ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ-2020 અને મ્યુનિસિપલ કામગીરી ઇન્ડેક્સ-2020

 

ચર્ચામાં શા માટે? :

· March-2021માં આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપસિંહ પુરીએ ઑનલાઇન કાર્યક્રમ દરમિયાન ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક (EoLI) 2020 અને મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક (MPI) 2020ના અંતિમ રેન્કિંગ બહાર પાડવાની જાહેરાત કરી હતી.

· ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક 2020 અંતર્ગત દસ લાખથી વધારે વસ્તી ધરાવતા તેમજ દસ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની શ્રેણી માટેના રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી.

· 2020માં હાથ ધરવામાં આવેલી આ મૂલ્યાંકન કવાયતમાં 111 શહેરોએ ભાગ લીધો હતો.

· મિલિયન પ્લસ વસ્તીના શહેરો (દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો)ની શ્રેણી અને મિલિયનથી ઓછી વસ્તીના શહેરો (કુલ વસ્તી સંખ્યા દસ લાખ કરતાં ઓછી હોય તેવા શહેરો)ની શ્રેણીના વિશ્લેષણ તેમજ સ્માર્ટ સિટી કાર્યક્રમ અંતર્ગત આવતા તમામ શહેરોનું પણ વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું હતું.

ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક (EoLI) શું છે?

· ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક (EoLI) એવું આકારણીનું સાધન છે જેમાં જીવનની ગુણવત્તા અને શહેરી વિકાસ માટેની અલગ અલગ પહેલની અસરોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

· તે જીવનની ગુણવત્તા, શહેરનું આર્થિક સામર્થ્ય અને ટકાઉક્ષમતા તેમજ દૃઢતાના આધારે સમગ્ર ભારતમાંથી ભાગ લેતા શહેરોની વ્યાપક સમજણ પૂરી પાડે છે.

· આ આકારણીમાં નાગરિક સહભાગીતા સર્વેના માધ્યમથી જે-તે શહેરના પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે લોકોના અભિપ્રાયોને પણ સમાવી લેવામાં આવે છે.

મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક (MPI) શું છે? :

· તેનો પ્રારંભ ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક સાથે જોડાયેલા સૂચકાંક તરીકે કરવામાં આવ્યો હતો.

· તેમાં સેવાઓ, નાણાં, નીતિ, ટેકનોલોજી અને સુશાસન તેવા પરિબળોમાં તમામ મ્યુનિસિપાલિટીમાં સ્થાનિક સરકારની પ્રણાલીઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.

· તે સ્થાનિક સરકારી પ્રણાલીઓને સરળ બનાવવાનું અને જટીલતાઓનું મૂલ્યાંકન કરવા ઉપરાંત પારદર્શકતા તેમજ જવાબદારીના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપે છે.

ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક 2020નું મુખ્ય રેન્કિંગ શું રહ્યું?

· દસ લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં બેંગલુરુ સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર શહેર રહ્યું ત્યારબાદ અનુક્રમે પુણે, અમદાવાદ, ચેન્નઇ, સુરત, નવી મુંબઇ, કોઇમ્બતૂર, વડોદરા, ઇન્દોર અને ગ્રેટર મુંબઇ આવે છે.

· દસ લાખથી ઓછી વસ્તીની શ્રેણીમાં શિમલાને ઇઝ ઓફ લિવિંગમાં સૌથી ટોચનો ક્રમ આપવામાં આવ્યો છે ત્યાર પછીના અનુક્રમે ભૂવનેશ્વર, સેલવાસા, કાકીનાડા, સાલેમ, વેલ્લોર, ગાંધીનગર, ગુરુગ્રામ, દેવનગેરે અને તિરુચિરાપલ્લી છે.

મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક (MPI) 2020નું મુખ્ય રેન્કિંગ શું રહ્યું?

· EoLI સૂચકાંકની જેમ જ, MPI 2020 અંતર્ગત મૂલ્યાંકન માળખામાં મ્યુનિસિપાલિટીઓને તેમની વસ્તી મિલિયનથી વધુ (દસ લાખથી વધુ વસ્તી ધરાવતી મ્યુનિસિપાલિટી) અને મિલિયનથી ઓછી (દસ લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતી મ્યુનિસિપાલિટી)ના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે.

· મિલિયન પ્લસ શ્રેણીમાં ઇન્દોર સૌથી ટોચનો ક્રમ ધરાવતી મ્યુનિસિપાલિટી બની છે જ્યારે તે પછીના ક્રમે સુરત અને ભોપાલ છે.

· મિલિયનથી ઓછી વસ્તીની શ્રેણીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સૌથી ટોચે આવ્યું છે જ્યારે તે પછીના ક્રમે તિરુપતિ અને ગાંધીનગર છે.

મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક (MPI) 2020ની ગણતરી કઈ રીતે?

· MPI અંતર્ગત 111 મ્યુનિસિપાલિટી (NDMC, અને ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે દિલ્હીના અલગથી મૂલ્યાંકન સાથે)નું પાંચ અલગ અલગ આયામોમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 20 ક્ષેત્રમાં 100 સૂચકાંકોને સમાવી લેવામાં આવ્યા હતા.

· MPI હેઠળ આવરી લેવામાં આવેલા પાંચ આયામોમાં સેવા, નાણાં, નીતિ, ટેકનોલોજી અને સુશાસનનો સમાવેશ થાય છે.

આ બન્ને ઇન્ડેક્સ શા માટે રજુ કરવામાં આવે છે?

· બંને સૂચકાંકો સમગ્ર ભારતમાં શહેરી જીવનમાં વિવિધ માપદંડો પર શહેરોની કામગીરી માપવા પ્રયાસોને રજૂ કરે છે. ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક પરિણામી સૂચકાંકો આવરી લે છે જ્યારે મ્યુનિસિપલ કામગીરી સૂચકાંકમાં ઇનપુટ માપદંડો સક્ષમ કરવાનું સમાવી લેવામાં આવ્યું છે.

· આ સૂચકાંકો શહેરો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું સર્વાંગી મૂલ્યાંકન કરે છે જેથી શહેરોમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે, માળખાગત સુવિધાઓના સર્જન માટે અને શહેરીકરણમાં આવતા પડકારોનો ઉકેલ લાવવા માટેના પ્રયાસોને આગળ ધપાવી શકાય.

· આ સૂચકાંકોમાંથી શીખવા મળેલી બાબતો સરકારને અંતરાયો ઓળખવામાં, સંભવિત તકોને ઉજાગર કરવામાં અને સ્થાનિક સુશાસનમાં કાર્યદક્ષતા વધારવામાં મદદ કરે છે. આ મૂલ્યાંકનોનું માળખું આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક (EoLI) 2020 વિશે :

· EoLI 2020ને આ સૂચકાંકમાં નાગરિક સહભાગીતા સર્વેનો ઉમેરો કરીને તેના માળખાતને વધુ સુદૃઢ કરવાના અવકાશોને મજબૂત કરવામાં આવ્યા છે.

· આ સર્વેને 30% ભારણ આપવામાં આવ્યું છે.

· તેમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ અને આશ્રય, WASH અને SWM, ગતિશિલતા, સલામતી અને સુરક્ષા, મનોરંજન, આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકો, પર્યાવરણ, હરિયાળી જગ્યાઓ અને ઇમારતો ઉર્જા વપરાશ અને શહેરી દૃઢતા જેવી 13 શ્રેણીમાં જીવનની ગુણવત્તા, આર્થિક સામર્થ્યના આધારસ્તંભો દ્વારા હાલની જીવનની પરિસ્થિતિઓના પરિણામોનું નિરીક્ષણ કરવામાં આવે છે જે એકંદરે પરિણામોમાં 70% હિસ્સો સમાવે છે.

· નાગરિકો સેવાની ડિલિવરીના સંદર્ભમાં તેમના શહેરનો અનુભવ જણાવી શકે તેમાં મદદરૂપ થવા માટે નાગરિક સહભાગીતા સર્વે (CPS) હાથ ધરવામાં આવ્યો હતો.

· આ મૂલ્યાંકન 16 જાન્યુઆરી 2020થી 20 માર્ચ 2020 દરમિયાન કરવામાં આવ્યું હતું.

· આ સર્વેમાં 111 શહેરોમાંથી કુલ 32.2 લાખ નાગરિકોને સમાવી લેવામાં આવ્યા હતા.

· ભૂવનેશ્વરને CPSમાં સૌથી વધુ સ્કોર પ્રાપ્ત થયો છે જ્યારે તે પછીના ક્રમે સેલવાસા, દેવનગેરે, કાકીનાડા, બિલાસપુર અને ભાગલપુર આવે છે.

· EoLI અને MPIના સુધારેલા સંસ્કરણની પદ્ધતિ ફેબ્રુઆરી 2019માં MoHUA દ્વારા બહાર પાડવામાં આવી હતી.

· શરૂઆતમાં, EoLI અહેવાલનો ઉદેશ્ય 111 શહેરોમાં 13 શ્રેણીમાં કુલ 49 સૂચકાંકોમાં જીવનની ગુણવત્તા, આર્થિક સામર્થ્ય અને ટકાઉક્ષમતાના આધારસ્તંભો પર ભારતીય નાગરિકોની સુખાકારી માપવાનો હતો.

· EoLI પ્રાથમિક રૂપે દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવા સહિત ભારતના શહેરી વિકાસ પરિણામોને વેગ આપે છે. તે શહેરોમાં સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપે છે અને તેમને પોતાના સમકક્ષો પાસેથી શીખવા માટે તેમજ પોતાના વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક 2020 (MPI) વિશે :

· EoLIને વધુ મજબૂત બનાવવા માટે તેના માળખાના અવકાશનું વિસ્તરણ કરીને, દેશમાં સૌપ્રથમ વખત મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું.

· એક તરફ, ઇઝ ઓફ લિવિંગમાં સૂચકાંકના પરિણામો માપવામાં આવે છે જ્યારે બીજી તરફ, મ્યુનિસિપલ કામગીરી સૂચકાંકમાં આ પરિણામો ઉત્પન કરતા પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

· મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક એવા ઘટકો નિર્ધારિત કરવામાં ઉપયોગી છે જે સેવાઓની ડિલિવરીના વ્યવસ્થાતંત્ર, આયોજન, નામાકીય પ્રણાલીઓ અને સુશાસનની કામગીરીમાં કાર્યદક્ષ સ્થાનિક સુશાસનમાં અવરોધરૂપ હોય.

· મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક એ ભારતીય મ્યુનિસિપાલિટીઓની કામગીરીનું નિર્ધારિત કાર્યોના સમૂહના આધારે મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવાની દિશામાં એક પ્રયાસ છે.

· મ્યુનિસિપાલિટીની જવાબદારીઓમાં પાયાની જાહેર સેવાઓ પૂરી પાડવાની જોગવાઇથી માંડીને શહેરી આયોજન જેવા જટીલ ક્ષેત્રો સુધી સંખ્યાબંધ કાર્યોમાં વિસ્તારિત થયેલી હોય છે.

MPIની મુખ્ય વિશેષતાઓ :

· મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક મ્યુનિસિપાલિટીની કામગીરીઓનું ઝીણવટપૂર્ણ સમજણ પૂરી પાડે છે અને તેમના વિકાસ અને ક્ષમતાઓને લંબાવે છે. આ સૂચકાંક દ્વારા નાગરિકો, તેમના સ્થાનિક સરકારી પ્રશાસનને વધુ સારી રીતે સમજી શકે છે જેના કારણે પારદર્શકતા વધે છે અને મુખ્ય હિતધારકોમાં વિશ્વાસ ઉભો થાય છે.

· આ માળખામાં અલગ અલગ 20 ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે જે, શિક્ષણ, આરોગ્ય, પાણી અને નકામું પાણી, SWM અને સફાઇ, નોંધણી અને પરવાનગીઓ, માળખાગત સુવિધાઓ, મહેસુલ વ્યવસ્થાપન, ખર્ચ વ્યવસ્થાપન, રાજકોષીય જવાબદારી, રાજકોષીય વિકેન્દ્રીકરણ, ડિજિટલ સુશાસન, ડિજિટલ ઍક્સેસ, ડિજિટલ સાક્ષરતા, આયોજનની તૈયારીઓ, આયોજન લાગુ કરવાની કામગીરી, આયોજનનું અમલીકરણ, પારદર્શકતા અને જવાબદારી, માનવ સંસાધન, સહભાગીતા અને કાર્યદક્ષતા સામેલ છે.

ટોચના 10 રેન્કિંગ:

રેન્ક

ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક

દસ લાખથી વધુ વસ્તી

 

દસ લાખથી ઓછી વસ્તી

શહેર

સ્કોર

 

શહેર

સ્કોર

1

બેંગલુરુ

66.70

 

શિમલા

60.90

2

પુણે

66.27

 

ભૂવનેશ્વર

59.85

3

અમદાવાદ

64.87

 

સેલવાસા

58.43

4

ચેન્નઇ

62.61

 

કાકીનાડા

56.84

5

સુરત

61.73

 

સાલેમ

56.40

6

નવી મુંબઇ

61.60

 

વેલ્લોર

56.38

7

કોઇમ્બતુર

59.72

 

ગાંધીનગર

56.25

8

વડોદરા

59.24

 

ગુરુગ્રામ

56.00

9

ઇન્દોર

58.58

 

દેવનગેરે

55.25

10

ગ્રેટર મુંબઇ

58.23

 

તિરુચિરાપલ્લી

55.24

 

 

 

રેન્ક

મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક

દસ લાખથી વધુ વસ્તી

 

દસ લાખથી ઓછી વસ્તી

મ્યુનિસિપાલિટી

સ્કોર

 

મ્યુનિસિપાલિટી

સ્કોર

1

ઇન્દોર

66.08

 

નવી દિલ્હી MC

52.92

2

સુરત

60.82

 

તિરુપતિ

51.69

3

ભોપાલ

59.04

 

ગાંધીનગર

51.59

4

 પિમ્પરી ચિંચવાડ

59.00

 

કર્નાલ

51.39

5

પુણે

58.79

 

સાલેમ

49.04

6

અમદાવાદ

57.60

 

તિરુપુર

48.92

7

રાયપુર

54.98

 

બિલાસપુર

47.99

8

ગ્રેટર મુંબઇ

54.36

 

ઉદયપુર

47.77

9

વિશાખાપટ્ટનમ

52.77

 

ઝાંસી

47.04

10

વડોદરા

52.68

 

તિરુનેલવેલી

47.02સ્ત્રોત : PIB Ahmedabad04/03/2021