ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ (GGI)- 2019
• કેન્દ્ર સરકાર દ્વારા Dec. 2019માં પ્રથમ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ (GGI) જાહેર કરવામાં આવ્યો.
• કેન્દ્ર સરકારના એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસ વિભાગ તથા સેન્ટર ફૉર ગુડ ગવર્નન્સ દ્વારા GGI પ્રકાશિત કરવામાં આવ્યો છે.
• રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિવિધ સ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે GGI એક સમરૂપ માપદંડ છે.
ઓવર ઓલ ક્રમાંક
ક્રમ
|
મોટા રાજ્યો
|
સ્કોર
|
ઉત્તર-પૂર્વ & પહાડી રાજ્યો
|
Score
|
UTs
|
સ્કોર
|
1
|
Tamil Nadu
|
5.62
|
Himachal Pradesh
|
5.22
|
Pondicherry
|
4.69
|
2
|
Maharashtra
|
5.40
|
Uttarakhand
|
4.87
|
Chandigarh
|
4.68
|
3
|
Karnataka
|
5.10
|
Tripura
|
4.50
|
Delhi
|
4.39
|
4
|
Chhattisgarh
|
5.05
|
Mizoram
|
4.41
|
Daman & Diu
|
4.33
|
5
|
Andhra Pradesh
|
5.05
|
Sikkim
|
4.21
|
A&N Islands
|
4.12
|
6
|
Gujarat
|
5.04
|
Assam
|
4.07
|
D&N Haveli
|
3.12
|
7
|
Haryana
|
5.00
|
J & K
|
4.04
|
Lakshadweep
|
2.97
|
8
|
Kerala
|
4.98
|
Manipur
|
3.93
| ||
9
|
Madhya Pradesh
|
4.85
|
Meghalaya
|
3.81
| ||
10
|
West Bengal
|
4.84
|
Nagaland
|
3.55
| ||
11
|
Telangana
|
4.83
|
Arunachal Pradesh
|
3.03
| ||
12
|
Rajasthan
|
4.80
| ||||
13
|
Punjab
|
4.57
| ||||
14
|
Orissa
|
4.44
| ||||
15
|
Bihar
|
4.40
| ||||
16
|
Goa
|
4.29
| ||||
17
|
Uttar Pradesh
|
4.25
| ||||
18
|
Jharkhand
|
4.23
|
• તમામ 10 શ્રેણીને આવરી લેતા ગુડ ગવર્નન્સના ઑવરઓલ રેન્કિગમાં ટોચના ક્રમે તામિલનાડુ છે એ પછીના ક્રમે મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. જ્યારે છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ પછી છઠ્ઠા ક્રમે ગુજરાત છે.
• રેન્કિગમાં તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને મોટા રાજ્યો, ઉત્તર-પૂર્વના રાજ્યો, પર્વતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા.
• ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ ટોચના ક્રમે છે. જ્યારે કેન્દ્રશાસિત રાજ્યોમાં પોંડિચેરી ટોચના ક્રમે છે.
કઈ શ્રેણીમાં કયા રાજ્યની કામગીરી ઉત્તમ?
• કૃષિમાં મધ્ય પ્રદેશ ટોચના સ્થાને છે. વાણિજ્ય અને ઉદ્યોગમાં ઝારખંડ ટોચના ક્રમે છે. માનવ સંસાધન વિકાસમાં ગોવા તો આરોગ્યમાં કેરળ ટોચેે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તામિલનાડુ તો આર્થિક વહીવટમાં કેરળ, સામાજિક વિકાસમાં છત્તીસગઢ અને ન્યાયિક અને જાહેર સલામતીમાં તામિલનાડુ મોખરે છે. પર્યાવરણમાં પ. બંગાળની કામગીરી ઉત્તમ છે.
GGIમાં વિવિધ શ્રેણીમાં ગુજરાતનો ક્રમ
• ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 10 મોટા રાજ્યોમાં ગુજરાતને ઓલ ઓવર છઠ્ઠો ક્રમ પ્રાપ્ત થયો છે.
• કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય, પર્યાવરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કુલ 10 વિવિધ શ્રેણીમાંથી 9 શ્રેણીમાં રેન્કિગ જાહેર કરવામાં આવ્યા. જેમાં 9માંથી પાંચ શ્રેણીમાં ગુજરાત ટોપ-10માંથી બહાર છે.
• ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાની શ્રેણીમાં તમિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે રહ્યું, જો કે કૃષિ, આરોગ્ય, ન્યાયિક અને જાહેર સલામતી તથા પર્યાવરણમાં ગુજરાત 11મા ક્રમે તો સામાજિક કલ્યાણમાં 12મા ક્રમે રહ્યું.
શ્રેણી
|
ક્રમ
|
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધા
|
2
|
આર્થિક વહીવટ
|
4
|
વાણિજ્ય અને ઉદ્યોગ
|
5
|
માનવ સંસાધન વિકાસ
|
7
|
કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ,
જાહેર આરોગ્ય,
પર્યાવરણ વહીવટ,
ન્યાયિક-જાહેર સલામતી
|
11
|
સામાજિક વિકાસ
|
12
|
GGI ની ગણતરી :
#
|
શ્રેણી
|
સૂચકાંક
|
#
|
શ્રેણી
|
સૂચકાંક
|
1.
|
Agriculture and Allied Sectors
|
6
|
6.
|
Economic Governance
|
4
|
2.
|
Commerce & Industries
|
3
|
7.
|
Social Welfare & Development
|
8
|
3.
|
Human Resource Development
|
6
|
8.
|
Judicial & Public Security
|
5
|
4.
|
Public Health
|
6
|
9.
|
Environment
|
2
|
5.
|
Public Infrastructure & Utilities
|
9
|
10.
|
Citizen Centric Governance
|
1
|
Total
|
50
|
• GGIમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, વાણિજ્ય અને ઉદ્યોગ, માનવ સંસાધન વિકાસ, જાહેર સ્વાસ્થ્ય, જાહેર માળખાકીય સુવિધાઓ અને ઉપયોગિતાઓ, આર્થિક શાસન, સમાજ કલ્યાણ અને વિકાસ, ન્યાયિક અને જાહેર સુરક્ષા, પર્યાવરણ અને નાગરિક કેન્દ્રિત શાસન એમ દસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ દસ ગવર્નન્સ સેક્ટર કુલ 50 સૂચકાંકો દ્વારા માપવામાં આવે છે.
• રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે : (A) મોટા રાજ્યો, (B) ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યો અને (C) કેન્દ્રશાસિત પ્રદેશો (UT)
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બધા સૂચકાંકો મુજબ અલગથી ક્રમે આપવામાં આવે છે, તે જ સંબંધિત જૂથો હેઠળ સંયુક્ત રેન્કિંગની ગણતરી પણ કરવામાં આવે છે.