(સમજો સરળ શબ્દોમાં)
હાલમાં
ભારતની
GDP સતત
ઘટી
રહી
છે
અને
વ્યાજ
દર
અને
આર્થિક
અનિશ્ચિતતાને કારણે લોકો બેંકો પાસેથી પૈસા ઉધાર નથી લઈ રહ્યા. આવા વાતાવરણમાં ભારતીય રિઝર્વ બેંકે 'ઓપરેશન
ટ્વીસ્ટ'
દ્વારા
દેશમાં
લાંબા
ગાળાના
રોકાણને
પ્રોત્સાહન આપવા માટે પગલાં લીધા છે. ભારતની મધ્યસ્થ બેંક; RBIએ 23 ડિસેમ્બર
2019 ના
રોજ
'ઓપરેશન
ટ્વીસ્ટ'
શરૂ
કર્યું
છે.
દેશમાં
લાંબા
ગાળાના
રોકાણને
વધારવા
માટે
આ
કામગીરી
શરૂ
કરવામાં
આવી
છે.
ઓપરેશન ટ્વીસ્ટનો
ઇતિહાસ
·
'ઓપરેશન
ટ્વીસ્ટ'
શબ્દનો
ઉપયોગ
અમેરિકામાં સૌ પ્રથમ ડાન્સમાં કરવામાં આવ્યો હતો. ટ્વીસ્ટ નૃત્ય વર્ષ 1961 માં ખૂબ
જ
પ્રખ્યાત
બન્યું
હતું.
·
અમેરિકામાં 1961 માં કોરિયન
યુદ્ધ
પછીની
મંદી
જોવા
મળી,
તે
સમયે,
કેનેડી
વહીવટીતંત્રે 'ઑપરેશન
ટ્વીસ્ટ'
નો
ઉપયોગ
કરીને
અમેરિકાની
અર્થવ્યવસ્થામાં ખર્ચ વધારવાનો પ્રયાસ કર્યો હતો અને મંદી દૂર થઈ હતી.
·
યુએસ ફેડરલ રિઝર્વે દેશના નાણાં બજારમાં લાંબા ગાળાના વ્યાજ દરને નીચે લાવવા માટે 2011 અને 2012 ની
વચ્ચે
'ઓપરેશન
ટ્વીસ્ટ'
નો
ઉપયોગ
કર્યો
હતો.
જેમાં
ફેડરલ
બેંકે
પહેલા
ટૂંકા
ગાળાની
સિક્યોરિટીઝ વેચી અને ત્યારબાદ તે પૈસાથી લાંબા ગાળાની સિક્યોરિટીઝ ખરીદી હતી.
ઓપરેશન ટ્વીસ્ટ
એટલે શું? WHAT ?
· સરળ
શબ્દોમાં,
''ઑપરેશન ટ્વીસ્ટ'નો અર્થ એ છે કે સરકાર અથવા દેશની નાણાકીય સત્તા, ટૂંકા ગાળાની સિક્યોરિટીઝ (જામીનગીરીઓ)નું વેચાણ કરે છે અને સાથે સાથે લાંબા ગાળાની સિક્યોરિટીઝને ઓપન માર્કેટ ઓપરેશન્સ (ખુલા બજારના સંચાલન) દ્વારા ખરીદે છે. આમ, ઓપરેશન ટ્વીસ્ટમાં; ટૂંકા ગાળાની સિક્યોરિટીઝ લાંબા ગાળાની સિક્યોરિટીઝમાં રૂપાંતરિત થાય છે.
ઓપરેશન ટ્વીસ્ટ
શા માટે હાથ ધરવામાં
આવે છે? WHY?
·
જો દેશમાં લાંબા ગાળાનું મૂડીરોકાણ ઓછું હોય અને રોકાણકારો અર્થવ્યવસ્થામાં લાંબા ગાળાના રોકાણ કરવામાં અચકાતા હોય, તો સરકાર આ પગલા દ્વારા લાંબા ગાળાના રોકાણને વેગ આપવા માટે વ્યાજ
દરમાં
ઘટાડો
કરે
છે.
·
લાંબા ગાળાના રોકાણ સાહસમાં જમીન / મકાનની ખરીદી, માળખાગત સુવિધાઓ, સિક્યોરિટીઝમાં રોકાણ વગેરેનો સમાવેશ થાય છે. આમ, ઓપરેશન ટ્વીસ્ટ દ્વારા લાંબા ગાળાના રોકાણમાં વધારો થાય છે, દેશમાં રોજગારી વધે છે, જેથી બજારમાં ચીજ વસ્તુઓ/સેવાઓની માંગ વધે છે. દેશમાં સકારાત્મક વાતાવરણ ઉભુ થાય છે અને આર્થિક વિકાસને વેગ મળે છે.
RBIએ
ઓપરેશન ટ્વીસ્ટ
કેવી રીતે હાથ ધર્યું? HOW ?
·
23
ડિસેમ્બર
2019 ના
રોજ,
ભારતીય
રિઝર્વ
બેંકે
ઓપન
માર્કેટ
ઓપરેશન્સ
(OMO) દ્વારા
10,000 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની 6.45% સરકારી જામીનગીરીઓ (G.Sec)
વેચાણનો
પ્રસ્તાવ
મુક્યો
છે
અને
આટલા
જ
મૂલ્યની
લાંબા
ગાળાની
સરકારી જામીનગીરીઓ ખરીદી કરશે.
·
લાંબા ગાળાની સિક્યોરિટીઝની પાકતી મુદત 10 વર્ષ અથવા
2029 સુધીની છે, જે એક પ્રકારના 10 વર્ષના બોન્ડ
છે.
·
તેવી જ રીતે ચાર ટૂંકા ગાળાની સરકારી જામીનગીરીઓ વેચવાનો પ્રસ્તાવ છે, જેનું મુલ્ય રૂ. 10,000 કરોડ
છે
જેમાં
- 6.65%, 7.80%, 8.27% અને 8.12% છે, અને
પાકતી
મુદત
2020 છે.
આ
વેચાણ
ટૂંકા
ગાળાના
દરને
અસર
કરશે.
·
લાયકાત ધરાવતા સહભાગીઓ RBIના
કોર
બેંકિંગ
સોલ્યુશન
(ઇ-કુબેર)
પર
ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં સોદો કરી શકે છે અથવા ઓફર સબમિટ કરી શકે છે.
ઓપરેશન ટ્વીસ્ટની અસર (ફાયદા) :
·
લાંબા ગાળાના રોકાણ માટેનો વ્યાજ દર નીચે આવશે તેથી રોકાણકારો લાંબા ગાળાના રોકાણો માટે વધુ લોન લેશે.
·
દેશમાં નાણાંનો પ્રવાહ વધશે, અને અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોમાં એકંદર માંગમાં વધારો થશે.
·
ઉત્પાદક પ્રવૃત્તિઓમાં એકંદર વધારો થશે, જે અર્થતંત્રમાં રોજગારીનું સર્જન કરશે.
આમ, ઓપરેશન ટ્વીસ્ટનો હેતુ બજારમાં લાંબા ગાળાના વ્યાજ દરને મધ્યમ કરવાનો છે અને તેમને રેપો રેટની નજીક લાવવાનો છે. આ પગલાંથી લોકોને લાંબા ગાળાની સિક્યોરિટીઝમાં રોકાણ કરવા સસ્તા દરે લોન મળશે. તેથી હોમ લોન, કર લોન, ઉદ્યોગ લોન વગેરેનું પ્રમાણ વધશે.
આમ, RBIએ 'ઓપરેશન ટ્વીસ્ટ' શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય દેશમાં રોજગાર સર્જન અને રોકાણનું વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે.