નાણાંકીય સમાવેશનનો "ગ્લોબલ માઈક્રો સ્કોપ રીપોર્ટ-૨૦૧૯"

નાણાકીય સમાવેશનનો ગ્લોબલ માઇક્રોસ્કોપ રિપોર્ટ- 2019
·     31 ઓકટો. 2019ના રોજ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા 'ગ્લોબલ માઇક્રોસ્કોપ એન્વાયરમેન્ટ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન' રિપોર્ટની 12મી આવૃત્તિ બહાર પાડવામાં આવી. રિપોર્ટ એ બેન્ચમાર્કિંગ ઇન્ડેક્સ છે.
·     રિપોર્ટમાં નાણાકીય એક્સેસ માટેના વાતાવરણને સક્ષમ કરવાના આધારે 55 દેશોનું 5 માપદંડો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું.
રીપોર્ટની મુખ્ય હાઈલાઈટ્સ
·     નાણાકીય સમાવેશન માટેના એકંદર વાતાવરણમાં વિશ્વભરમાં સુધારો થયો છે. નાણાકીય સમાવેશન માટે ભારત, મેક્સિકો, કોલમ્બિયા, પેરુ અને ઉરુગ્વે હવે સૌથી અનુકૂળ પરિસ્થિતિઓ ધરાવે છે, કોલમ્બિયા પ્રથમ રહ્યું, ત્યારબાદ પેરુ, ઉરુગ્વે અને મેક્સિકો રહ્યા, ભારત પાંચમા ક્રમે રહ્યું.
·     છેલ્લા ક્રમે  ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો (DRC) રહ્યું.
·     આર્થિક સમાવેશન માટે સૌથી આશાસ્પદ વાતાવરણ સંદર્ભે EFFECTIVE FINANCIAL CONSUMER, ALLOWING NON-BANKS TO ISSUE E-MONEY AND PROPORTIONATE CUSTOMER DUE DILIGENCE માં ભારતને ટોચનું સ્થાન મળ્યું છે.
·     ભારત, કોલમ્બિયા, જમૈકા અને ઉરુગ્વે માત્ર ચાર દેશોએ ચારેય માપદંડોમાં સંપૂર્ણ સ્કોર મેળવ્યો હતો. અમુક પ્રકારના થાપણ વીમા અથવા ઇન્સ્યોરન્સ દ્વારા ઇ-મનીની સુરક્ષા પ્રદાન કરવા સંદર્ભે મુજબ, ભારત, દક્ષિણ આફ્રિકા, તાંઝાનિયા, મેક્સિકો અને ઉરુગ્વે ટોચના ક્રમે રહ્યા.
ગ્લોબલ માઇક્રોસ્કોપ રીપોર્ટ વિશે
·     આ રીપોર્ટ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા બનાવવામાં આવે છે, જે ઇકોનોમિસ્ટ ગ્રુપના સંશોધન અને વિશ્લેષણ વિભાગ છે. ઇઆઈયુ 1946 માં બનાવવામાં આવ્યું હતું અને વૈશ્વિક વ્યાપાર ઇન્ટેલિજન્સમાં તે વૈશ્વિક અગ્રણી છે.આ રીપોર્ટ અગ્રણી સંગઠનોની આર્થિક સહાય અને નીતિ સલાહ સાથે તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, સેન્ટર ફોર ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન એટ Accion (બિન નફાકારક સંગઠન), યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) અને ઇન્ટર-અમેરિકન ડેવલપમેન્ટ બેંક (IDB) ગ્રુપનો સમાવેશ થાય છે.
·     માઇક્રોસ્કોપ રીપોર્ટ પ્રથમવાર 2007 માં પ્રકાશિત થયો હતો અને તે મૂળ લેટિન અમેરિકન અને કેરેબિયન પ્રદેશોમાં વિકસાવવામાં આવ્યો હતો પરંતુ 2009 માં તેનો વૈશ્વિક કક્ષાએ વ્યાપક બનાવવામાં આવ્યો. ગ્લોબલ માઇક્રોસ્કોપ રિપોર્ટના-2019 આવૃત્તિમાં 11 નવા જાતિ (જેન્ડર) કેન્દ્રિત સૂચકાંકો પણ આપવામાં આવ્યા છે જે મહિલાઓ તેમજ પુરુષો બંને માટે નાણાકીય સમાવેશનને માપે છે.
·     રિપોર્ટ એ બેન્ચમાર્કિંગ ઇન્ડેક્સ છે જે નાણાકીય સમાવેશન સંદર્ભે 5 કેટેગરીમાં 55 દેશોમાં મૂલ્યાંકન કરે છે. આ પાંચ કેટેગરી (માપદંડો) નીચે મુજબ છે-
1.   સરકાર અને સહાયક નીતિ
2.  ઉત્પાદનો અને આઉટલેટ્સ
3.  સ્થિરતા અને પ્રામાણિકતા
4.  ગ્રાહક સુરક્ષા
5.  ઇન્ફ્રાસ્ટ્રક્ચર
EIU વિશે:
  • મુખ્ય મથક- લંડન, યુનાઇટેડ કિંગડમ (યુકે)
  • સ્થાપના- 1946
  • પેરેન્ટ (માતૃ) સંસ્થા - ઇકોનોમિસ્ટ ગ્રુપ