મુખ્ય કેન્દ્રીય યોજનાઓ ભાગ-1

કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ ભાગ-1  (2014 થી અમલમાં)

યોજના/કાર્યક્રમ
ક્યારથી / વિભાગ
મુખ્ય બાબતો
જન ધન યોજના
28 ઓગસ્ટ, 2014

Ministry of Finance
§ વધુને વધુ લોકોને બેન્કિંગ સેવાઓથી જોડવા માટેની યોજના.
§ પૂરું નામ પ્રધાન મંત્રી જન ધન યોજના.
§ મુખ્ય હેતુ ગરીબ લોકોને બેંક ખાતાઓની સુવિધા આપવાનો છે. યોજના શહેરી અને ગ્રામીણ વિસ્તારોને આવરી લે છે .
§ બધા બેંક ખાતાઓ ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા રહે છે, જે RUPAY યોજના હેઠળ જારી કરવામાં આવે છે. 
§ પ્રથમ તબક્કા હેઠળ, દરેક વ્યક્તિ કે જેણે બેંક ખાતું ખોલ્યું છે તેના સમગ્ર પરિવાર માટે એક લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવરેજ તેમજ જીવન વીમા કવરેજ ઉપલબ્ધ છે. જો કે કુટુંબના ફક્ત એક વ્યક્તિને આવરી લેવાશે અને તે વ્યક્તિના બહુવિધ કાર્ડ્સ / એકાઉન્ટ્સ હોવાના કિસ્સામાં, ફક્ત એક કાર્ડ હેઠળ લાભ. કુટુંબ દીઠ એક વ્યક્તિને રૂ. 30,000 નું એક કવરેજ મળશે. 
કુશલ ભારત મિશન
28 ઓગસ્ટ, 2014

Ministry of Skill Development and Entrepreneurs
§ યુવાનોમાં કૌશલ્ય વિકાસની યોજના.
§ રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ (NSDC) દ્વારા અમલ.
§ એક કૌશલ્ય પ્રમાણપત્ર કાર્યક્રમ, જે અંતર્ગત મોટી સંખ્યામાં ભારતીય યુવા/યુવતીઓને ઉદ્યોગ-અનુકૂળ કૌશલ્ય તાલીમ આપવામાં આવશે, જે તેમને વધુ સારી આજીવિકા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
§ અગાઉના માનક તાલીમ મૂલ્યાંકન અને પુરસ્કાર (STAR) યોજનાના સ્થાને યોજના. 
§ અધિકૃત સંસ્થાઓ દ્વારા કુશળતા તાલીમ લઈ રહેલા ઉમેદવારોને ઉમેદવાર દીઠ સરેરાશ રૂ. 8,000આર્થિક પુરસ્કાર પ્રદાન કરવાની જોગવાઈ. 
§ વધુ સારા અભ્યાસક્રમ, સારી અધ્યાપન શૈલી અને સારા પ્રશિક્ષિત શિક્ષકો પર વધુ ફોકસ. 
§ કુલ તાલીમ લક્ષ્યાંકના 25 ટકા ખર્ચ રાજ્ય સરકારો દ્વારા રહેશે.
મેક ઈન ઈન્ડિયા
28 સપ્ટેમ્બર, 2014

Ministry of Commerce and Industry
§ દેશમાં ઉત્પાદન ક્ષેત્રે પ્રોત્સાહન માટેની યોજના.
§ ઘરેલું ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા અને દેશમાં રોકાણ વધારવાના હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે.  
§ મુખ્ય 25 ફોકસ સેક્ટર છે : ઉડ્ડયન, બાયોટેકનોલોજી, રસાયણો, ઓટોમોબાઈલ, મીડિયા અને મનોરંજન, ખાણકામ, તેલ અને ગેસ, બાંધકામ અને સંરક્ષણ ઉત્પાદન, ઇલેક્ટ્રિકલ મશીનરી અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, ફૂડ પ્રોસેસિંગ, આઇટી અને બીપીએમ, ચામડું, ફાર્માસ્યુટિકલ્સ, બંદરો અને શિપિંગ, રેલ્વે, પુનઃપ્રાપ્ય, ઊર્જા, રસ્તાઓ અને રાજમાર્ગો, સ્પેશ, કાપડ અને વસ્ત્રો, થર્મલ પાવર, પર્યટન અને આતિથ્ય અને સુખાકારીનો સમાવેશ.
§ લક્ષ્યાંકો : (a) ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ દર વર્ષે 12-14% સુધી વધારવી. (b) 2022 સુધીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 100 મિલિયન વધારાની રોજગારીનું સર્જન. (c) 2022 સુધીમાં જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો હિસ્સો વધીને 25% કરવો.. (d) સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે શહેરી ગરીબ અને ગ્રામીણ સ્થળાંતર કરનારાઓમાં જરૂરી કુશળતાનું સર્જન. (e) મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ડોમેસ્ટિક વેલ્યુ એડિશન અને ટેકનોલોજી પ્રગતિને વેગ. (f) પર્યાવરણીય-ટકાઉ વિકાસ. (g) ભારતીય ઉત્પાદન ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવી.
સ્વચ્છ ભારત મિશન
2 ઓક્ટોબર, 2014

Ministry of Housing and Urban Affairs
§ 2 ઓક્ટોબર, 2019 સુધીમાં ભારતને સ્વચ્છ દેશ બનાવવાની યોજના.
§ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ દેશના વિઝનને માન આપવા માટે અભિયાનની કેન્દ્ર સરકાર દ્વારા 2 ઑક્ટોબર, 2014 ના રોજ રજૂઆત. 
§ મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો. 
§ દરેક વ્યક્તિ માટે શૌચાલય, ઘન અને પ્રવાહી કચરા નિકાલની વ્યવસ્થા, ગ્રામ સફાઇ, પૂરતા પ્રમાણમાં પીવાના પાણી જેવી પાયાની સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવી. 
§ સ્વચ્છ ભારત અભિયાન માટેનો એક્શન પ્લાન 'પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયે' અમલમાં મૂક્યો. 
§ 2019 સુધીમાં સ્વચ્છતા સુવિધાઓને ત્રણ ગણી કરવી. મોટું પરિવર્તન ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત (ODF) ભારતનું રહ્યું.
સાંસદ આદર્શ ગ્રામ યોજના
11 ઓક્ટોબર, 2014
§ ગ્રામિણ વિકાસ જેમાં સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસની યોજના.
§ SAANJHI નામે પણ ઓળખાય છે. લોક નાયક જય પ્રકાશ નારાયણના જન્મ દિવસે લોન્ચિંગ.
§ એક ગ્રામ વિકાસ પ્રોજેક્ટ છે, જે અંતર્ગત સંસદના દરેક સભ્ય પ્રત્યેક વર્ષ 2019 સુધીમાં ત્રણ ગામોમાં સંસ્થાકીય અને ભૌતિક માળખાગત વિકાસની જવાબદારી લેશે. 
§ પ્રોજેક્ટનું લક્ષ્ય 2019 સુધીમાં ત્રણ ગામોનો વિકાસ કરવાનો છે અને ત્યારબાદ 2024 સુધીમાં દર વર્ષે એક એમ પાંચ આદર્શ ગામનો વિકાસ કરવાનો છે. 
§ માળખાગત વિકાસ પર ભાર. મુખ્યત્વે ગામડાઓમાં અને તેમના લોકોમાં કેટલાક મૂલ્યોનો વિકાસ કરીને મોડેલ ગામોનો વિકાસ કરવાનો હેતુ છે. 
§ ફોકસ એરિયા (a) વ્યક્તિગત વિકાસ: (સ્વચ્છતા, સાંસ્કૃતિક વારસો, વર્તણૂક પરિવર્તન, વ્યક્તિગત મૂલ્યો) (b) માનવ વિકાસ (શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક સુરક્ષા) (c) આર્થિક વિકાસ (આજીવિકા, કુશળતા, આર્થિક સમાવેશ, મૂળભૂત સુવિધાઓ) અને (d) સામાજિક વિકાસ (સ્વૈચ્છિકવાદ, સામાજિક ન્યાય, સુશાસન)
શ્રમેવ જયતે યોજના
16 ઓક્ટોબર, 2014

Ministry of Labour and Employment
§ શ્રમિકોના વિકાસ માટેની યોજના.
§ પૂરું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના.
§ વિવિધ શ્રમ સુધારાઓના અમલ દ્વારા ઔદ્યોગિક વિકાસ અને વેપાર માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવું.
§ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના પ્રોત્સાહન માટે ભારતના 'મેક ઇન ઈન્ડિયા' અભિયાનને સમર્થન આપવા માટે કાર્યક્રમ શરૂ કરાયો. 
§ યોજના અંતર્ગત સરકાર દ્વારા અનેક પહેલ કરવામાં આવી. 
§ શ્રમ સુવિધા પોર્ટલ : ઓનલાઇન નોંધણીની સુવિધા માટે મજૂરને અનોખા મજૂર ઓળખ નંબર (LIN) ની ફાળવણી. પોર્ટલ ફરિયાદોના સમયસર નિવારણ કરવામાં મદદ કરશે.
§ મજૂર નિરીક્ષણ યોજના: ઇન્સ્પેક્ટર રાજ ઘટાડવા માટે ઇન્સ્પેકશનના કમ્પ્યુટરાઇઝ્ડ લીસ્ટની જોગવાઈ.
§ કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) : 4 કરોડ ઇપીએફ સબ્સ્ક્રાઇબર્સને તેમની માહિતી કેન્દ્રિત રૂપે કમ્પાઇલ અને ડિજિટાઇઝ કર્યા પછી UAN ફાળવવામાં આવે છે. શ્રમના નાણાકીય સમાવેશન માટે UAN સાથે આધાર કાર્ડ સીડ કરવામાં આવી રહ્યું છે.
§ એપ્રેન્ટિસશીપ પ્રોત્સાહન યોજના: તાલીમાર્થીઓને નોકરીદાતા દ્વારા ચુકવતા વાર્ષિક વળતરના 50 ટકા વળતર સરકાર આપશે.