કરોડ રોજગારીનું સર્જન કરી શકે છે.
ભારતમાં વેપાર-વાણિજ્યને સરળ બનાવવાનો લક્ષ્યાંક
·         વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્યને સરળ બનાવવાનાં સૂચકાંકમાં ભારતે વર્ષ 2014માં 142માં સ્થાનથી 79માં સ્થાન સુધીની હરણફાળ ભરી છે.
·         ભારત હજુ પણ વ્યવસાય શરૂ કરવામાં સરળતા, મિલકતની નોંધણી કરાવવા, કરવેરાની ચુકવણી અને કરારોનો અમલ કરવા જેવા માપદંડોમાં પાછળ છે.
બેંકનાં રાષ્ટ્રીયકરણની સુવર્ણજયંતિઃ
·         સર્વેમાં વર્ષ 2019ને બેંકોના રાષ્ટ્રીયકરણનાં સુવર્ણજયંતિ વર્ષ તરીકે ગણાવવામાં આવ્યું છે
·         વિશાળ અર્થતંત્રને એની વૃદ્ધિને ટેકો આપવા અસરકારક બેંકિંગ ક્ષેત્રની જરૂર છે
·         અર્થતંત્રને ટેકો આપવાની જવાબદારી સરકારી બેંકોની છે, જે ભારતીય બેંકિંગનાં બજારમાં 70 ટકા હિસ્સો ધરાવે છે: કામગીરીનાં દરેક માપદંડો પર સરકારી બેંકો એની હરિફ બેંકો કરતાં ઓછી અસરકારક છે. વર્ષ 2019માં સરકારી બેંકોમાં સરેરાશ દરેક રૂપિયાનાં રોકાણ પર 23 પૈસાનું નુકસાન થતું હતું, ત્યારે એનપીબીમાં એક રૂપિયાના રોકાણમાં 9.6 પૈસાનો લાભ થતો હતો
·         છેલ્લાં સાત વર્ષમાં ખાનગી બેંકોની સરખામણીમાં સરકારી બેંકોના ધિરાણમાં વૃદ્ધિ ઘણી ઓછી થઈ છે.
·         સરકારી બેંકોને વધારે અસરકારક બનાવવાના પગલાઓ નીચે મુજબ છે:
-         સરકારી બેંકોના કર્મચારીઓ માટે એમ્પ્લોયી સ્ટોક ઑનરશિપ પ્લાન (ઇએસઓપી)
-         પ્રોત્સાહન આપવા કર્મચારીઓ દ્વારા જાળવવામાં આવતા બ્લોકને બોર્ડમાં સપ્રમાણ પ્રતિનિધિત્વ આપવું અને બેંકનાં તમામ હિતધારકો સાથે એમના હિતોને સુસંગત કરવા.
-         જીએસટીએન પ્રકારની સંસ્થા ઊભી કરવી, જે તમામ સરકારી બેંકોને ડેટા એકત્ર કરશે તથા બિગ ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઋણધારકો, ખાસ કરીને જંગી ઋણ લેતા ઋણધારકોની સારામાં સારી ચકાસણી કરવા અને એમની ઋણની ચુકવણીની પેટર્ન પર નજર રાખીને ધિરાણનાં નિર્ણયો લેવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
વર્ષ 2019-20માં ભારતની આર્થિક કામગીરી
  • ભારતની જીડીપીમાં વૃદ્ધિ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 4.8 ટકા રહી હતી, જે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદન ક્ષેત્ર, વેપાર અને માગમાં નબળાઈ જેવા પરિબળો જવાબદાર હતા.
  • નાણાકીય વર્ષ 2019-20નાં બીજા ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક ઉપભોગમાં વૃદ્ધિ સારી રહી હતી. એનું કારણ સરકારી ઉપભોગમાં વૃદ્ધિ હતું.
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓ અને સરકારી વહીવટી, સંરક્ષણ અને અન્ય સેવાઓ માટે વૃદ્ધિ નાણાકીય વર્ષ 2018-19ના બીજા અર્ધવાર્ષિક ગાળા કરતાં ઊંચી હતી.
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ભારતનાં બાહ્ય ક્ષેત્રને વધારે સ્થિરતાને લાભ મળ્યો હતો:
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન જીડીપીમાં ચાલુ ખાતાની ખાધ (સીએડી) ઘટીને 1.5 ટકા થઈ હતી, જે વર્ષ 2018-19માં 2.1 ટકા હતી.
  • પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)માં વધારો.
  • પોર્ટફોલિયોનો પ્રવાહ મજબૂત થયો.
  • વિદેશી હૂંડિયામણમાં વધારો થયો.
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન નિકાસની સરખામણીમાં આયાતમાં તીવ્ર ઘટાડો થયો, જે માટે ક્રૂડની ઓછી કિંમત જવાબદાર હતી.
  • મોંઘવારીનાં દરમાં વર્ષનાં અંતે ઘટાડો થવાની અપેક્ષા છે:
  • નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન 3.3 ટકાથી વધીને ડિસેમ્બરમાં 7.35 ટકા થયો હતો, જે માટે ખાદ્ય મોંઘવારીમાં કામચલાઉ વધારો થયો હતો.
  • ડિસેમ્બર, 2019-20માં સીપીઆઈ-મુખ્ય અને ડબલ્યુપીઆઈમાં વધારો માગનું દબાણ ઊભું થઈ રહ્યું હોવાનું સૂચવે છે.
  • જીડીપી વૃદ્ધિમાં ઘટાડો વૃદ્ધિના ધીમા પડેલા ચક્રના માળખાની અંદર સમજી શકાશે:
  • નાણાકીય ક્ષેત્ર વાસ્તવિક ક્ષેત્ર (રોકાણ-વૃદ્ધિ-ઉપભોગ) પર મુખ્ય પ્રેરકબળ તરીકે કામ કરે છે.
  • વર્ષ 2019-20 દરમિયાન હાથ ધરવામાં આવેલા સુધારા રોકાણ, ઉપભોગ અને નિકાસને પ્રોત્સાહન આપશે:
  • નાદારી અને દેવાળિયાપણાની સંહિતા (આઇબીસી) હેઠળ નાદારીની પ્રક્રિયાને વેગ મળશે.
  • ધિરાણમાં સરળતા, ખાસ કરીને તણાવયુક્ત રિયલ એસ્ટેટ અને એનબીએફસી ક્ષેત્રોમાં.
  • નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન 2019-2025ની જાહેરાત કરવામાં આવી.
  • સર્વે નાણાકીય વર્ષ 2019-20ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં જીડીપીમાં વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે:
  • સીએસઓનાં પ્રથમ આગોતરા અંદાજ પર આધારિત 2019-20 માટે જીડીપીમાં 5 ટકાની વૃદ્ધિનો વ્યક્ત થયો હતો.
  • વર્ષ 2020-21માં સારો સુધારો કરવા અર્થતંત્રને સક્ષમ બનાવવા સુધારા પર તાત્કાલિક પ્રદાન કરવા.
રાજકોષીય વિકાસ
  • વર્ષ 2019-20ના પ્રથમ આઠ મહિના દરમિયાન ગયા વર્ષનાં સમાન ગાળાની સરખામણીમાં આવકમાં ઊંચી વૃદ્ધિ થઈ, જે માટે કરવેરા સિવાયની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ જવાબદાર હતી.
  • વર્ષ 2019-20 દરમિયાન (ડિસેમ્બર, 2019 સુધી) જીએસટીની માસિક આવક રૂ. 1 લાખ કરોડથી વધી ગઈ, જે પાંચ ગણી વધારે હતી.
  • ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરવેરાનાં ક્ષેત્રમાં માળખાગત સુધારા હાથ ધરવામાં આવ્યાં છે.
  • કોર્પોરેટ કરવેરાનાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો.
  • જીએસટીનાં અમલીકરણને સરળ બનાવવા વિવિધ પગલાં.
  • રાજ્યોની અંદર રાજકોષીય ખાધ એફઆરબીએમ ધારા દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકોની અંદર જળવાઈ રહી.
  • સર્વે જણાવે છે કે, જનરલ ગવર્મેન્ટ (કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો) રાજકોષીય સંગઠિતતાનાં માર્ગે અગ્રેસર છે.
બાહ્ય ક્ષેત્ર
·         ચૂકવણીનું સંતુલન (બીઓપી):
·         ભારતની બીઓપીની સ્થિતિ - માર્ચ, 2019નાં અંતે 412.9 વિદેશી હૂંડિયામણ વધીને સપ્ટેમ્બર, 2019માં 433.7 અબજ ડોલર થયું હતું.
·         ચાલુ ખાતાની ખાધ (સીએડી) વર્ષ 2018-19માં 2.1 ટકાથી ઘટીને વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જીડીપી 1.5 ટકા થઈ હતી.
·         વિદેશી હૂંડિયામણ 10 જાન્યુઆરી, 2020નાં રોજ 461.2 અબજ ડોલર હતું.
આંતરરાષ્ટ્રીય વેપાર:
·         વર્ષ 2019માં વૈશ્વિક ઉત્પાદનમાં અંદાજે 2.9 ટકાની વૃદ્ધિ થવાની સાથે વર્ષ 2017માં 5.7 ટકાનો વધારો થયા પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં 1.0 ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે.
·         જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક કામગીરીમાં સુધારા સાથે વર્ષ 2020માં 2.9 ટકાનો સુધારો થવાની ધારણા છે.
·         વર્ષ 2009-14થી વર્ષ 2014-19 સુધી ભારતની ચીજવસ્તુઓનું વેપારી સંતુલન સુધર્યું છે, તેમ છતાં મોટા ભાગનો સુધારો પાછળનાં ગાળામાં થયો હતો, જે માટે વર્ષ 2016-17માં ક્રૂડ કિંમતોમાં 50 ટકાથી વધારાનો ઘટાડો જવાબદાર હતો.
·         ભારતનાં ટોચનાં પાંચ વેપારી ભાગીદાર દેશો અમેરિકા, ચીન, યુએઇ, સાઉદી અરેબિયા અને હોંગકોંગ જળવાઈ રહેશે.
નિકાસ:
·         સૌથી વધુ નિકાસ થતી ચીજવસ્તુઓઃ પેટ્રોલિયમ ઉત્પાદનો, કિંમતી રત્નો, દવાની ફોર્મ્યુલા અને બાયોલોજિકલ્સ, સોનું અને અન્ય કિંમતી ધાતુઓ.
·         વર્ષ 2019-20 (એપ્રિલથી નવેમ્બર)માં સૌથી વધુ નિકાસ થયેલા દેશો: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ), પછી સંયુક્ત આરબ અમીરાત (યુએઇ), ચીન અને હોંગકોંગ.
·         જીડીપી રેશિયોમાં ચીજવસ્તુઓની નિકાસ ઘટી, જે બીઓપીની પોઝિશન પર નકારાત્મક અસર કરે છે.
·         દુનિયાનાં કુલ ઉત્પાદનમાં ઘટાડાની અસર જીડીપીમાં નિકાસનાં રેશિયો પર થઈ છે, ખાસ કરીને વર્ષ 2018-19થી વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં.
·         વર્ષ 2009-વર્ષ 2014થી વર્ષ 2014-2019 સુધી નોન-પીઓએલ નિકાસમાં વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
આયાત:
·         સૌથી વધુ આયાત થયેલી ચીજવસ્તુઓઃ ક્રૂડ પેટ્રોલિયમ, સોનું, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, કોક અને બ્રિક્વેટસ.
·         ભારતમાં સૌથી વધુ આયાત ચીનથી થઈ હતી, અને ત્યારબાદ અમેરિકા, યુએઇ અને સાઉદી અરેબિયાથી થઈ હતી.
·         ભારત માટે જીડીપીમાં ચીજવસ્તુઓની આયાતનો રેશિયો ઘટ્યો હતો, જેની બીઓપી પર ચોખ્ખી સકારાત્મક અસર થઈ છે.
·         આયાતમાં ક્રૂડ ઓઇલની જંગી આયાતનો સહસંબંધ ક્રૂડની કિંમતો સાથે ભારતની કુલ આયાત સાથે છે. ક્રૂડની કિંમતોમાં વધારો થવાથી કુલ આયાતમાં ક્રૂડનો હિસ્સો વધ્યો છે અને જીડીપી રેશિયોમાં આયાતનો હિસ્સો પણ વધ્યો છે.
·         સોનાની નોંધપાત્ર આયાતનો પણ સોનાની કિંમતો સાથે ભારતની કુલ આયાત સાથે સહસંબંધ છે. જોકે સોનાની કિંમતમાં વધારો થવા છતાં વર્ષ 2018-19 અને વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ આયાતમાં સોનાની આયાતનો હિસ્સો એકસરખો જળવાઈ રહ્યો હતો, જે માટે સોના પર આયાત વેરો વધવાથી સોનાની આયાતમાં ઘટાડો જવાબદાર હોવાની શક્યતા છે.
·         નોન-પીઓએલ-નોન-ગોલ્ડ આયાત જીડીપી વૃદ્ધિ સાથે સકારાત્મક સહસંબંધ ધરાવે છે.
·         વર્ષ 2009-14થી વર્ષ 2014-19 વચ્ચે જીડીપી વૃદ્ધિમાં વધારો થયો હતો, ત્યારે નોન-પીઓએલ-નોન-ઓઇલ આયાત જીડીપીમાં સપ્રમાણસર ઘટી છે.
·         આ માટે ઉપભોગ સંચાલિત વૃદ્ધિ જવાબદાર હોઈ શકે, ત્યારે રોકાણનાં દરમાં ઘટાડો થયો હતો, નોન-પીઓએલ-નોન-ગોલ્ડ આયાત ઓછી રહી હતી.
·         રોકાણનાં દરમાં સતત ઘટાડાથી જીડીપી વૃદ્ધિમાં ઘટાડો થયો છે, ઉપભોક્તા ક્ષેત્રમાં ઘટાડો થયો છે, રોકાણની સંભવિતતા નબળી પડી છે, જેનાથી જીડીપી વૃદ્ધિમાં વધુ ઘટાડો થયો હતો અને વર્ષ 2018-19થી વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા સુધી જીડીપીનાં સપ્રમાણસર નોન-પીઓએલ-નોન-ગોલ્ડ આયાતમાં ઘટાડો થયો છે.
·         વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં અહેવાલમાં આંતરરાષ્ટ્રીય વેપારનાં માપદંડને આધારે વેપારી સુવિધા અંતર્ગત ભારતનું સ્થાન વર્ષ 2016માં 143માં હતું, જે વર્ષ 2019માં સુધરીને 68મું થયું હતું.
ભારતમાં માલપરિવહન ઉદ્યોગ:
·         અત્યારે આશરે 160 અબજ ડોલરનો છે.
·         વર્ષ 2020 સુધીમાં 215 અબજ ડોલરને આંબી જાય એવી અપેક્ષા છે.
·         વિશ્વ બેંકનાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ મુજબ, વિશ્વમાં વર્ષ 2014માં ભારતનું સ્થાન 54મું હતું, જે વર્ષ 2018માં 44મું થયું હતું.
·         વર્ષ 2019-20ના પ્રથમ આઠ મહિનામાં ચોખ્ખું એફડીઆઈ વધીને 24.4 અબજ ડોલર થયું હતું, જે વર્ષ 2018-19નાં સમાન ગાળાનાં ચોખ્ખા એફડીઆઈથી વધારે હતું.
·         વર્ષ 2019-20નાં પ્રથમ આઠ મહિનામાં ચોખ્ખો એફપીઆઈ 12.6 અબજ હતો.
·         વિદેશમાં વસતાં ભારતીયો પાસેથી ચોખ્ખાં રેમિટન્સમાં સતત વધારો થયો છે, જે વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 38.4 અબજ ડોલર મળ્યું હતું અને આ ગયા વર્ષનાં સમાન ગાળા કરતાં 50 ટકા વધારે છે.
બાહ્ય ઋણ:
·         સપ્ટેમ્બર, 2019નાં અંતે જીડીપીનાં 20.1 ટકાનાં નીચા સ્તરે જળવાઈ રહ્યું.
·         વર્ષ 2014-15 પછી અત્યાર સુધી મહત્ત્વપૂર્ણ ઘટાડા પછી ભારતની જીડીપીમાં બાહ્ય નાણાકીય જવાબદારી (ઋણ અને ઇક્વિટી) જૂન, 2019નાં અંતે વધી હતી, જે માટે મુખ્યત્વે એફડીઆઈમાં વધારો, પોર્ટફોલિયોનાં પ્રવાહ અને એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ (ઇસીબી)માં વધારો જેવા પરિબળો જવાબદાર છે.
નાણાકીય વ્યવસ્થાપન અને આર્થિક મધ્યસ્થી
·         નાણાકીય નીતિ: વર્ષ 2019-20માં અનુકૂળતા યોગ્ય રહી. ઓછી વૃદ્ધિ તેમજ ઓછા ફુગાવાના કારણે નાણાકીય વર્ષમાં MPCની સતત ચાર બેઠકોમાં રેપો રેટમાં 110 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો. પરંતુ ડિસેમ્બર 2019માં યોજાયેલી પાંચમી બેઠકમાં કોઇ ફેરબદલી કરવામાં આવી નહોતી.
·         વર્ષ 2019-20ના શરૂઆતના બે મહિનામાં રોકડની તરલતાની સ્થિતિ નબળી રહી હતી; પરંતુ થોડા સમય પછી સ્થિતિ અનુકૂળ થઇ ગઇ.
·         કુલ નોન-પરફોર્મિંગ અગ્રીમ ગુણોત્તર: માર્ચથી સપ્ટેમ્બર 2019 દરમિયાન અનુસૂચિત વ્યવસાયિક બેંકો માટે કોઇપણ ફેરફાર વગર 9.3 ટકા રહ્યો. નોન બેંકિંગ નાણાકીય નિગમો (NBFC) માટે માર્ચ 2019માં 6.1 ટકાથી થોડો વધીને સપ્ટેમ્બર 2019માં 6.3 ટકા થયો.
·         ધિરાણ વૃદ્ધિ: અર્થતંત્ર માટે નાણાકીય પ્રવાહ મર્યાદિત રહ્યો કારણ કે બેંકો અને NBFC બંને માટે ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો આવ્યો. બેંક ધિરાણ વૃદ્ધિ (YoY) એપ્રિલ 2019માં 12.9 ટકા હતી જે 20 ડિસેમ્બર, 2019ના રોજ 7.1 ટકા થઇ.
·         SCBનો મૂડીથી જોખમપૂર્ણ અસ્કયામતનો ગુણોત્તર માર્ચ 2019 થી સપ્ટેમ્બર 2019 દરમિયાન 14.3 ટકાથી વધીને 15.1 ટકા થયો.
કિંમત અને ફુગાવો
·         ફુગાવાના વલણો: વર્ષ 2014 પછી ફુગાવો નિયંત્રણમાં રહ્યો છે.
·         ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI) ફુગાવો વર્ષ 2018-19 (એપ્રિલ થી ડિસેમ્બર 2018)માં 3.7 ટકા હતો તે વધીને વર્ષ 2019-20 (એપ્રિલથી ડિસેમ્બર 2019)માં 4.1 ટકા થયો.
·         જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક ફુગાવો વર્ષ 2018-19 (એપ્રિલ થી ડિસેમ્બર 2018)માં 4.7 ટકા હતો તે વર્ષ 2019-20 (એપ્રિલ થી ડિસેમ્બર 2019)માં ઘટીને 1.5 ટકા થયો.
CPI – મિશ્રિત (C) ફુગાવાના ચાલકો:
·         વર્ષ 2018-19 દરમિયાન મુખ્ય ચાલકો પ્રકીર્ણ સમૂહના હતા.
·         વર્ષ 2019-20 દરમિયાન (એપ્રિલ- ડિસેમ્બર), ખાદ્ય અને પીવાલાયક પદાર્થોએ મુખ્ય યોગદાન આપ્યું.
·         ખાદ્ય અને પીવાલાયક પદાર્થોમાં, ઓછો મૂળભૂત પ્રભાવ અને કમોસમી વરસાદ જેવી ઉત્પાદનમાં આવેલી અડચણોના કારણે શાકભાજી અને દાળ (કઠોળ)ના ભાવ ખૂબ વધારે રહ્યા.
દાળ (કઠોળ) માટે કોબ-વેબ સ્થિતિ રહી:
·         અગાઉના માર્કેટિંગ સમયગાળામાં જોવા મળેલા ભાવોના આધારે ખેડૂતોએ તેમના નવા વાવેતરનો નિર્ણય લીધો.
·         ખેડૂતોના રક્ષણ માટે કરવામાં આવેલા ઉપાયો જેમ કે, ભાવ સ્થિરતા ભંડોળ (PSF), લઘુતમ ટેકાના ભાવ (MSP) અંતર્ગત ખરીદીને વધુ અસરકારક બનાવવાની જરૂર છે.
જથ્થાબંધ અને છુટક ભાવ વચ્ચે તફાવત:
·         વર્ષ 2014 થી 2019 દરમિયાન દેશના ચાર મહાનગરોમાં જરૂરી ખેતીવાડી પેદાશો પર દેખરેખ રાખવામાં આવી.
·         ડુંગળી અને ટામેટા જેવા શાકમાં ખૂબ જ ઉચ્ચ વિસંગતતાઓ જોવા મળી. તેના પાછળ વચેટિયાઓ અને લેણદેણનું ઉચ્ચ મૂલ્ય કારણભૂત હોઇ શકે છે.
કિંમતમાં અસ્થિરતા:
·         વર્ષ 2009-14ના સમયગાળાની તુલનાએ વર્ષ 2014-19ના સમયગાળામાં કેટલીક દાળ (કઠોળ)ને બાદ કરતા આવશ્યક ખાદ્ય ચીજોના ભાવોમાં ચડાવ-ઉતારમાં ઘટાડો જોવા મળ્યો છે.
·         ઓછો ચડાવ-ઉતારએ બહેતર માર્કેટિંગ ચેનલો, સંગ્રહની ક્ષમતાઓ અને અસરકારક MSP સિસ્ટમની ઉપસ્થિતિનો સંકેત હોઇ શકે છે.
પ્રાદેશિક તફાવત:
·         CPI-C મોંઘવારીમાં રાજ્યો વચ્ચે તફાવત જોવા મળ્યો. આ તફાવત નાણાકીય વર્ષ 2019-20 (એપ્રિલથી ડિસેમ્બર)માં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (-) 0.04 ટકાથી 8.1 ટકા વચ્ચે રહ્યો.
·         મોટાભાગના રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં CPI-C મોંઘવારી શહેરી વિસ્તારોમાં CPI-C મોંઘવારીની તુલનાએ ઓછી રહી.
·         શહેરી મોંઘવારીની તુલનાએ ગ્રામીણ મોંઘવારીમાં તમામ રાજ્યોમાં વધુ તફાવત જોવા મળ્યો.
·         મોંઘવારીની ગતિશિલતા: 2012થી પછીના CPI-C ડેટા અનુસાર હેડલાઇન મોંઘવારી અને કોર મોંઘવારી તરફ સંપાત જોવા મળ્યો.
ટકાઉક્ષમ વિકાસ અને જળવાયુ પરિવર્તન
·         ભારત સારી રીતે તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમના માધ્યમથી SDGના અમલીકરણના માર્ગે આગળ વધી રહ્યું છે.
SDG ભારત સૂચકાંક:
·         હિમાચલ પ્રદેશ, કેરળ, તામિલનાડુ અને ચંદીગઢ મુખ્ય હરોળના રાજ્યો છે.
·         આસામ, બિહાર અને ઉત્તરપ્રદેશ મહત્વાકાંક્ષીની શ્રેણીમાં છે.
·         ભારતે UNCCD અંતર્ગત COP-14ની યજમાની કરી, જેમાં દિલ્હી ઘોષણા: જમીનમાં રોકાણ અને તકોના અંતરાયો દૂર કરવાને અપનાવવામાં આવી.
·         મેડ્રિડમાં UNFCCC અંતર્ગત COP-25: ભારતે પેરિસ સમજૂતીનો અમલ કરવા માટે પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. COP-25ના નિર્ણયોમાં, જળવાયુ પરિવર્તનનું નિરાકરણ, વિકસિત દેશોમાંથી વિકાસશીલ દેશોમાં અમલીકરણના ઉપાયો અપનાવવા અને તેને લાગુ કરવાનો સમાવેશ થાય છે.
·         જંગલો અને વૃક્ષાવરણ:
·         જે વધારાની સાથે 80.73 મિલિયન હેક્ટર થયું
·         દેશના ભૌગોલિક ક્ષેત્રનો 24.56% વિસ્તાર.
·         કૃષિ અવશેષો (પરાળ) સળગાવવાથી પ્રદૂષણના સ્તરમાં વૃદ્ધિ તેમજ હવાની ગુણવત્તામાં ઘટાડો પણ ચિંતાનો વિષય છે. જોકે, વિવિધ પ્રયાસોના કારણે પરાળ સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે.
·         આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)
·         સભ્ય દેશોમાંથી 30 ફેલોશિપને સંસ્થાગત કરીને સહાયક બનાવવામાં આવ્યા
·         એક્ઝિમ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 2 બિલિયન ડૉલરનું ધિરાણ અને AFD ફ્રાન્સ પાસેથી 1.5 બિલિયન ડૉલરનું ધિરાણ મેળવીને ફેસિલિટેટરકર્યું
·         સૌર જોખમો સમાપ્તિ જેવી પહેલ હાથ ધરીને ‘ઇન્ક્યૂબેટરબનાવવામાં આવ્યા .
·         1000 મેગાવોટ સોલાર તેમજ 2.7 લાખ સૌર વોટર પમ્પોની કુલ માંગ માટે ઉપાયો વિકસાવીને ‘એક્સલેરેટર’. કર્યું
કૃષિ અને ખાદ્ય વ્યવસ્થાપન
·   ભારતની વસ્તીનો મોટો હિસ્સો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અન્ય ક્ષેત્રોની તુલનાએ રોજગારીની તકો માટે કૃષિ પર નિર્ભર છે.
·   દેશના કુલ મૂલ્ય વર્ધન (GVA)માં બિન-કૃષિ ક્ષેત્રોના હિસ્સાની વૃદ્ધિના કારણે કૃષિ અને સંબંધિત ક્ષેત્રોનો હિસ્સો ઘટી રહ્યો છે. આ વિકાસન પ્રક્રિયાનું સ્વાભાવિક પરિણામ છે.
·   કૃષિ, વનીકરણ અને મત્સ્ય ઉદ્યોગક્ષેત્રથી વર્ષ 2019-20ના બેઝિક મૂલ્યો પર GVAમાં 2.8 ટકાની વૃદ્ધિનું અનુમાન છે.
·   કૃષિમાં મશીનીકરણનું સ્તર ઓછુ થવાથી કૃષિ ઉત્પાદકતામાં અવરોધ આવ્યો છે. ભારતમાં કૃષિનું મશીનીકરણ 40 ટકા છે જે ચીન (59.5 ટકા) તેમજ બ્રાઝીલ (75 ટકા)ની તુલનાએ ઘણું ઓછું છે.
·   ભારતમાં કૃષિ ધિરાણના પ્રાદેશિક વિતરણમાં અસમાનતા: પર્વતીય અને પૂર્વોત્તર રાજ્યોમાં ઓછુ ધિરાણ (કુલ કૃષિ ધિરાણ વિતરણના 1 ટકાથી પણ ઓછું), લાખો ગ્રામીણ પરિવારો માટે આવકના બીજા સ્ત્રોત તરીકે પશુધનમાંથી થતી આવક છે
·   ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
·   છેલ્લા 5 વર્ષ દરમિયાન પશુધન ક્ષેત્રમાં CAGRના 7.9 ટકા દરે વધારો થઇ રહ્યો છે.
·   વર્ષ 2017-18માં પુરા થયેલા છેલ્લા છ વર્ષ દરમિયાન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ક્ષેત્રમાં વધારો થયો
·   સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર (AAGR) લગભગ 5.06 ટકા.
·   વર્ષ 2011-12ના ભાવો પર વર્ષ 2017-18માં GVAમાં ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રનો હિસ્સો અનુક્રમે 8.83 ટકા અને 10.66 ટકા રહ્યો.
·   વસ્તીના નબળા વર્ગોના હિતોને સુરક્ષિત રાખવાની જરૂર છે, છતાં પણ આર્થિક સમીક્ષામાં નીચે દર્શાવેલા ઉપાયોથી ખાદ્ય સુરક્ષાની સ્થિતિમાં સ્થિરતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
·   વધતી ખાદ્ય સબસિડી બિલની સમસ્યા ઉકેલવી.
·   NFSA અંતર્ગત દરો તેમજ કવરેજમાં સુધારો કરવો.
ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
·   વર્ષ 2018-19 (એપ્રિલ - નવેમ્બર)માં 5.0 ટકાની તુલનાએ વર્ષ 2019-20 (એપ્રિલ - નવેમ્બર) દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) અનુસાર ઔદ્યોગિક ક્ષેત્રમાં 0.6 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.
·   વર્ષ 2018-19 (એપ્રિલ - નવેમ્બર)ના (-) 1.3 ટકાની તુલનાએ વર્ષ 2019-20 (એપ્રિલ - નવેમ્બર) દરમિયાન ખાતર ક્ષેત્રમાં 4 ટકાનો વધારો નોંધાયો છે.
·   સ્ટીલ ક્ષેત્રમાં વર્ષ 2019-20 (એપ્રિલ - નવેમ્બર) દરમિયાન 5.2 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી જ્યારે વર્ષ 2018-19 (એપ્રિલ - નવેમ્બર) દરમિયાન 3.6 ટકાની વૃદ્ધિ થઇ હતી.
·   30 સપ્ટેમ્બર, 2019ના રોજ ભારતમાં કુલ ટેલિફોન જોડાણોનો આંકડો 119.43 કરોડ સુધી પહોંચ્યો.
·   વીજળીના ઉત્પાદન માટે સ્થાપિત ક્ષમતામાં વધારો થતા 31 ઓક્ટોબર 2019ના રોજ 3,64,960 મેગાવોટ સુધી થઇ જે, 31 માર્ચ, 2019ના રોજ 3,56,100 મેગાવોટની ક્ષમતા હતી.
·   રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપાલાઇન સંદર્ભે ટાસ્ક ફોર્સ દ્વારા 31.12.2019ના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારતમાં નાણાકીય વર્ષ 2020થી 2025 દરમિયાન 102 લાખ કરોડ રૂપિયાના કુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનું અનુમાન કરવામાં આવ્યું છે.
સેવા ક્ષેત્ર
·         ભારતના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનું મહત્વ સતત વધી રહ્યું છે: કુલ અર્થતંત્ર અને GVA વૃદ્ધિમાં આનો હિસ્સો 55 ટકા છે. ભારતમાં કુલ FDIનો બે તૃત્યાંશ હિસ્સો છે. કુલ નિકાસનો લગભગ 38 ટકા હિસ્સો છે.
·         33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 15 રાજ્યોમાં GVAમાં સેવા ક્ષેત્રનું યોગદાન 50 ટકાથી વધારે છે.
·         વિવિધ ઉચ્ચ-આવર્તન સૂચકાંકો અને એર પેસેન્જર ટ્રાફિક, બંદર અને શિપિંગ નૂર ટ્રાફિક, બેંક ક્રેડિટ વગેરે જેવા ક્ષેત્રીય ડેટા દ્વારા સૂચવ્યા અનુસાર વર્ષ 2019-20માં સેવા ક્ષેત્રની કુલ મૂલ્ય વર્ધિત વૃદ્ધિ મધ્યમ રહી.
·         સારું પાસું જોઇએ તો, વર્ષ 2019-20ની શરૂઆતમાં સેવા ક્ષેત્રમાં FDIમાં સારી રિકવરી જોવા મળી.
સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી અને માનવ વિકાસ
·         કેન્દ્ર અને રાજ્યો દ્વારા સામાજિક સેવાઓ (સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય) પર GDPના ગુણોત્તરના રૂપમાં ખર્ચ વર્ષ 2014-15માં 6.2 ટકાથી વધીને વર્ષ 2019-20 (અંદાજપત્રીય અનુમાન)માં 7.7 ટકા થયો છે.
·         માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનું રેન્કિંગ વર્ષ 2017માં 130 હતું તેની તુલનાએ વર્ષ 2018માં 129 થયું. વાર્ષિક માનવ વિકાસ સૂચકાંક (HDI)માં સરેરાશ 1.34 ટકા વૃદ્ધિ સાથે ભારત ઝડપથી વૃદ્ધિ પામી રહેલા દેશોમાં સામેલ થયું છે.
·         માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સ્તરના કુલ પ્રવેશ ગુણોત્તરમાં સુધારાની જરૂરિયાત છે.
·         નિયમિત વેતનદાર/પગારદાર કર્મચારીઓનો હિસ્સો 5 ટકા વધ્યો છે જે વર્ષ 2011-12માં 18 ટકા હતો ત્યાંથી વધીને વર્ષ 2017-18માં 23 ટકા થયો.
·         આ શ્રેણીમાં ગ્રામીણ વિસ્તારોમાં 1.21 કરોડ અને શહેરી વિસ્તારોમાં 1.39 કરોડ નવી રોજગારી સહિત લગભગ 2.62 કરોડ નવી રોજગારીના નિર્માણ સાથે નોંધપાત્ર વધારો થયો છે.
·         અર્થતંત્રમાં કુલ ઔપચારિક રોજગારમાં વર્ષ 2011-12માં 8 ટકાની તુલનાએ વર્ષ 2017-18માં 9.98 ટકા વધારો થયો.
·         ભારતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમિક બળની સહભાગીતામાં ઘટાડો થતા ભારતના શ્રમિક બજારમાં જાતીય અસમાનતાનું અંતર વધ્યું છે: ઉત્પાદકતા ઉંમર (15-59) જૂથના લગભગ 60 ટકા લોકો પૂર્ણ કાલિન ઘરેલું કાર્યોમાં જોડાયેલા છે.
·         દેશભરમાં અન્ય સુવિધાઓની સાથે સાથે આયુષ્યમાન ભારત અને મિશન ઇન્દ્રધનુષના માધ્યમથી લોકો સુધી સ્વાસ્થ્ય સેવાઓની પહોંચમાં સુધારો થયો છે.
·         મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દેશભરમાં 680 જિલ્લામાં 3.39 કરોડ બાળકો અને 87.18 લાખ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
·         ગામડાઓમાં લગભગ 76.7 ટકા અને શહેરોમાં 96 ટકા પરિવારો પાસે પાકા ઘર છે.
·         સ્વચ્છતા સંબંધિત વ્યવહારમાં પરિવર્તન લાવવાથી ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની પહોંચ વધારવા પર ભાર મૂકવાના ઉદ્દેશ્યથી 10 વર્ષીય ગ્રામીણ સ્વચ્છતા રણનીતિ (2019-2029)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Source : PIB Ahmedabad, JAN 2020