Initiatives in Education

શિક્ષણમાં તાજેતરના સુધારા/યોજના/પહેલ
(શિક્ષણના પ્રવર્તમાન પ્રવાહો)
(GPSC જનરલ સ્ટડી Main/Prelims માં ઉપયોગી)
પૂર્વભૂમિકા :
માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે ઘણી પહેલ કરી છે. સંશોધન અને નવીન આવિષ્કારની કાર્યસંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ઘણી નવી યોજનાનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત શાળાકીય શિક્ષણમાં નિષ્ઠા, ધ્રુવ, શગુન, UDISE+, દીક્ષા 2.0, ઓપરેશન ડિજિટલ બોર્ડ વગેરે યોજનાઓ શરૂ કરાઈ છે. તેવી રીતે  ઉચ્ચ શિક્ષણમાં એજ્યુકેશન ક્વોલિટી અપગ્રેડેશન એન્ડ ઇન્કલુઝન પ્રોગ્રામ (EQUIP), સ્વયં 2.0 (SWAYAM 2.0), દીક્ષારંભ (Deeksharambh) અને પરામર્શ (PARAMARSH) જેવી  યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

શાળાકીય શિક્ષણમાં મુખ્ય સુધારા :
> નિષ્ઠા (NISHTHA) : (21 Aug. 2019)
સંકલિત શિક્ષક તાલીમ કાર્યક્રમ "નિષ્ઠા" શાળાના આચાર્ય અને શિક્ષકોની સમગ્રતયા પ્રગતિ માટેની રાષ્ટ્રીય પહેલ (National Initiative for School Heads’and Teachers' Holistic Advancement)'ના માધ્યમથી પ્રારંભિક સ્તર પર શિક્ષણનાં પરિણામને સુધારવા માટેનું રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ આશરે ૪૨ લાખ શિક્ષકો અને શાળાના આચાર્ય, સ્ટેટ કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT)ના સભ્ય તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાન (DIET),બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર્સ અને ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર્સની ક્ષમતા નિર્માણ કરવાનો છે. પ્રકારની સૌપ્રથમ પહેલ છે, જ્યાં તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રાષ્ટ્રીય સ્તર પર સ્ટેન્ડર્ડાઈઝડ ટ્રેનિંગ મોડ્યુલ્સની રચના કરવામાં આવી છે. રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશો 'નિષ્ઠા'નાં અપેક્ષિત પરિણામો અને કેન્દ્રીય વિષયને ધ્યાનમાં રાખીને ટ્રેનિંગ મોડ્યુલ્સ પ્રાસંગિક બનાવી શકે છે અને તેમની પોતાની સામગ્રી તથા સ્રોત વ્યક્તિનો પણ ઉપયોગ કરી શકે છે.
> ધ્રુવ (DHRUV) : (Oct. 2019)
પ્રતિભાશાળી બાળકોને શોધવા અને તેમના કૌશલ્ય તથા જ્ઞાનને સમૃદ્ધ બનાવવા, તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ (DHRUV)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ મેધાવી વિદ્યાર્થીઓને પોતાના ચોક્કસ રસના ક્ષેત્રો જેમ કે,  વિજ્ઞાન, પર્ફોમિંગ આર્ટસ, રચનાત્મક લેખન, વગેરેમાં કુશળતા મેળવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.
> શગુન (SHAGUN) : (Aug. 2019)
શાળાકીય શિક્ષણ માટે વિશ્વના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન જંકશનમાંનું એક એવું 'શગુન' (URL: https:// seshagun.gov.in/shagun) સરકારના શાળાકીય શિક્ષણ, સાક્ષરતા વિભાગ તેમજ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિવિધ પ્રવૃત્તિઓને લગતા તમામ ઓનલાઈન પોર્ટલ અને વેબસાઈટ માટે એક સંકલિત પોર્ટલ તૈયાર કરવાની એક વ્યાપક પહેલ છે. 'શગુન' સાથે આશરે ૧૨૦૦ કેન્દ્રીય વિદ્યાલય, ૬૦૦ નવોદય વિદ્યાલય, ૧૮૦૦૦ અન્ય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સંલગ્ન શાળાઓ, ૩૦ SCERT, ૧૯૦૦૦ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) સાથે સંલગ્ન સંસ્થાઓ વગેરે સંકળાયેલાં છે. જંક્શન પર ૧૫ લાખ શાળાના રિપોર્ટકાર્ડ ઉપલબ્ધ થશે. પોર્ટલ અંદાજે ૯૨ લાખ શિક્ષક અને ૨૬ કરોડ વિદ્યાર્થીઓને જોડશે તેવો અંદાજ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શાળા વિશે પોતાનો અભિપ્રાય સીધો આપી શકે છે. આગળ જતાં તે લોકોની ભાગીદારી વધારશે અને સાથે જવાબવહિતા તેમજ પારદર્શકતામાં પણ વધારો કરશે.
> યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+):
દેશમાં તમામ શાળા તરફથી ગુણવત્તા, વિશ્વસનીયતા અને માહિતીની સમયસર ઉપલબ્ધતાની ખાતરી આપવા માટે UDISE+ (UDISE નું અપડેટ વર્ઝન)ની શરૂઆત કરવામાં આવી છે. જયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ (GIS) આધારિત મેપિંગ પોર્ટલ ૧૫ લાખથી વધુ શાળાનાં લોકેશન તેમજ કેટલીક મુખ્ય બાબત વિશે માહિતી આપે છે. ડેટા એનાલિટિક્સ પોર્ટલ શાળાની એકંદર સ્થિતિની માહિતી આપે છે.
> ડિજિટલ ઈન્ફાસ્ટ્રક્ટર ફોર નોલેજ શેરિંગ (DIKSHA) 2.0 : (2017)
દીક્ષા પોર્ટલની શરૂઆત ૨૦૧૭માં કરવામાં આવી હતી. તેનો ઉદેશ શિક્ષકોને એક ડિજિટલ મંચ પૂરો પાડી તેમને પોતાની જાતે શીખવાની અને તાલીમ પ્રાપ્ત કરવાની તેમજ અન્ય શિક્ષક સમુદાય સાથે જોડાવાની તક પૂરી પાડવાનો છે. શિક્ષકો માટેના -કન્ટેન્ટની ગુણવત્તા સુધારવા અને તેનું કવરેજ વધારવા માટે પહેલને વધુ આગળ વધારવામાં આવી છે. દીક્ષા ઉપર ૬૭૦૦૦ થી વધુ સામગ્રીના નમૂના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને ૧૦. કરોડથી વધુ સ્કેન મૂકવામાં આવ્યા છે.
> ઓપરેશન ડિજિટલ બોર્ડ (ODB) : (Jan 2019)
તેનો ઉદ્દેશ ૨૦૨૩ સુધીમાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં (,૦૧,૯૬૭) સરકારી અને (૪૨,૯૧૭) અનુદાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અને (૧૭૦૪) કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયમાં પ્રત્યેક માટે બે સ્માર્ટ કલાસરૂમ પૂરા પાડવાનો છે.

ઉચ્ચ શિક્ષણમાં મુખ્ય સુધારા :
> ઇક્વીપ (EQUIP) :
માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે 'એજયુકેશન ક્વોલિટી અપગ્રેડેશન એન્ડ ઇન્કલુઝન પ્રોગ્રામ' (EQUIP)નો પંચવર્ષીય વિઝન પ્લાન રજૂ કર્યો. 'ઇક્વીપ' ઉચ્ચ શિક્ષણનાં મહત્ત્વનાં પાસાં ઉપર વિચાર-વિમર્શ કરવા માટે ઘડવામાં આવેલ ૧૦નિષ્ણાત જૂથના અહેવાલના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સમાવેશીતા, ગુણવત્તા, ઉત્કૃષ્ટતા અને ઉચ્ચ શિક્ષણમાં રોજગાર વધારવાના પર ભર મૂકવામાં આવ્યો છે. 'ઇક્વીપ'નો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં (૨૦૧૯-૨૦૨૪)  વ્યુહાત્મક પગલાંઓનું અમલીકરણ કરીને ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો છે.
> ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમિનન્સ (loE):
યોજના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા શરૂ કરવામાં આવી છે. દેશની 20 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (10 જાહેર અને 10 ખાનગી)ને 10 વર્ષમાં વૈશ્વિક રેન્કિંગમાં ટોપ 500માં તેમજ પછીના સમયમાં ટોપ 100માં સામેલ કરવાનું લક્ષ્ય છે. જાહેર ક્ષેત્રનાં સંસ્થાનમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ-બેંગલુરુ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-દિલ્હી, આઈઆઈટી - બોમ્બ, આઈઆઈટી-મદ્રાસ, આઈઆઈટી ખડગપુર, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ, બનારસ હિંદુ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ દિલ્હી, જાદવપુર યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. પસંદગીની જાહેર સંસ્થાને આગામી વર્ષના ગાળા દરમિયાન ૧૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ આપવાની જોગવાઈ છે. પસંદ કરેલી સંસ્થાઓમાં સંપૂર્ણ શૈક્ષણિક અને વહીવટી સ્વાયતતા રહેશે. ખાનગી સંસ્થામાં બીટ્સ પીલાની, એમએએચઈ કર્ણાટક, જીઓ ઇન્સ્ટિટ્યૂટ, અમૃતા વિશ્વવિદ્યાપીઠમ્-તામિલ નાડુ, વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-તામિલનાડુ, જામિયા હમદર્દ-નવી દિલ્હી, કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી-ઓડિશા, પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી હરિયાણા, ભારતી ઇન્સ્ટિટ્યૂટ, સત્ય ભારતી ફાઉન્ડેશન મોહાલી અને શિવ નાદર યુનિવર્સિટી-ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.
> સ્વયં (SWAYAM) 2.0 :
તેની શરૂઆત ટોચનો ક્રમ ધરાવતી યુનિવર્સિટી દ્વારા સ્વયંના માધ્યમથી ઓનલાઈન ડિગ્રી કાર્યક્રમ પૂરા પાડવા માટે સુધારેલ વિશેષતા અને સુવિધા સાથે કરવામાં આવી છે. સ્વયમ 2.0 ની મુખ્ય લાક્ષણિકતાઓ - (a) ઉચ્ચ સ્કેલેબિલિટી અને પ્રદર્શન (b) ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે ઉન્નત સુવિધાઓ (c) સુધારેલ આકારણી અને મૂલ્યાંકન (d) આંતરરાષ્ટ્રીયકરણ (e) ભારતીય ભાષાઓમાં ભાષાંતર (f) સ્થાનિક પ્રકરણો અને માર્ગદર્શકો (g) ઓન લાઇન ડિગ્રી ઓફર કરવી
> સ્વયં પ્રભા-DTH એજ્યુકેશનલ ચેનલ્સ :
તે વિશાળ પહોંચ અને લઘુતમ ખર્ચ સાથે ભારતના વિદ્યાર્થી અને શીખનારાઓ સુધી પહોંચવા માટે 24×7 ના ધોરણે 32 ડીટીએચ ચેનલના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્યક્રમ ટેલિકાસ્ટ કરવા માટેનો એક પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટનું સંચાલન આઈઆઈટી મદ્રાસના મુખ્ય સંયોજક દ્વારા કરવામાં આવે છે. આમાં એવા વિદ્યાર્થીઓને સહાય કરવાનો ઉદેશ ધરાવે છે કે જેમની પાસે સારા શિક્ષણનો વિકલ્પ જેમ કે શિક્ષકની કમી અથવા ઈન્ટરનેટ વગેરે ઉપલબ્ધ નથી. તે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ કે જેઓ દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાની ઇચ્છતા હોય તેમને મદદ કરવા માટે 'IITPAL' ચેનલ્સ પૂરી પાડવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.

કાર્યક્રમોનું અમલીકરણ :
> દીક્ષારંભઃ સ્ટુડન્ટ ઇન્ડક્શન કાર્યક્રમ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કુલ ૩૧૯ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં સ્ટુડન્ટ ઇન્ડક્શન કાર્યક્રમનું અમલીકરણ થયું છે.
> લર્નિગ આઉટકમ બેઝ્ડ કરિકયુલમ ફ્રેમવર્ક(LOCF) રિવિઝન : ૧૬ વિષયોમાં નવો અભ્યાસક્રમ કે જે LOCF પર આધારિત છે તેને યુજીસીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેથી કરીને યુનિવર્સિટીને તેમના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં સુવિધા રહે.
> શિક્ષણ માટે ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT)નો ઉપયોગ : 'સ્વયં' પોર્ટલના માધ્યમથી કરવામાં આવેલ ક્રેડિટ ટ્રાન્સફરને સ્વીકારવા માટે ૧૨૫ યુનિવર્સિટી તૈયાર થઇ છે.
> સ્કીમ ફોર ટ્રાન્સ-ડિસિપ્લિનરી રિસર્ચ ફોર ઇન્ડિયાઝ ડેવલપિંગ ઈકોનોમી (STRIDE): ફેકલ્ટી દ્વારા ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા અને નવા જ્ઞાનનું સર્જન કરવા માટે યોજના શરૂ કરવામાં આવેલ છે.
> પરામર્શ : જે સંસ્થાઓ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલનું એક્રેડિટેશન મેળવવાની ઈચ્છા ધરાવતી હોય તેમને માર્ગદર્શન પૂરું પાડવા માટેની યોજના.

(સ્રોત: 'યોજના' ગુજરાતી સામયિક- ફેબ્રુઆરી-2020, MHRD અને PIB)

PDF Download/View