SDG ઇન્ડિયા ઇન્ડેક્સ-2.0 (2019)

‘SDG ઇન્ડિયા ઇન્ડેક્સ-2.0 (2019)’
-         નીતિ આયોગે તાજેતરમાં 2019માં શાશ્વત (ટકાઉ) વિકાસ સૂચકાંક (SDG) ઈન્ડિયા ઇન્ડેક્સની બીજી આવૃત્તિ (SDG Index 2.0) રજૂ કરી છે.
-         ઈન્ડેક્સ સંયુક્ત રાષ્ટ્ર, ભારત સરકારના આંકડા અને કાર્યક્રમના અમલીકરણ મંત્રાલય (MoSPI) અને ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યુટના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે.
-         સૂચકાંકમાં ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વર્ષ-2030ના SDG (શાશ્વત વિકાસ લક્ષ્યો) હાંસલ કરવા તરફ કરવામાં આવેલી પ્રગતિ રજુ કરવામાં આવી છે.
SDG ઇન્ડિયા ઈન્ડેક્સ શું છે?
-         સૂચકાંકનો હેતુ 2030 માટે ભારત દેશ અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ કક્ષાએ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDG) તરફની પ્રગતિ માપવાનો છે.
-         UNના 2030 સુધીના SDG સંદર્ભે 17 ઉદેશ્યો અને 169 સંબંધિત લક્ષ્યાંકો છે.
-         SDG ઇન્ડિયા ઇન્ડેક્સ 2019ની રચના SDG 17 પર આધારિત છે, જેમાં ગુણાત્મક માપના સાથે 17 SDGમાંથી 16નો સમાવેશ કરવામાં આવ્યો છે.
-         UN દ્વારા સૂચવેલા 306 માંથી 100 સૂચકાંકોમાં કે જેના 54 લક્ષ્યાંકો છે તેના આધારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો (UT) ના સૂચકાંક રજુ કરવામાં આવેલ છે.
-         સૂચકાંક ભારત સરકારની નીતિઓ અને યોજનાઓના પરિણામોની પ્રગતિનું  મૂલ્યાંકન રજુ કરે છે.
-         સૂચકાંકનો હેતુ દેશ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સ્થિતિ પર સર્વગ્રાહી દ્રષ્ટિકોણ આપવાનો છે.
-         પ્રથમ અહેવાલ, જે 2018 માં રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં 13 ગોલ અને 39 સૂચકાંકો હતા.
ગણતરી પદ્ધતિ :
-         SDG ઈન્ડેક્સ માટે (2019)ની ગણતરી 16 SDGs ના આધારે કરવામાં આવી અને તેમાં સંયુક્ત સ્કોર માટે 0-100ની રેન્જમાં સ્કોર રજુ કરવામાં આવ્યો છે
-         એકંદર કામગીરીના આધારે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને સ્કોર આપવામાં આવ્યો છે.
-       રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ સ્કોરના આધારે વર્ગીકૃત કરવામાં આવેલ છે:
§  મહત્વાકાંક્ષી (Aspirant) : 0-49
§  પર્ફોર્મર (Performer) : 50-64
§  ફ્રન્ટ રનર  (Front Runner) : 65-99
§  પ્રાપ્તકર્તા (Achiever): 100
2019 સૂચકાંકની મુખ્ય બાબતો :
    ભારતનો સ્કોર :
-         ભારતનો સંયુક્ત સ્કોર 2018 માં 57 હતો જે 2019 માં 60 થયો છે. જેમાં મુખ્ય ફાળો પાણી, સ્વચ્છતા, વીજળી, ઉદ્યોગ અને નવીનીકરણની પ્રગતિનો છે. જો કે, ભારતમાં પોષણ અને જાતિગત (લૈંગિક) સમાનતામાં ચિંતાજનક રહ્યા છે. 2018 ની તુલનામાં 14 રાજ્યોના રેન્ક ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે . દિલ્હી સિવાય તમામ કેન્દ્રશાસિત પ્રદેશોએ 65 થી ઉપરનો સ્કોર મેળવ્યો છે .
    રાજ્યના સ્કોર :
-         કેરળ 70 ના સ્કોર સાથે ટોચના રાજ્ય તરીકેની રેન્ક જાળવી રાખેલ છે.
-         ચંદીગઢે  પણ 70 ના સ્કોર સાથે કેન્દ્રશાસિત પ્રદેશ (UTs) માં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
-         હિમાચલ પ્રદેશ બીજા સ્થાને જ્યારે આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને તેલંગણા ત્રીજા સ્થાને રહ્યા.
-         બિહાર, ઝારખંડ અને અરુણાચલ પ્રદેશમાં સૌથી ખરાબ પ્રદર્શન કરતા રાજ્યો છે.
-         ઉત્તર પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં મહત્તમ સુધારો જોવા મળ્યો છે.
-         પશ્ચિમ બંગાળે (રેંક 14) પણ સારું પ્રદર્શન કર્યું છે, રાજ્યમાં શિક્ષણનું સ્તર જોતાં, તે ટોચના 3 પ્રદર્શન કરનારા રાજ્યોમાં આવી શકે.
-         બીજી તરફ, ગુજરાતે 2018 ની રેન્કિંગમાં કોઈ ખાસ પ્રગતિ દર્શાવી નથી.
-         ફક્ત 3 રાજ્યોને 2018 માં ફ્રન્ટ રનર્સ (65-99 સ્કોરની રેન્જમાં) ની કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. જે હિમાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુ હતા. 2019 માં, સમુહમાં વધુ 5 રાજ્યો જોડાયા- આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, સિક્કિમ અને ગોવા.
-         ગરીબી ઘટાડવા સંદર્ભે તમિલનાડુ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને સિક્કિમે સારુ પ્રદર્શન કર્યું છે.
-         'zero hunger' કેટેગરીમાં ગોવા, મિઝોરમ, કેરળ, નાગાલેન્ડ અને મણિપુર અગ્રેસર રહ્યા.

લક્ષ્યાંકો મુજબ ટોપ રાજ્યો/ UTs


Source: Indian Express, The Hindu