આર્થિક સર્વે 2020-21 ભાગ-1ના મુખ્ય અંશો
(GPSC/GSSSB/NET-SET etc. ALL સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી)
કેન્દ્રીય નાણાં અને આર્થિક બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણે JAN 2021માં સંસદમાં આર્થિક સર્વે 2020-21 રજૂ કર્યો હતો. કોવિડ યોદ્ધાઓને સમર્પિત આર્થિક સર્વે 2020-21 ભાગ-1ના મુખ્ય અંશોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આર્થિક સર્વે 2020-21 ભાગ-1ના મુખ્ય અંશો
17 મીનીટના વિડીયો પ્રેઝન્ટેશન વડે સમજો CLICK HERE
સદીમાં એકાદ વખત આવતી કટોકટી દરમિયાન જીવન અને આજીવિકા બંને બચાવવા
•
ભારતે કોવિડ-19 મહામારી દરમિયાન ટૂંકાગાળાની પીડા અને લાંબાગાળાના લાભ માટે પોતાની ઇચ્છા દ્વારા લોકોના જીવન અને આજીવિકા બંનેને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
•
આ સ્થિતિ સામે આપેલો પ્રતિભાવ માનવીય સિદ્ધાંતના આધારસ્તંભ પર હતો જેમાં કહ્યું છે કે: ગુમાવેલું માણસનું જીવન ક્યારેય પાછું મેળવી શકાતું નથી મહામારીના કારણે ક્ષણિક આંચકાનો ભોગ બનેલી GDP
વૃદ્ધિ ફરી પાછી પ્રાપ્ત થઇ જશે.
•
વહેલી તકે, સઘન લૉકડાઉનના કારણે લોકોના જીવન બચાવવામાં અને મધ્યમ તેમજ લાંબાગાળામાં આર્થિક પુન:રુત્થાન દ્વારા આજીવિકા બચાવવામાં બંને પક્ષે લાભની વ્યૂહનીતિ પૂરી પાડી છે.
•
આ વ્યૂહનીતિ હેન્સેન એન્ડ સાર્જન્ટ
(2001)ના નોબેલ પુરસ્કાર વિજેતા સંશોધન પરથી પણ પ્રેરિત હતી: આ નીતિ જ્યારે અનિશ્ચિતતા તેના સર્વોપરી સ્તરે હોય તેવા સૌથી ખરાબ પરિદ્રશ્યમાં જાનહાનિને લઘુતમ સ્તરે લાવવા પર કેન્દ્રિત હતી.
•
ભારતની વ્યૂહનીતિએ કર્વને સપાટ કરી દીધો છે અને સપ્ટેમબર 2020માં આવેલી ટોચની સ્થિતિને તે પછીના સમયમાં ઘટાડી દીધી છે.
•
Q2માં GDPમાં 7.5%નો ઘટાડો નોંધાયો હોવાથી V-આકારની રિકવરી જોવા મળે અને તમામ મુખ્ય આર્થિક સૂચકાંકોમાં રિકવરી નોંધાઇ છે જ્યારે Q1માં GDPમાં 23.9%નો ઘટાડો નોંધાયો હતો.
•
કોવિડ મહામારીએ માંગ અને પૂરવઠા બંને પર વિપરિત અસર પાડી છે:
•
ભારત એકમાત્ર એવો દેશ હતો જેણે ઉત્પાદન ક્ષમતાઓમાં મધ્યમ ગાળા અને લાંબાગાળાના નુકસાનને ટાળવા માટે પુરવઠામાં વિસ્તરણ કરવા માટે માળખાકીય સુધારાની જાહેરાત કરી હતી
2020-21મા અર્થતંત્રની સ્થિતિ:
સુક્ષ્મ દ્રષ્ટિ
•
કોવિડ-19 મહામારીના કારણે વૈશ્વિક આર્થિક પડતી આવી છે જે વૈશ્વિક આર્થિક કટોકટીથી અત્યાર સુધીમાં સૌથી તીવ્ર મંદી પૈકી એક છે.
•
વૈશ્વિક આર્થિક આઉટપુટ 2020માં 3.5%ના ઘટાડા સાથે રહેવાનું અનુમાન છે (IMF
જાન્યુઆરી 2021 અનુમાન)
•
સમગ્ર દુનિયાની સરકારો અને કેન્દ્રીય બેંકોએ તેમના અર્થતંત્રને સહકાર આપવા માટે વિવિધ નીતિગત સાધનો અમલમાં મૂક્યા છે જેમ કે, પોલિસી દરોમાં ઘટાડો કરવો, વિવિધ માપદંડો નોંધપાત્ર પ્રમાણમાં હળવા કરવા વગેરે.
•
ભારતે કન્ટેઇન્મેન્ટ, રાજકોષીય, નાણાકીય અને લાંબાગાળાના માળખાકીય સુધારા એમ ચાર સ્તંભની વ્યૂહનીતિ અપનાવી છે:
•
NSOના આગોતરા અનુમાનો અનુસાર, ભારતનો GDP
FY 21માં
(-) 7.7%ના દરે વધશે તેવું અનુમાન કરવામાં આવે છે - H1:
FY21 સામે H2:
FY21 માં 23.9%ની મજબૂત પરિણામરૂપી વૃદ્ધિ છે
•
ભારતનો વાસ્તવિક GDP
FY 2021-22માં વિક્રમી 11.0% અને નજીવો GDP
15.4%ના દરે વધશે - જે સ્વતંત્રતા પછી અત્યાર સુધીમાં સર્વાધિક છે:
•
સરકારી વપરાશ અને ચોખ્ખી નિકાસના કારણે વૃદ્ધિને વધુ નીચે તરફ જવા સામે આધાર મળ્યો છે જ્યારે રોકાણ અને વપરાશના કારણે તેને ઉર્ધ્વ દિશામાં પાછી ઉપર લાવી શકાઇ
•
FY 2020-21ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સરકારી વપરાશના પીઠબળના કારણે રિકવરી વાર્ષિક તુલનાએ 17%ના દરે આવશે તેવું અનુમાન છે
•
FY 21ના બીજા અર્ધવાર્ષિક સમયમાં નિકાસમાં 5.8%નો ઘટાડો થવાનું જ્યારે આયાતમાં 11.3%નો ઘટાડો થવાનું અનુમાન છે
•
ભારત FY
21માં GDPના 2% ચાલુ ખાતાની સિલક પ્રાપ્ત કરશે તેવું અનુમાન છે, જે 17 વર્ષથી ઐતિહાસિક ઉંચો આંકડો છે
•
પૂરવઠા બાજુએ, સકલ મૂલ્ય વર્ધિત
(GVA) વૃદ્ધિ FY
21માં
-7.2% નિર્ધારિત કરવામાં આવીવી છે જ્યારે FY
20માં તે 3.9% હતી:
•
FY21માં મહામારીના કારણે આવેલા આંચકામાં કૃષિ ક્ષેત્રમાં 3.4%ની વૃદ્ધિ, ઉદ્યોગો 9.6% અને સેવાઓ 8.8% સંકુચિત થશે તેવું અનુમાન છે.
•
કૃષિએ હજુ પણ રાહત માટે આશાનું કિરણ રહ્યું, જ્યારે સંપર્ક આધારિત સેવાઓ, વિનિર્માણ, બાંધકામને સૌથી વધુ અસર થઇ હતી અને એકધારી રિકવરી નોંધાઇ હતી
•
વૈશ્વિક અસ્કયામતોના ઇક્વિટીમાં સ્થળાંતરણ અને ઉભરતા અર્થતંત્રોમાં ઝડપી રિકવરીની સંભાવનાઓ વચ્ચે FDIના સતત વધતા પ્રવાહ સાથે FY
2020-21મા ભારત પસંદગીનું રોકાણનું સ્થળ બની રહ્યું:
ચોખ્ખી FPI
આવક નવેમ્બર 2020માં US$
9.8 બિલિયનના સર્વાધિક માસિક આંકડાએ નોંધાઇ.
2020મા ઉભરતા બજારોમાં ઇક્વિટી FII
આવક મેળવનારો ભારત એકમાત્ર દેશ હતો
•
સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીના કારણે ઓક્ટોબર 2010 પછી પહેલી વખત GDP
રેશિયોમાં ભારતની બજાર મૂડી 100%નો આંકડો વટાવી ગઇ.
•
CPI ફુગાવાને નરમ પાડતા તાજેતરમાં પૂરવઠા બાજુએ આવતા અવરોધમાં સરળતા પ્રતિબિંબિત થાય છે જેનાથી ખાદ્ય ફુગાવાને અસર થઇ છે.
•
રોકાણ
(Gross Fixed Capital Formation)માં FY
21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 29%ના ઘટાડા સામે FY
21ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં 0.8%નું નજીવું સંકુચન
•
બાહ્ય ક્ષેત્રએ અસરકારક આધાર પૂરો પાડ્યો છે જેના કારણે ભારતમાં FY
21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં GDPના 3.1% ની ચાલુ ખાતાની સિલક નોંધાઇ છે: નબળી માંગના કારણે નિકાસની
(મર્કેન્ડાઇઝ નિકાસમાં 21.2%નું સંકુચન થયું છે) સરખામણીએ આયાતમાં
(મર્કેન્ડાઇઝ આયાતમાં 39.7%નું સંકુચન થયું છે) તીવ્ર સંકુચન થયું છે; વિદેશી હુંડિયામણ એવા સ્તરે વધ્યું છે કે જેથી ડિસેમ્બર 2020મા 18 મહિનાનું મૂલ્ય આવરી શકાયું છે; બાહ્ય દેવું સપ્ટેમ્બર 2020ના અંતે GDPના ગુણોત્તર તરીકે 21.6% એ વધ્યું છે જ્યારે માર્ચ 2020ના અંતે 20.6% હતુ ;
નોંધનીય પ્રમાણમાં હુંડિયામણના એકત્રીકરણના કારણે કુલ અને ટુંકાગાળાના દેવાએ વિદેશી હુંડિયામણનો ગુણોત્તર સુધર્યો છે
•
V-આકારની રિકવરી આવી રહી છે, કારણ કે વીજળીની માંગ, ઇ-વે બિલો, GST એકત્રીકરણ, સ્ટીલ વપરાશ વગેરે ઉચ્ચ આવર્તનના સૂચકાંકો દ્વારા સતત પુન:રુત્થાન બતાવવામાં આવી રહ્યું છે.
•
ભારત 6 દિવસમાં 10 લાખ લોકોને રસી આપનારો સૌથી ઝડપી દેશ બની ગયો છે અને પડોશી રાજ્યો તેમજ બ્રાઝિલ માટે અગ્રણી રસી પૂરવઠાકાર તરીકે પણ ઉભરી આવ્યો છે
•
સદીમાં એકાદ વખત આવતી કટોકટી સામે ટૂંકી દ્રષ્ટિના નીતિ નિર્માણ ટાળવાનો બોધપાઠ આપે છે અને લાંબાગાળાના લાભો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ફાયદો બતાવે છે.
શું વિકાસના કારણે દેવું વધુ ટકે છે?
હા,
પરંતુ તેનાથી ઉલટું નહીં!
•
ભારતના સંદર્ભમાં વિકાસના કારણે દેવું વધુ ટકી શકે છે પરંતુ જરૂરી નથી કે તેનાથી ઉલટી પરિસ્થિતિ હોય: દેવાની ટકાઉક્ષમતામાં 'વ્યાજ દર ઋદ્ધિ તફાવત' (IRGD) પર નિર્ભર છે એટલે કે, વ્યાજદર અને વૃદ્ધિદરના તફાવત પર તે નિર્ભર છે.
•
ભારતમાં નકારાત્મક IRGD
– ઓછા વ્યાજ દરના કારણે નહીં પરંતુ વધુ મોટા વૃદ્ધિદરના કારણે - જેનાથી રાજકોષીય નીતિ પર ચર્ચા જાગી છે, જેમાં ખાસ કરીને વૃદ્ધિના ઘટાડા અને આર્થિક કટોકટીના સમયમાં આમ બન્યું છે
•
ઊંચો વૃદ્ધિદર ધરાવતા દેશોમાં વૃદ્ધિના કારણે દેવુ ટકાઉક્ષમ બને છે; ઓછો વૃદ્ધિ દર ધરાવતા દેશોમાં પ્રાસંગિક દિશાસૂચન અંગે આવી સ્પષ્ટતા જોવા મળી નથી
•
રાજકોષીય બહુગુણકો આર્થિક તેજીના સમયની સરખામણીએ આર્થિક કટોકટી દરમિયાન અસામાન્ય પ્રામણમાં વધુ છે
•
સક્રિય રાજકોષીય નીતિ દ્વારા સુનિશ્ચિત થાય છે કે, ઉત્પાદન ક્ષમતાની હાનિને મર્યાદિત કરીને સુધારાઓનો સંપૂર્ણ લાભ લેવામાં આવી રહ્યો છે
•
રાજકોષીય નીતિ કે જે વિકાસને વેગ આપે છે તેનાથી GDP
સામે ડેબ્ટનો ગણોત્તર વધે છે
•
ભારતની વૃદ્ધિની સંભાવનાઓને ધ્યાનમાં લેતા, સૌથી ખરાબ પરિદૃશ્યમાં પણ દેવાની ટકાઉક્ષમતાથી સમસ્યાની શક્યતા જણાતી નથી
શું ભારતનું સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ તેની મૂળભૂતતાને પ્રતિબિંબિત કરે છે?
ના!
•
વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્રને ક્યારેય સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ્સમાં રોકાણ ગ્રેડ (BBB-/Baa3)ના નબળી રેન્જમાં રેટિંગ આપવામાં આવ્યું નથી:
•
આર્થિક કદને પ્રતિબિંબિત કરતું હોવાથી અને તેના કારણે દેવું ચૂકવવાની ક્ષમતા દર્શાવતું હોવાથી, પાંચમા સૌથી મોટા અર્થવ્યવસ્થાને મુખ્યત્વે AAA
રેટિંગ આપવામાં આવ્યું છે; આ નિયમમાં માત્ર ચીન અને ભારત જ અપવાદ છે - ચીનને 2005મા A-/A2 રેટિંગ આપવામાં આવ્યું હતું અને હવે ભારતને BBB-/Baa3 રેટિંગ આપવામાં આવ્યું છે
•
ભારતનું સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ તેની મૂળભૂતતાઓ પ્રતિબિંબિત કરતું નથી: સંખ્યાબંધ માપદંડો પર S&P/
Moody માટે A+/A1 અને BBB-/Baa3 વચ્ચે રેટિંગ પામેલા દેશોમાં એક સ્પષ્ટ આઉટલેયર
(ભિન્ન)
છે;
પરિમાણના સાર્વભૌમ રેટિંગ પર પ્રભાવ દ્વારા આદેશ કરતાં નોંધપાત્ર રીતે ઓછું રેટ કર્યું છે
•
ક્રેડિટ રેટિંગ નાદારીની સંભાવ્યતાનું આલેખન કરે છે અને તેથી પોતાની જવાબદારીઓ સંતોષવા માટેની ઋણદારની ઇચ્છા અને સામર્થ્ય પ્રતિબિંબિત કરે છે: ભારતના શૂન્ય સાર્વભૌમ નાદારી ઇતિહાસ પરથી ભારતની ચુકવણી કરવાની ઇચ્છાશક્તિ બેશકપણે પ્રદર્શિત થાય છે. ભારતનું ચુકવણી કરવાનું સામર્થ્ય ઓછા વિદેશી ચલણ પ્રભાવિત દેવા અને વિદેશી હુંડિયામણ પરથી આંકી શકાય છે
•
ભારતના બદલાતા સાર્વભૌમ ક્રેડિટ રેટિંગને સુક્ષ્મ આર્થિક સૂચકાંકો સાથે કોઇ સહસંબંધ નથી અથવા અત્યંત ઓછો છે
•
ભારતની રાજકોષીય નીતિ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની લાગણી 'ડરથી મુક્ત મન'ને પ્રતિબિંબિત કરતી હોવી જોઇએ
•
સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ પદ્ધતિ વધુ પારદર્શક, ઓછી વિષય લક્ષી હોવી જોઇએ અને બહેતર સંવાદી હોવી જોઇએ જેથી અર્થતંત્રની મૂળભૂતતાને પ્રતિબિંબિત કરી શકાય
અસમાનતા અને વિકાસ:
સંઘર્ષ કે સંપાત?
•
અસમાનતા અને સામાજિક-આર્થિક પરિણામોની સામ સામે આર્થિક વિકાસ અને સામાજિક-આર્થિક પરિણામો વચ્ચેનો સંબંધ, આધુનિક અર્થતંત્રોની સરખામણીએ ભારતમાં અલગ છે.
•
અન્ય આધુનિક અર્થતંત્રોથી વિપરિત, ભારતમાં અસમાનતા અને માથા દીઠ આવક (વિકાસ) બંનેને સામાજિક-આર્થિક સૂચકાંકો સાથેનો સંબંધ એકસમાન છે
•
આર્થિક વિકાસના કારણે અસમાનતાની તુલનાએ ગરીબી નિવારણ પર વધુ મોટી અસર પડે છે
•
ભારતે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અવશ્યપણે ચાલુ રાખવું જોઇએ
•
એકંદરે પાઇ (pie)નું વિસ્તરણ –
વિકાસશિલ અર્થતંત્રમાં પુનર્વિતરણ માત્ર ત્યારે જ વ્યવહારુ છે જ્યારે અર્થતંત્રનો વિકાસ પાઇ સ્વરૂપે થતો હોય
x
• કોવિડ-19 મહામારીએ આરોગ્ય સંભાળ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો સાથે તેના આંતરિક જોડાણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો છે - તેણે કેવી રીતે આરોગ્ય કટોકટી આર્થિક અને સામાજિક કટોકટીમાં રૂપાંતરિત થઇ જાય તે બતાવ્યું છે
•
રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)એ અસમાનતાનું શમન કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે કારણ કે, તેનાથી સૌથી ગરીબ લોકોને જન્મ પૂર્વે/
જન્મ પછીની સંભાળ પહોંચી શકી છે અને સંસ્થાકીય ડિલિવરીમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે
•
આયુષમાન ભારતની સાથે સાથે NHM
પર ભાર મૂકવાનું ચાલુ રાખવું જોઇએ
•
જાહેર આરોગ્ય સંભાળ પાછળ GDPના 1% ખર્ચ કરવામાં આવતો હતો તે વધીને 2.5-3% કરવામાં આવ્યો છે જેના કારણે એકંદરે આરોગ્ય સંભાળ પાછળના ખર્ચમાં ખિસ્સામાંથી થતો ખર્ચ 65%થી ઘટીને 35% થઇ ગયો છે
•
માહિતીની અસમપ્રમાણતાને કારણે ઉદ્ભવેલી બજારની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સંભાળ ક્ષેત્ર માટે નિયમનકાર અવશ્યપણે ધ્યાનમાં લેવા જોઇએ. માહિતીની અસપ્રમાણના શમનથી ઓછા વીમા પ્રીમિયમમાં મદદ મળશે, બહેતર ઉત્પાદનો આપવાનું સક્ષમ થશે અને વીમા પ્રાપ્તિમાં વૃદ્ધિ થશે
• ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીને ટેલિ મેડિસિનનો સંપૂર્ણપણે વિકાસ કરવાની જરૂર છે
પ્રક્રિયાઓમાં સુધારા
•
ભારત અર્થતંત્રનું વધુ નિયમન કરે છે પરિણામે પ્રક્રિયાના પ્રમાણમાં સારું પાલન થતું હોવા છતાં પણ નિયમનો
(regulations)માં બિનઅસરકારક થઇ રહ્યાં છે
•
અતિ નિયમનનું મૂળ કારણ એવો અભિગમ છે જે દરેક સંભવિત પરિણામને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરે છે
•
નિયમોના વધુ સરળીકરણ અને વધુ દેખરેખમાં ધ્યાન આપવું જે પરિભાષા પ્રમાણે, વધુ મનસુફી સૂચવે છે
•
જો કે, નિયમનને પારદર્શિતા, પૂર્વ જવાબદારીની સિસ્ટમો અને ભૂતપૂર્વ નિર્ધારિચ ઉકેલ વ્યવસ્થાતંત્ર સાથે સંતુલિત કરવાની જરૂર છે
•
ઉપરોક્ત બૌદ્ધિક માળખામાં પહેલાંથી જ મજૂર સંહિતાથી માંડીને BPO
ક્ષેત્ર પરના આકરા નિયમોને દૂર કરવાના સુધારાની માહિતી આપવામાં આવી છે
સંતુલન માટે નિયમન એ તાકીદની દવા છે,
મુખ્ય ઉપાય નથી!
•
વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન, નિયામક રાહત સહાયથી દેવુ લેનારાઓને હંગામી સુવિધા મળી છે
•
આર્થિક સુધારાઓ પછી રાહત સહાયતા લાંબા સમય સુધી ચાલુ રહી છે, જેનાથી અર્થતંત્ર પર અનિચ્છિત નકારાત્મક પ્રભાવો પડ્યા છે
•
બેંકોએ પોતાની ખાતાવહીઓને સુધારવા માટે આ રાહત સુવિધાઓનો ઉપયોગ કર્યો અને દેવાની ખોટી ફાળવણી કરી અર્થતંત્રમાં રોકાણની ગુણવત્તાને નુકસાન થયું
•
રાહત સહાયતા એક તાકીદની દવા છે જેને અર્થતંત્રમાં સુધારો પ્રદર્શિત કરતા પહેલાં સમયસર બંધ કરી દેવી જોઇએ, તે કાયમી ઉપાય તરીકે વર્ષો સુધી ચાલુ ના રાખી શકાય
•
અનિશ્ચિતતા વચ્ચે નિર્ણયોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, છુપાયેલા પૂર્વગ્રહ જાણવા માટે ઘટના પગેલાં તપાસ કરવી જોઇએ અને વિપરિત પરિણામોને ખરાબ ઉપજ અથવા ખોટા ઇરાદા સાથે ના જોડવા જોઇએ
•
રાહત સહાયતા પાછી ખેંચ્યા પછી તુરંત બાદમાં એક પરિસંપત્તિ ગુણવત્તા તપાસ અવશ્ય કરવી જોઇએ
•
ઋણની વસુલાત માટે કાનૂની માળખું વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે
આવિષ્કાર:
વધુ રહ્યું છે,
પરંતુ ખાસ કરીને ખાનગી ક્ષેત્રોનું વધુ સમર્થન જરૂરી છે
•
ભારતે,
વૈશ્વિક આવિષ્કાર સૂચકાંકની 2007ની શરૂઆત થયા પછી 2020મા પહેલી વખત ટોચના -50 આવિષ્કારી દેશોની ક્લબમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મધ્ય અને દક્ષિણ એશિયાના સંદર્ભમાં ભારત પહેલા નંબર પર છે અને નિમ્ન-મધ્ય આવક વર્ગના અર્થતંત્રમાં તે ત્રીજા ક્રમ પર છે
•
સંશોધન અને વિકાસ પર ભારતનો કુલ સકલ ઘરેલુ ખર્ચ (GIRD)
દર ટોચના અર્થતંત્રોની સરખામણીએ ઓછો છે.
•
ભારતની મહત્વાકાંક્ષા હોવી જોઇએ કે, તે આવિષ્કાર મામલે ટોચના 10 અર્થતંત્રો સાથે હરીફાઇ કરે
•
સંશોધન અને વિકાસ પર કુલ સકલ કરેલુ ખર્ચ (GIRD)માં સરકારી ક્ષેત્રની ભાગીદારી અસપ્રમાણ રીતે મોટો હિસ્સો ધરાવે છે અને તે દર ટોચના અર્થતંત્રોના સરેરાશ કરતાં ત્રણ ગણો વધારો છે
•
GIRD તેમજ કુલ સંશોધન અને વિકાસ અધિકારીઓ અને સંશોધનકર્તાઓમાં વ્યાવસાયિક ક્ષેત્રનું યોગદાન સૌથી ઓછુ છે જ્યારે ખરેખર તેની સરખામણીએ દસ ટોચના અર્થતંત્ર સાથે કરવી જોઇએ.
•
આવિષ્કાર મામલે જાહેર કરવામાં આવેલા ઉચ્ચ કર લાભો અને ઇક્વિટી કેપિટલ સુધીની પહોંચ છતાં પણ આ સ્થિતિ યથાવત છે.
•
ભારતના વ્યવસાય ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રમાં રોકાણ પૂરતી માત્રામાં વધારવાની જરૂર છે.
•
દેશમાં કરવામાં આવતી કુલ પેટન્ટ અરજીઓમાં ભારતીયોની ભાગીદારીને વર્તમાન સમયમાં 36 ટકા છે ત્યાંથી વધારવી જોઇએ, જ્યારે તે ટોચના દસ અર્થતંત્રોની 62 ટકાની ભાગીદારીની સરખામણીએ ખૂબ ઓછી છે.
•
આવિષ્કારના ક્ષેત્રમાં વધારે સુધારો લાવવા માટે ભારતને સંસ્થાઓ અને વ્યવસાયને અનુકૂળ આવિષ્કારની પહેલોનાનું પ્રદર્શન બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
જય હો!
PM ‘JAY’ની શરૂઆત અને સ્વાસ્થ્ય સંબંધિત પરિણામો
•
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)
– ભારત સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવેલી આ એક મહત્વાકાંક્ષી યોજના છે જેનો ઉદ્દેશ સૌથી નબળા વર્ગના લોકો સુધી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાએ બહુ •
ઓછા સમયમાં સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં મક્કમ અને સકારાત્મક અસર બતાવી છે.
•
PM-JAYનો ઉપયોગ ડાયાલિસિસ જેવા વારંવાર કરવા પડતા ઉપચાર ઓછા ખર્ચે કરવા માટે થાય છે અને તે કોવિડ મહામારી તેમજ લૉકડાઉન દરમિયાન પણ ચાલુ રહી હતી.
•
આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં PM-JAYની અસરનું આકલન રાષ્ટ્રીય પરિવાર દેખભાળ સર્વેક્ષણ
(NFHS)- 4 (2015-16) અને
(NFHS)- 5 (2019-20)ના તફાવતના વિશ્લેષણના આધારે કરવામાં આવ્યું છે. તે આ મુજબ છે:-
•
આરોગ્ય વીમા કવરેજ વધારવું
: આરોગ્ય વીમા કરાવનારા પરિવારોની સંખ્યા બિહાર, અસમ અને સિક્કિમમાં 2015-16થી 2019-20 સુધી 89 ટકા હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં આ સમયગાળામાં જ 12 ટકાનો ઘટાડો આવ્યો છે.
•
શિશુ મૃત્યુદરમાં ઘટાડો: 2015-16થી 2019-20 દરમિયાન શિશુ મૃત્યુદર ઘટીને પશ્ચિમ બંગાળમાં 20 ટકા જ્યારે બાકીના ત્રણ પડોશી રાજ્યોમાં 28 ટકા પર આવી ગયો છે.
•
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો: પશ્ચિમ બંગાળમાં આમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે પડોશી રાજ્યોમાં 27 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
•
ગર્ભનિરોધની આધુનિક રીતો, મહિલાઓમાં ગર્ભાધાન રોકવાના ઉપાયો અને ગોળીઓનો ઉપયોગ ત્રણ પડોશી રાજ્યો એટલે કે બિહાર, અસમ અને સિક્કિમમાં અનુક્રમે 36 ટકા,
22 ટકા અને 28 ટકા નોંધાયો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં તે ઘણો ઓછો રહ્યો છે.
•
એક તરફ પશ્ચિમ બંગાલમાં બે બાળકો વચ્ચે અંતર રાખવા મામલે ઘણો ઓછો ઘટાડો નોંધાયો છે જ્યારે સામે પક્ષે ત્રણ રાજ્યોમાં તે 37 ટકા નોંધાયો છે
•
ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં પશ્ચિમ બંગાળની સરખામણીએ માતા અને શિશુની સંભાળ મામલે ઘણો સુધારો નોંધાયો છે. જ્યારે અમે PM-JAY
લાગુ કરનારા તમામ રાજ્યોની સરખામણી તેનો અમલ ના કર્યો હોય તેવા તમામ રાજ્યો સાથે કરી તો જાણવા મળ્યું કે, તે તમામ રાજ્યોમાં આરોગ્ય ઉપાય પર સમાન પ્રમાણમાં અસર પડી છે.
•
એકંદરે જોવામાં આવે તો, આ સરખામણી પરથી એવા તારણ પર આવી શકાય કે જે રાજ્યોમાં PM-JAYનો અમલ કરવામાં આવ્યો ત્યાં, વિવિધ સ્વાસ્થ્ય પરિણામોમાં મહત્વપૂર્ણ સુધારો આવ્યો છે.
પાયાની જરૂરિયાતો
•
2012ની સરખામણીએ 2018માં દેશમાં તમામ રાજ્યોમાં પાયાની જરૂરિયાતો સુધી લોકોની પહોંચમાં પૂરતા પ્રમાણમાં સુધારો આવ્યો છે.
•
કેરળ,
પંજાબ,
હરિયાણા અને ગુજરાતમાં તે સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યું જ્યારે ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં તે સૌથી ઓછા સ્તરે છે.
•
પાણી,
ઘર,
સ્વચ્છતા,
સુક્ષ્મ-
પર્યાવરણ અને અન્ય સુવિધાઓ જેવા પાંચ ક્ષેત્રોમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.
•
દેશમાં તમામ રાજ્યોના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અસમાનતામાં ઘટાડો આવ્યો છે કારણ કે 2012થી 2018 દરમિયાના પછાત રાજ્યોને ઘણો લાભ મળ્યો છે.
•
દેશના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ગરીબ પરિવારોની સ્થિતિમાં અમીર પરિવારોની તુલનાએ ઘણો સુધારો જોવા મળ્યો છે.
•
પાયાની જરૂરિયાતો સુધી પહોંચમાં સુધારો આવવાથી સ્વાસ્થ્ય સૂચકાંકોમાં સુધારો આવ્યો છે અને શિશુ મૃત્યુદર તેમજ પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો આવ્યો છે અને તેના કારણે ભવિષ્યમાં શિક્ષણ સંબંધિત સૂચકાંકોમાં સુધારો આવશે તેવી આશા છે.
•
દેશમાં તમામ રાજ્યોના ગ્રામીણ અને શહેરી વિસ્તારો તેમજ અલગ અલગ આવક ધરાવતા વર્ગોની પાયની આવશ્યકતાઓ પર પહોંચમાં તફાવત ઓછો કરવા પર ધ્યાન આપવું જરૂરી છે.
•
જળ જીવન મિશન, SBM-G, PMAY-G વગેરે યોજનાઓ દ્વારા આ અંતર ઓછુ કરવા માટે યોગ્ય વ્યૂહનીતિ તૈયાર કરી શકાય છે.
• યોગ્ય સૂચકાંકો અને આચરણોનો ઉપયોગ કરીને જિલ્લા સ્તરે અને તમામ લક્ષિત જિલ્લાઓના ‘પાયાની આવશ્યકતા સૂચકાકં’ (BNI) આધારિત એક વ્યાપક પરિવાર સર્વેક્ષણ આંકડો તૈયાર કરી શકાય જેમાં પાયાની આવશ્યકતાઓ સુધી લોકોની પહોંચનું આકલન કરવામાં આવ્યું હોય.
સંદર્ભ : Jan-2021, PIB Ahmedabad